________________
શ્લોક-૯૨
૪૪૩ જેનો પાર નથી એવા સ્વભાવના ભાવ વડે સમયસારને હું અપાર સમયસારને હું, એવો જે પાર વિનાનો સ્વભાવ જેનો અપાર જ્ઞાનાનંદ આદિ અનંત એવા સમયસારને હું સમસ્તા, વંઘપદ્ધતિમ' –સમસ્ત બંધપદ્ધતિને વિકલ્પ તો નહીં પણ કર્મના નિમિત્તથી થતા ભાવો બીજા કોઈપણ ભાવ-બધાથી રહિત, સમસ્ત બંધપદ્ધતિને દૂર કરીને કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને એમ, આહા! બહુ ટુંકુ.
જેણે આત્માનું કરવું હોય, એણે આત્માનો ચિજ્ઞાન પુંજ એવો પ્રભુ એ વડે કરીને, ઉત્પાદ, વ્યય ને ધ્રુવ થાય. આહાહા ! એમ કરતાં વ્યવહારનાં વિકલ્પથી પણ આ ઉત્પાદું વ્યય થાય, એમ નહિ.
ચિસ્વભાવ પ્રભુ જ્ઞાન સ્વભાવનો પુંજ, અપાર શક્તિનો સાગર, તેના વડે જ પોતાનાં એટલે તેનાં ઉત્પાવ્યય ને ધ્રુવ કરાય છે, ભવાય છે, થાય છે. આહાહા ! સમસ્ત બંધ પદ્ધતિને દૂર કરીને, કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને, ‘વેતયે” (હું) અનુભવું છુંએનું નામ સમ્યગ્દર્શન ને જ્ઞાન છે. આહાહા!
ભાવાર્થ-નિર્વિકલ્પ અનુભવ થતાં-ચિ જ્ઞાનસ્વભાવ પ્રભુ એને દૃષ્ટિમાં ધ્રુવને લેતાં, નિર્વિકલ્પ દશા થતાં જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી, કેવળજ્ઞાનાદિ એટલે ઓલી પર્યાયની વાત નથી આ.કેવળજ્ઞાન ને કેવળદર્શન ને કેવળ આનંદ એવા અનંત અનંત ગુણોનો પાર નથી, એવા સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. આહાહા ! એકસો તેતાલીસ ગાથાનો શ્લોક છે ને એવા સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે, એનું નામ આત્મા, એનું નામ આત્મજ્ઞાન, એનું નામ આત્મદર્શન. આહાહા! બહુ ટુંકું. “હું અનુભવું છું' એવો પણ
જ્યાં વિકલ્પ હોતો નથી ભેદ. આહાહા ! જ્ઞાનાનંદ સ્વભાવ પૂરણ, પરમાત્મા, અપાર ગુણનો દરિયો, એને અનુભવું છું, એમાં અનુભવું છું એવો પણ જ્યાં વિકલ્પ નથી. (શ્રોતા અનુભવને જાણે તો ખરો ને?) એ બે ભેદ નથી ત્યાં. અનુભવે છે છતાં અનુભવું છું એવો વિકલ્પ નથી. અનુભવે છે એ તો દ્રવ્યમાં દૃષ્ટિ આપીને, આહાહા ! નિર્વિકલ્પ આનંદનો અનુભવ, એ આ અનુભવ કરું છું એવો પણ ભેદ ક્યાં છે ત્યાં? વિકલ્પ ક્યાં છે ત્યાં? ( શ્રોતા- પણ કરે છે ત્યારે અનુભવ થાય છે ને) વેદાંત કહે છે ને કે આત્મા અનુભવું છું એ શું? અનુભવું છું એ તો બે ભેદ થઈ ગયા, એમ આંહી નથી. અહીં આત્મા અનુભવું છું, એ અનુભવું છું એ વસ્તુ ને વસ્તુનો અનુભવ એ છે (પરંતુ) અનુભવું છું એવો વિકલ્પ નથી. ચેતનજી! ઓલા કહે છે કે આત્મા ને એનો અનુભવ એ તો દૈત થઈ ગયું, વસ્તુ અદ્વૈત છે એમ કહે છે (વેદાંત માને છે ) તદ્દન જૂઠી વાત છે. તદ્દન અજ્ઞાન છે. આહાહા!
અનુભવાય છે એ પર્યાય છે, છતાં અનુભવું છું, એવો વિકલ્પ નથી. અનુભવું છું એવો ભેદ છે ત્રિકાળી વસ્તુને અનુભવું છું એવો ભેદ છે, પણ ભેદનો વિકલ્પ નથી. આહાહા ! આવું સ્વરૂપ છે. “હું અનુભવું છું' એવો વિકલ્પ પણ હોતો નથી એમ જાણવું. એ એકસો તેંતાલીસ (ગાથાનો) કળશ થયો. હવે (ગાથા-) એકસો ચુંમાલીસ.