________________
ગાથા-૧૪૩
૪૩૭ અનુભૂતિમાત્ર એ સમયસાર-આ સમયસાર (છે). સમયસાર કોઈ વાણીમાં નથી, કોઈ લખાણમાં નથી, કોઈ વિકલ્પમાં નથી એમ કહે છે. આહાહા!
એવો જે ભગવાન આત્મા, સમયસાર સ્વરૂપ પરમાત્મસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ સમુચ્ચય-પરમ સ્વરૂપ, પરમ સ્વરૂપ તો પરમાણુનેય પરમસ્વરૂપ છે. પણ અહી પરમસ્વરૂપ કેવું કે જ્ઞાનસ્વરૂપ એમ, જ્ઞાનાત્મા અને તે પણ પ્રત્યજ્યોતિ પરથી તદ્ન ભિન્ન, અને આત્મખ્યાતિ-જે વસ્તુ જેવી છે તેવી પર્યાયમાં પ્રસિદ્ધ થઈ. આહાહા! અતીન્દ્રિય આનંદનું વેદન–અતીન્દ્રિય જ્ઞાનની કળા ખીલી-અતીન્દ્રિય વીર્યની કળા ખીલી -અતીન્દ્રિય પ્રભુત્વની કળા ખીલી, ઈશ્વર પ્રભુ પોતે એની પણ આત્મખ્યાતિમાં પર્યાયમાં કળા ખીલી ઈશ્વરતાની પણ કળા ખીલી એ કળા ખીલી, કેવળજ્ઞાનની કળાને પમાડશે માટે તેને “કળા” એમ કહેવામાં આવી છે. આહાહા! એવો આ સમયસાર છે. (શ્રોતા-આને માટે ક્યાંય એકાંતમાં બેસીને કાંઈ વિચારણા કરવી પડે ખરી)
એકાંત તો આ થયું, વિકલ્પરહિત છે ત્યાં બીજું કયું પછી એકાંત ને જ્યાં બેઠો હોય ત્યાં વિકલ્પરહિત છે ત્યાં...ઝીણી વાત છે ભાઈ...એકદમ! સમયસાર ચોથેગુણસ્થાને હજી, અનુભૂતિના કાળમાં, કેવળ વિજ્ઞાનઘન થયો હોવાથી, વિકલ્પને તો પકડવાના ઉત્સાહથી તો નિવૃત્ત થઈ ગ્યો છે. આહાહાહા! વિકલ્પો આવે, શ્રુતજ્ઞાન છે તેથી, પણ તેને પકડવાનો ઉત્સાહ, ઉત્સાહથી ત્યાંથી નિવૃત્ત થઈ ગયો છે. અને અંતરમાં ઉત્સાહ ગયો છે. વિકલ્પને પકડવાના ઉત્સાહથી નિવૃત્ત થયો છે. ભગવાન પૂર્ણાનંદથી ભરેલો પ્રભુ તેમાં તેનો ઉત્સાહ ભળી ગયો છે. આહાહા! હવે આવું સ્વરૂપ હવે છે એ વાડાવાળાને ઓલા વ્યવહારવાળા ને કહે, આવું શું કહેતા હશે એ? આ તો કોઈ કેવળીની વાત હશે, એમ કહે. કેવળીની વાત છે જ પણ છે ચોથાગુણસ્થાનની. આહાહા ! અનુભૂતિના કાળની વાત છે બાપુ ! કેવળજ્ઞાન પ્રગટ કરવાનું બીડું એની આ વાત છે. આહાહા ! આમાં વાદ વિવાદ કરવા જાય, કોની હારે વાદ કરે ? (શ્રોતા – અનાદિનો બહારમાં અભ્યાસ છે ને?) બહારનો ને એનો વિકલ્પનો...એ અંતર છે તદ્દન વિકલ્પ રહિત.
એ ચીજ જ એવી છે એ વાત એને સાળભવા નથી મળી. વસ્તુ જ એવી છે. એ પરમાનંદમૂર્તિ-વીતરાગમૂર્તિ-જિનસ્વરૂપી એ છે.આહાહાહા ! એ વસ્તુ જ જિનસ્વરૂપ વીતરાગસ્વરૂપ જ છે. એનું જ્યારે એને ભાન થાય-જ્ઞાન થાય ત્યારે પર્યાયમાં વીતરાગતા આવે છે. પણ વસ્તુ વીતરાગસ્વરૂપ છે જ ત્રિકાળ. આહાહાહા ! એ વીતરાગ કહ્યું હતું ને “ઘટ ઘટ અંતર જિન વસે' –એ જિનસ્વરૂપ જ છે. અકષાય સ્વભાવ સ્વરૂપનો પિંડ છે. વીતરાગમૂર્તિ છે. વીતરાગ જ્ઞાન, વીતરાગી જ્ઞાનમૂર્તિ એ છે. એ ત્રિકાળ એવો જ છે. પણ ઈ પકડવામાં જ્યારે આવે ત્યારે એને એવો છે એમ જણાય. એ વિના છે તો છે. આહાહા ! જ્યારે એનાં વિકલ્પથી રહિત થઈ-નિર્વિકલ્પપણે જ્યારે એને જાણે, ત્યારે એને એમ થયું કે આ તો જિનસ્વરૂપ જ છે. વીતરાગમૂર્તિ જ આત્મા છે. આહાહા!
આ પ્રશ્ન કર્યો'તો ને ભાઈએ, ત્રિભોવનભાઈએ, વારીયા એમ કે કારણપરમાત્મા છે તો કાર્ય હોવું જોઈએ. પણ કારણપરમાત્મા છે..એ કોને પ્રતીતમાં આવ્યું? જેને પ્રતીતમાં આવ્યું નથી, એને કારણપરમાત્મા ક્યાં છે? એને ભલે ત્યાં હો. આહાહા ! કારણપરમાત્મા કહો કે