________________
૪૩૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫
બતાવતાં, વિકૃતસ્વરૂપ તેને બતાવે, એવા પુષ્કળ મોટા ચંચળ વિકલ્પ તરંગો વડે ઊઠતી, આ ઇંદ્રજાળ આ ઇંદ્રજાળ છે, એ આત્મસ્વરૂપ નહિ. આહાહાહા ! ઇંદ્રજાળ છે ઈ તો કહે ( છે. ) જેમ ઈન્દ્ર જેમ આમ હજ્જારો રૂપ ધારણ કરે ને ? સંકેલે તો બસ એકલો.
આ સમસ્ત ઇંદ્રજાળને ‘વિરળ’ વ’ જેનું સ્ફુરણ માત્ર જ અતીન્દ્રિય આનંદ સ્વભાવ ભગવાન, એમાં એકાગ્ર થતાં માત્ર, એ અતીન્દ્રિય આનંદનો અંશ સ્ફુરણ પ્રગટ થતાં, વિકલ્પની જાળ ક્યાંય ચાલી જાય છે. આહાહા ! ઇંદ્રજાળને જેનું સ્ફુરણમાત્ર, છે ને નીચે (ફુટનોટમાં અર્થ છે કે ) સ્ફુરણ = ફરકવું તે; ધનુષ્યટંકાર કરવો તે, ધનુષનો આમ ટંકાર થાય ત્યાં લશ્કર ચાલ્યું જાય. એમ ભગવાન આત્મા અંદર જ્ઞાતા-દૃષ્ટા આમ થયો જ્યાં અંદર ત્યાં વિકલ્પજાળ ભાગી
જાય બધી. આહાહાહા ! યસ્ય વિષ્ણુળદ્વ-જેનું સ્ફુરણ માત્ર ‘જ' q- છે ને યસ્ય વિરળન્ ‘વ’નિશ્ચય કર્યું–એને બીજાની જરૂર નથી કહે છે. આહાહા ! એ ભગવાન આનંદનો નાથ જયાં એક અંશે સ્ફૂરે છે તત્ક્ષણ-ભગાડી મુકે છે ઇંદ્રજાળ ને વિકલ્પની જાળ ત્યાં રહેતી નથી. બહુ આજ તો માલ–માલ બધો આવ્યો, માણસ થોડા છે. આહાહા !
(શ્રોતાઃ- વિકલ્પજાળ ગઈ કે નિર્વિકલ્પ થયો ) ‘તત્ ક્ષણ’ પાછું એમ. ( કહે છે) ‘વિષ્ણુર્ળન્ વ’– જરી પણ અંદ૨ સ્ફુરણ થઈ આત્મા આનંદમાં જાગ્રત થયો વિકલ્પ છોડીને, ત્યાં સ્ફુરણમાત્રથી, સ્ફુરણમાત્રથી આત્માથી, તત્ક્ષણ ભગાડી મૂકે છે તત્ વિન્નઇ: અસ્મિ−તે ચિન્માત્ર તેજ:પુંજ હું છું. આહાહાહા ! તે જ્ઞાનસ્વરૂપ-ચેતનસ્વરૂપ તે હું છું. એમ સમકિતી પોતાના આત્માને આવો માને છે. આહાહા !
ભાવાર્થ :- ચૈતન્યનો અનુભવ થતાં, સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇંદ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે તે ક્ષણે જ. આંહી ઉત્પન્ન થયો ને ત્યાં વ્યય થાય એમ કહે છે. કેમકે ક્ષણ તો એકની એક જ છે. જે ક્ષણે શાંતિ ઉત્પન્ન થઈ તે જ ક્ષણે વિકલ્પની અશાંતિનો વ્યય થયો. કા૨ણ કે સમય તો એક છે ને ? આહાહા ! તે ક્ષણે જ વિલય પામે છે, એવો ચિકાશ હું છું. વિશેષ કહેશે.( શ્રોતાઃ–પ્રમાણ વચન ગુરુદેવ !)
( હવે કહે છે કેઃ ) “ત્યારે આ (સમયસાર) સ્વયં ઉપયોગ હોવાથી” આત્મભગવાન, એ તો ઉપયોગ જ સ્વરૂપ છે. ત્રિકાળ જાણવું-દેખવું, એવું એનો ઉપયોગ સ્વરૂપ છે. એનો કાયમી સ્વભાવ અને સ્વરૂપ તો ઉપયોગ છે. એ ત્રિકાળ દર્શનશાન છે, એને પણ ઉપયોગ કહેવામા આવે છે. આહા...હા ! સ્વયં ઉપયોગ હોવાથી “મુકતમોહ( મોહ રહિત ) થયો થકો” –પર્યાયમાં પણ સ્વયં ઉપયોગરૂપ હોવાથી મુકતમો‚ થયો થકો ( અર્થાત્ શું કહે છે ? કેઃ ) પરત૨ફની સાવધાનીનો રાગાદિ ભાવ (હતો ) એનાથી સ્વત૨ફના અત્યંત ભેદજ્ઞાનને લઈને રાગથી મુકત થયો છે. –આવું મુનિપણું ! અને એ મુનિપણા વિના મુકિત નથી !
(પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૧૯૮, નિયમસાર ગાથા-૮૨ )