________________
૪૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫
પ્રવચન નં. ૨૨૩ શ્લોક-૯૨ ગુરુવાર, વૈશાખ સુદ-૧૪, તા. ૧૦/૫/'૭૯ સમયસાર, કળશ-કળશ છે ને? ૯૨
चित्स्वभावभरभावितभावाभावभावपरमार्थतयै कम्। बन्धपद्धतिमपास्य समस्तां
चेतये समसारमपारम्।।९२।। (શ્લોકાર્થ-) (જિસ્વભાવ-ભર–ભાવિત–ભાવ–31માવ–માવ–પરમર્થતયા ) ચિસ્વભાવના પુંજ વડે જ, અંદરમાં જ્ઞાનસ્વભાવનો પુંજપ્રભુ! એ ચિસ્વભાવના પુંજ વડે જ પોતાનાં ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે. ભાવ–3માવ–ભાવ એમ છે ને. ભાવ એટલે ઉત્પા ને અભાવ એટલે વ્યય ને ભાવ એટલે ધ્રુવ. જ્ઞાનસ્વભાવ, અંતરમાં સ્વભાવ જે જ્ઞાન છે એ પુણ્ય-પાપ ને વિકલ્પથી પાર છે. એવા ચિસ્વભાવ વડે જ ચિસ્વભાવના પુંજ વડે પોતાનાં ઉત્પાદ-વ્યય ને ધ્રુવ ભવાય છે. એટલે કે ધ્રુવનું ધ્યાન કરતાં ઉત્પાદ-વ્યય થાય છે. ત્રણ થઈને એકત્વ છે. આહા!
નવી નવી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય, પૂર્વની પર્યાયનો વ્યય થાય, ધ્રુવપણે કાયમ રહે, (આત્મા) -એ ચિપુંજની દૃષ્ટિ વડે ઉત્પાવ્યય ને ધ્રુવ ભવાય છે એમ કહે છે. આહાહાહા ! ચિસ્વભાવ જે-જ્ઞાનસ્વભાવનો પુંજ પ્રભુ એ વડે પોતાના ઉત્પાવ્યય ને ધ્રુવ ભવાય છે એમ. ચિપુંજ વડે પોતે ત્રણે ભવાય છે એમ કહે છે. આહા !
કેમકે જ્ઞાયકસ્વભાવ ઉપર દૃષ્ટિ જતાં, એ ચિસ્વભાવના પુંજ વડે ઉત્પાનિર્મળ પર્યાય થાય છે, પૂર્વની પર્યાયનો વ્યય અભાવ થાય છે–વર્તમાન પર્યાયનો ભાવ થાય છે, પૂર્વનો અભાવ થાય છે અને ધ્રુવ ભાવ તરીકે કાયમ છે. આહાહા ! આવું છે.
ચિસ્વભાવના પુંજ વડે “જ'અભેદ વડે જ એમ કહે છે. કોઈ રાગ નહીં, ઉત્પાદ-વ્યયનું લક્ષ નહીં,
ચિસ્વભાવનો પુંજ..એ વડે પછી ઉત્પાવ્યય-ધ્રુવ (થાય )-ભવાય છે. આહાહા ! જ્ઞાનસ્વભાવના પુંજ વડે જ પોતાનાં ઉત્પાવ્યય-ધ્રુવ ભવાય છે. એટલે કે ચિસ્વભાવનાં પુંજની દૃષ્ટિ વડે પોતાનાં જ ઉત્પાવ્યય-ધ્રુવ કરાય છે. એમ કહે છે, રાગને કરાય છે ને એ વાત અહીંયાં નથી. (શ્રોતા-પરને કરી શકાય જ નહીં)
આંહી રાગ કરાય, એ પ્રશ્ન જ નથી આંહી, આંહી તો ચિત્ સ્વભાવના પુંજ વડે જત્રિકાળી જ્ઞાયકભાવ ઉપર દૃષ્ટિ પડવાથી, એ ચિસ્વભાવના પુંજ વડે જ તેનાં નિર્મળપર્યાયનો ઉત્પાદુ, નિર્મળપર્યાયનો વ્યય અને ધ્રુવ એ ચિસ્વભાવના પુંજ વડે જ એ ત્રણેય હોય છે, એમ કહે છે. ભવાય છે-કરાય છે-હોય છે. આહાહા! આવું ઝીણું. એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથીછે ને (શ્લોકમાં) ૫રમાર્થતયા' –એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી, જે એક છે.
ઉત્પા–વ્યય ને ધ્રુવ ત્રણ થવા છતાં એ ચિસ્વભાવના પુંજ વડે કરીને એ એક જ છે. એવા ‘પIR સમયસારમ્' –અપાર સમયસાર-જેમાં કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ