________________
શ્લોક-૯૦
૪૨૭ આપોઆપ ઊઠે છે. આહાહા ! વસ્તુમાં એ વિકલ્પ ઊઠે એવો સ્વભાવ નથી. આહાહા! એવો એ ચૈતન્ય છે. બહુ વિકલ્પોની જાળો “આપોઆપ ઊઠે છે. એટલે કે આત્માના દ્રવ્યના અવલંબન વિના, દ્રવ્યના આશ્રય વિના, પર્યાયમાં પરના લક્ષે વિકલ્પની જાળ આપોઆપ ઊઠે છે. આહાહા ! એ વિકલ્પની જાળ કીધી-દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ એ તો છે જ “જાળ” પણ (હું) આવો છું અબદ્ધ છું-અસ્પર્શી છું એને અહીંયા વિકલ્પની “જાળ” કીધી. એ જાળમાં ગૂંચાય ગયો કહે છે. આહાહા!
આહા...હા! એવી મોટી નયપક્ષકક્ષામેં જોયું? આપોઆપ ઉઠે છે એવી મોટી નયપક્ષામ છે, નયપક્ષકક્ષામ્ નયપક્ષની ભૂમિ, ભગવાને કહેલો એવો આત્મા શુદ્ધચૈતન્યઘન એવો પક્ષનો વિકલ્પ ઊઠે જે નયનો, તેને ઓળંગી જા–એને ઓળંગી જઈને, જે તત્ત્વવેદી મન્ત:વહિ: –અંદર અને બહાર સમતા-રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા-અંદરમાં સમતા વીતરાગમૂર્તિ છે, અને પર્યાયમાં પણ વીતરાગતા પ્રગટી છે. આહાહા ! મન્ત:વદિ. –અંતર તો વીતરાગમૂર્તિ આત્મા છે જ પણ બહાર, સમતા-સમરસ–બહારમાં પણ વિકલ્પની જાળ તોડી, તોડી એમ ઉપદેશ કહેવાય છે. બાકી આંહીં સ્થિર થાય છે એટલે (વિકલ્પની જાળ) તૂટી જાય છે. સમરસ એક રસ જ સ્વભાવ-સમતારસ રૂપ એક જ જેનો એકરસ સ્વભાવ છે. આહાહા! ભગવાનનો તો વીતરાગ સ્વભાવ જ છે, એકલો સમતા સમતા સમતા વિકલ્પની જાળ વિનાનો સમરસ સમરસ–સમતારસ-એકરૂપ વીતરાગરસ, આહાહા ! એવું જે આત્માનું સ્વરૂપ એવું છે. આહાહા !
સમતા-રસરૂપી એક રસ જ જેનો-ઓલી વિકલ્પ છે ઈ અસમતા હતી. હું નિશ્ચયે આવો છું ને વ્યવહારે આવો છું ને, એ બધી વિકલ્પની જાળ અસમતા હતી, ક્ષોભ હતો, મોહુ હતો. આહાહા! એને છોડીને, છે ને ઓળંગી જઈને છોડીને એટલે ઓળંગી જઈને સમતા રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે, આહાહા!વીતરાગ, રાગના વિકલ્પની જાળ વિનાનો, સમતાસ્વરૂપ જ પ્રભુ છે. સમતા એને બહારથી લાવવી નથી. સમતાસ્વરૂપ છે એવો અંતરમાં છે, એવો પર્યાયમાં સમતાસ્વરૂપ પ્રગટ થાય છે. આહાહા ! એ વિકલ્પ છે એ અસમતા છે-એ ક્ષોભ છે એને છોડીને સમરસ પર્યાયમાં, અંદરમાં તો છે-પર્યાય બહાર છે, પર્યાય અંદરમાં નથી. આહા ! અંદરમાં એટલે દ્રવ્યસ્વભાવમાં સમતારસનો પિંડ છે, પણ જ્યારે વિકલ્પ છોડે છે ત્યારે પર્યાયમાં સમતારસ-વીતરાગરસ-શાંતરસ આવે છે. આહાહા! એનું નામ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન કહેવાય છે. હજી તો આ ધર્મની પહેલી સીડી. આહાહાહા !
સમરસ એક રસ છે ને? “એક રસ, જેવો અંદર સમતા-વીતરાગમૂર્તિ પ્રભુ છે “એવો જ” પર્યાયમાં એકરસ વીતરાગ પર્યાય એકરસ પ્રગટી, એકરસ જ જેનો સ્વભાવ છે એવા અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને અનુભૂતિમાત્ર “એક–સમરસ સમતા સ્વરૂપ ત્રિકાળ છે,તેની પર્યાયમાં અનુભૂતિમાં સમતા આવી અનુભૂતિમાત્ર એક પોતાના સ્વરૂપને પામે છે. બધાં વિકલ્પોને છોડી, નિશ્ચયનયના, શુદ્ધનયના પક્ષના વિકલ્પોને પણ છોડી, ત્રિકાળી સમતારસનો પિંડ અંદર, તેને પર્યાયમાં સમરસ-અનુભૂતિ આવે છે. આહાહા!
અજાણ્યા માણસને તો આ શું સૂઝે શું કહે છે આ? આવો તો જૈનધરમ હુશે? લ્યો, આ