________________
શ્લોક-૯૦.
૪૨૫ લાયક છે ને દેખવાલાયક નથી. ઈ તો છે ઈ છે. એ દેશ્યનો વિકલ્પ તો છોડ્યો, પણ અદેશ્યનો વિકલ્પ ય છોડવો. વેધ અવેધ વેદવા યોગ્યને અવેદવા યોગ્ય–વેદવા યોગ્ય છે. અને જે વેદવા યોગ્ય નથી એનો વિકલ્પ તો છોડાવતા આવ્યા છીએ, વેદવા યોગ્ય છે એનો વિકલ્પ છોડવા યોગ્ય છે. આહાહાહા ! “ભાત-અભાત”—ભાત જણાય એવો છે પ્રત્યક્ષ થાય એવો છે, અભાત પ્રત્યક્ષ થાય એવો નથી. આ પ્રત્યક્ષ થાય એવો છે ઈ અસ્તિ છે, પ્રત્યક્ષ થાય એવો નથી એનો તો નિષેધ કરતા આવ્યા છીએ, પણ પ્રત્યક્ષ થાય છે એનો વિકલ્પ પણ તેનો નિષેધ કરીએ છીએ. આહાહા !
નવા માણસને તો આમાં કાંઈ સૂઝ પડે નહીં, આવું સ્વરૂપ છે.
ઈત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષાપૂર્વક જે રીતે કહેવા માગ્યું છે, તે રીતે સમજીને, વિવક્ષા એટલે જે રીતે કહેવામાં આવી છે વસ્તુને તે રીતે જ સમજીને, તત્ત્વનો એટલે કે વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને, વિકલ્પ દ્વારા વસ્તુસ્વરૂપનો નિર્ણય કરી નયોના પક્ષપાતને છોડ છે પછી નયનો જે વિકલ્પ છે રાગ એને છોડે છે, તે પુરુષને ચિસ્વરૂપ જીવનો ચિસ્વરૂપે અનુભવ પાઠ છે ને? વિવિવેવ-જ્ઞાન છે તે જ્ઞાનનો જ અનુભવ રહે છે. એક વિકલ્પનો ક્ષોભનો અનુભવ મટી જાય છે માળે અર્થ પર્ણ....
જીવમાં અનેક સાધારણ ધર્મો છે.પરંતુ ચિત સ્વભાવ તેનો પ્રગટ અનુભવ યોગ્ય અસાધારણ ધર્મ છે-એ શું કીધું? જીવમાં અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ અસાધારણ ધર્મો છે જે પોતામાં પણ છે અને બીજામાં પણ છે એવા અનેક સાધારણ ધર્મો છે. પરંતુ ચિત્ત સ્વભાવ તેનો પ્રગટ અનુભવ ગોચર અસાધારણ ધર્મ છે એ જાણનાર ધર્મ એક જ વસ્તુમાં અસાધારણ જીવ કોઈ બીજામાં નથી અને એવો કોઈ બીજો પોતામાંય નથી. એક જ ચિત સ્વભાવ એવો જે ભગવાન અસાધારણ, કે જે સ્વપરને જાણે, બીજા ધર્મો પોતામાં છે પણ એ અતિ તરીકે છે જાણનાર નથી. જાણનાર તો આ એક અસાધારણ ચિત સ્વભાવ જ છે. આ તો ચિદ એવ ચિદ એવ અનુભવ કર –કેમ કહ્યું એમ એનો ખુલાસો એમ જીવમાં અનેક સાધારણ એટલે આત્મામાં પણ છે, જડમાં પણ છે, બીજા આત્મામાં પણ છે– એવા ધર્મો છે પરંતુ ચિત્ત સ્વભાવ એનો પ્રગટ અનુભવગોચર છે. કારણકે પર્યાયમાં જ્ઞાનનો ઉઘાડ છે – પણ એ દ્વારા અંદરમાં જાય તો પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવ થાય – ચિત્ત સ્વભાવ તેનો પ્રગટ અનુભવ ગમ્ય અસાધારણ એ એક જ ગુણ એવો છે ( જ્ઞાન કે સર્વને જાણે છે ) એ અનંતગુણ જાણતા નથી.
આ, જ્ઞાન ગુણ જ જાણે છે, બીજા ગુણને ય જાણવા હોય તો તે જાણનારથી પ્રસિદ્ધ થાય. આત્મામાં આનંદ છે ઈ આનંદ નહિ પ્રસિદ્ધ કરી શકે, આનંદને જાણનારું જ્ઞાન (છે તે ) પ્રસિદ્ધ કરશે કે આનંદ છે ઈ “જાણનાર’ પ્રસિદ્ધ કરશે. આનંદ છે એ અસ્તિત્વ છે પણ આનંદમાં જાણવાનો સ્વભાવ નથી. માટે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિસ્વરૂપ કહ્યો છે ભગવાન તો જ્ઞાનસ્વરૂપ જ છે બસ. બીજા ગુણો છે, પણ બીજા અસાધારણ નથી એટલે કે બીજા પણ છે માટે એથી જુદું પાડવાનું સાધન છે.
જ્ઞાન તે આત્મા, અસ્તિત્વ તે આત્મા એમ કહીએ તો “છે' –અસ્તિત્વ છે. “છે' તો