________________
ગાથા-૧૪૩
૪૩૫ ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે, સમસ્ત નયપક્ષના પ્રહણથી દૂર થયા હોવાથી, કોઈ પણ નય પક્ષને ગ્રહતા નથી. એ કેવળી. હવે આંહી સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી, નીચે છે? આ તો સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી, કોઈ પણ નય પક્ષને ગ્રહતો નથી, નય “પક્ષને ગ્રહતો નથી, ઓલામાં નયપક્ષના પ્રહણથી દૂર થયા હોવાથી, આંહી (સાધક) નય પક્ષને ગ્રહતો નથી. ઝીણું બહુ બાપુ! આહાહા! કો' સમજાણું કાંઈ ? છ બોલ થયા. ફરીને, કેવળી
૧. જેવી રીતે કેવળી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે એ પહેલો બોલ છે ? તેવી રીતે છઠ્ઠી લીટી, તેવી રીતે જે શ્રુતજ્ઞાની આત્મા, ક્ષયોપશમથી જેમનું ઊપજવું થાય એવા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પ થતા હોવા છતાં, પરનું ગ્રહણ કરવા પ્રત્યે ઉત્સાહ નિવૃત્ત થયો છે એમ. વિકલ્પ પ્રત્યે ઉત્સાહ નિવૃત થયો છે. આવું ઝીણું!
૨. શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહાર નિશ્ચય પક્ષો, તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે.. શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર-નિશ્ચય નય પક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે..
૩. પરંતુ નિરંતર પ્રકાશમાન સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે–આંહીયા તો સહુજ, વિમળ સકળ કેવળજ્ઞાન વડે છે. આને અતિ તીક્ષ્ણ જ્ઞાનદષ્ટિથી, ગ્રેહવામાં આવેલા, નિર્મળ, નિત્ય-ઉદિત જોયું ઓલાને તો હજી કેવળીને સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન નિરંતર છે. ને આંહી આને કહે છે કે અતિ તીક્ષ્ણ જ્ઞાનદૃષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ, નિત્ય ઉદિત, ચિન્મય, સમયથી પ્રતિબદ્ધપણા વડે-એ વખતે અનુભવમાં ચિન્મયનો અનુભવ થયો.
૪. “સદા પોતે જ વિજ્ઞાનઘન થયા હોઈને'... એમ છે ને? કેવળીમાં. ચૈતન્યમય આત્માના અનુભવ વડે “તે વખતે”—અનુભવ વખતે પોતે વિજ્ઞાનઘન થયો હોઈને કેવળીમાં ઓલામાં કેવળીમાં “સદા” પોતે જ વિજ્ઞાનઘન થયા હોઈને, એમ છે ને એ ચોથો બોલ છે. અહીંયાં ચૈતન્યમય આત્માના અનુભવ વડે તે વખતે અનુભવ વખતે વિજ્ઞાનઘન થયો હોઈને એ ચોથો બોલ.
૫. પાંચમો, શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે... ભગવાન, એમાં શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પ તથા બહિર્બલ્પ વિકલ્પોની ભૂમિકાના, અતિક્રાન્તપણા વડે, આટલી વાત !
૬. છઠ્ઠો બોલ–શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે, સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી-કેવળી, કોઈ પણ નય પક્ષને ગ્રહતા નથી એ છઠ્ઠો. એમ (શ્રુતજ્ઞાનીને) સમસ્ત નયપક્ષના પ્રહણથી દૂર થયો હોવાથી, કોઈ પણ નય પક્ષને ગ્રહતો નથી...
તે આત્મા, કેવળી હારે મેળવ્યો એને (શ્રુતજ્ઞાની-સાધકને) આહાહા! ક્યારે? વાંચતો હોય ને, ભણતો હોય ને, બોલતો હોય ને કહેતો હોય ત્યારે નહીં એમ અંદરમાં નયપક્ષ કરતો હોય ત્યારે પણ નહીં, જ્યારે એ નયપક્ષને છોડી, હું અબદ્ધ છું, શુદ્ધ છું, એક છું એવો પણ એક વિકલ્પ છે-જ્ઞાનનાં પક્ષનો ક્ષયોપશમને લઈને ઉત્પન્ન થતો એવો એક વિકલ્પ છે, ક્ષાયિકને તો એ થાય જ નહીં પણ એ વિકલ્પને છોડીને, તે વખતે એટલે અનુભવ વખતે, એકલો જ્ઞાતાદૃષ્ટા છે. આહાહા ! છે? આહાહા!
કેવળી સદાય વિજ્ઞાનઘન છે, આ તે વખતે વિજ્ઞાનઘન છે. કેવળી, શ્રુતજ્ઞાનની ભૂમિકાને