________________
શ્લોક–૯૨ જ્ઞાતા જ છે.
એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે, હવે શ્રુતજ્ઞાનમાં પણ એક નયને જો સર્વથા ગ્રહણ કરે, બીજો નય ગૌણપણે લક્ષમાં ન રાખે તો તો મિથ્યાત્વ સહિત રાગ છે. ( શ્રોતાઃ–જાણવાને માટે રાગ ?) છે જ. એક નયને જ પકડે ને –જેમ દ્વવ્યાર્થિક નયને એકલાને જ પકડે પણ પર્યાય નથી જ તો ( તેને )મિથ્યાત્વસહિત રાગ છે. પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરે, જોયું ? આ દ્રવ્યનું પ્રયોજન ભૂતાર્થ છે તે જ સત્ છે ‘ભૂવત્વમસ્તિો વસ્તુ' (ગાથા-૧૧) એ પ્રયોજન છે ભૂતાર્થનો આશ્રય કરાવવાનો–સમ્યગ્દર્શન કરાવવા. એથી એને ત્યાં ભૂતાર્થનો આશ્રય ને છતાં ગૌણપણે પર્યાય-વ્યવહા૨ નથી એમ કહ્યું, વ્યવહા૨ અભૂતાર્થ-જૂઠ્ઠો છે એમ કરીને, એમ નહિ. એને ગૌણ કરીને નથી મુખ્ય (દ્રવ્યને ) ક૨ીને નિશ્ચયનું લક્ષ કરાવવા, ગૌણ કરીને નથી તેનું લક્ષ છોડાવવા, અભૂતાર્થ કહ્યું છે. સર્વથા અભૂતાર્થ માને તો એકાંતમિથ્યાત્વ છે. આહાહા ! છે ?
૪૪૧
મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્રમોહનો રાગ રહે, અને જ્યારે નયપક્ષને છોડી મિથ્યાત્વ વિના રાગ આવે, નયપક્ષ છે તે ( શ્રુતજ્ઞાનીને ) આ પર્યાય છે, આ ત્રિકાળી દ્રવ્ય છે એવું આવે પણ એ મિથ્યાત્વ વિનાનો રાગ, એ રાગ એકલો ચારિત્રમોહનો રાગ (છે ).
જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ( ત્યારે તે ) એ વખતે તો શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે. એમ જાણવું. (શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ !)
શ્લોક-૯૨
↑ ↑ ↑ ↑ (સ્વાગતા) चित्स्वभावभरभावितभावाभावभावपरमार्थतयैकम् । बन्धपद्धतिमपास्य समस्तां चेतये समसारमपारम्।। ९२ ।।
તે આત્મા આવો અનુભવ કરે છે એમ કળશમાં કહે છે :
શ્લોકાર્થ :- [વિશ્ર્વભાવ-ભન્ન-ભવિત-ભાવ-અભાવ-ભાવ-પરમાર્થતા પુ[] ચિત્સ્વભાવના પુંજ વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે (-કરાય છે)એવું જેનું ૫૨માર્થ સ્વરૂપ હોવાથી જે એક છે એવા [અપારમ્ સમયસારન્] અપાર સમયસારને હું; [સમસ્તાં વન્યપદ્ધત્તિક્] સમસ્ત બંધપદ્ધતિને [ અપાસ્ય] દૂર કરીને અર્થાત્ કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને, [ શ્વેતયે ] અનુભવું છું.
ભાવાર્થ :-નિર્વિકલ્પ અનુભવ થતાં, જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પા૨ નથી એવા સમયસારરૂપી ૫૨માત્માનો અનુભવ જ વર્તે છે, ‘હું અનુભવું છું’ એવો પણ વિકલ્પ હોતો નથી-એમ જાણવું. ૯૨.