________________
૪૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ને ? એટલે એ તો જ્ઞાતા-દ્રષ્ટા છે જ ભગવાન તો. –એથી નયના સ્વરૂપને જાણે એમ કહેવું એ તો નય પહેલાં હતી અને ગઈ અને એનું જ્ઞાન રહ્યું, તે જ્ઞાનથી જ્ઞાનને જાણે છે બસ. આહાહાહા ! ( શ્રોતાઃ– ખંડ ખંડ જાણે ) ખંડ ખંડ ન જાણે, ભેદ છે ને એ તો શ્રુતજ્ઞાનનો ભેદ છે ને અને આને છે શ્રુતજ્ઞાન નીચેનાને. એ વે લેશે જુઓ બીજો બોલ, આનો બીજો બોલ નીચેનો શ્રુતજ્ઞાનના અવયવભૂત, જુઓ આઠમી લીટી શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહા૨ નિશ્ચયનય પક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે. જોયું ? બેયને એક જ કહ્યું. કેમકે જયાં વિકલ્પ જ નથી, આ હું અબદ્ધ છું, શુદ્ધ છું એવો જ્યાં વિકલ્પ જ નથી, ત્યાં જાણે છે, કોને ? જાણનારને જાણે છે બસ. આહાહા ! કેવળજ્ઞાની જેમ શ્રુતના અવયવને ( જે ) એમને નથી, છતાં ‘જાણે છે’ એમ કહેવું, કેવળ જાણે છે એ તો જાણનાર જ છે બસ. આહા ! એમ આ વ્યવહાર નિશ્ચયના પક્ષોના સ્વરૂપને જ પક્ષ છે ને એને જાણે છે એમ નહીં. પક્ષ (તો ) છે નહીં એને કેવળ જાણે છે, જાણવું છે બસ ! અનુભવ વખતે જાણવું એક જ છે. ઝીણું છે ભાઈ.. ! કેવળ જાણે છે, છે ને. બે ( બોલ થયા )
ત્રીજું, પરંતુ કેવળી, નિરંતર પ્રકાશમાન, સહજ, વિમળ–સ્વાભાવિક વિમળ સકળ કેવળજ્ઞાન વડે–કેવળજ્ઞાન વડે, બસ ન્યાં ભગવાન સહજ કેવળજ્ઞાન વડે અને આંહી ત્રીજું અહીં અતિ તીક્ષ્ણ જ્ઞાનદૃષ્ટિથી ગ્રહવામાં આવેલા, અતિ તીક્ષ્ણ અનુભવકાળે જ્ઞાનદૃષ્ટિથી ગ્રહવામાં આવેલા, નિર્મળ, નિત્ય-દિત, ચિન્મય સમયથી, પ્રતિબદ્ધપણાને લીધે અર્થાત ચૈતન્યમય આત્માના અનભવને લીધે, તે વખતે કેવળ આટલો શબ્દ છે. અનુભવ કાળે ત્યાં નયનો પક્ષ નથી. ભગવાનને સદાય છે, આને અનુભવ કાળે આટલો ફેર. આહાહા !
ઝીણી વાતું બહુ કેવળીને સદાય જ્ઞાન છે, ત્યારે શ્રુતજ્ઞાનીને અનુભવકાળે-તે જ વખતે પોતે જ વિજ્ઞાનઘન થયો હોઈને-પોતે જ વિજ્ઞાનઘન થયો હોઈને, ઓલામાં એમ હતું નિરંતર પ્રકાશમાન સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે, એમ હતું. આંહી પોતે જ વિજ્ઞાન(ઘન ) ક્યારે ? –અનુભવના કાળમાં-અંતરના અનુભવના કાળમાં, પોતે જ વિજ્ઞાનઘન થયો હોઈને, આ ઈ ચોથો બોલ થયો. ત્રણ બોલ થયાને ‘સદા’ પોતે જ વિજ્ઞાનઘન થયા હોઈને, ઈ ચોથો બોલ છે જુઓ ! એ કેવળજ્ઞાની–સદા પોતે જ વિજ્ઞાનઘન થયા હોઈને, એ કેવળજ્ઞાની, આંહીયા ( શ્રુતજ્ઞાની ) પણ અનુભવ વખતે પોતે જ વિજ્ઞાનઘન થયો હોઈને, આહાહા ! બસ, એ ચાર (બોલ થયા ) એ ચાર ત્યાં સુધી થયા.
પાંચમો ( બોલ ), શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે, કેવળી. કેવળીને શ્રુતજ્ઞાનની ભૂમિકા જ નથી. શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે... અહીં શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના, અતિક્રાન્તપણા વડે–આહાહા ! કેવળી, શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે–એમને શ્રુતજ્ઞાનની ભૂમિકા છે નહીં ત્યારે આને ( શ્રુતજ્ઞાનીને ) અનુભવમાં, શ્રુતજ્ઞાનસ્વરૂપ સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના ‘અતિક્રાન્તપણા’ વડે –એને હતા ખરા, એનાં અતિક્રાન્તપણા વડે, પાંચ બોલ થયા. છઠ્ઠો બોલ શ્રુતજ્ઞાન, કેવળીને, શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે, છે? કેવળી શ્રુતજ્ઞાનની ભૂમિને ઓળંગી ગયા હોવાને લીધે, સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી, કોઈપણ નયના પક્ષને ગ્રહતા નથી. છઠ્ઠો બોલ. આહાહા ! શું કહ્યું ? કેવળી શ્રુતજ્ઞાનની