________________
શ્લોક–૭૧ થી ૮૯
૪૨૩
શ્લોકાર્થ:-[ વેદ્ય: ] જીવ વેધ (-વેદાવાયોગ્ય, જણાવાયોગ્ય ) છે[T] એવો એક નયનો પક્ષ છે અને [ ન તથા ] જીવ વેધ નથી [પરફ્ય] એવો બીજા નયનો પક્ષ છે; [ કૃતિ ] આમ [ વિત્તિ ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ હ્રયો: ] બે નયોના [āૌ પક્ષપાતી ] બે પક્ષપાત છે.[ ય: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત: ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ તસ્ય ] તેને [ નિત્યં ] નિરંતર [વિત્] ચિત્સ્વરૂપ જીવ [ વસ્તુ વિત્વ અસ્તિ ] ચિત્સ્વરૂપ જ
છે. ૮૮.
શ્લોક - ૮૯ (૪૫નાતિ)
एकस्य भातो न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ८९ ।।
શ્લોકાર્થ:- [ માત: ] જીવ ‘ભાત’ (પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ) છે [VT]એવો એક નયનો પક્ષ છે અને [ન તથા ] જીવ ‘ભાત’ નથી [પરસ્ય] એવો બીજા નયનો પક્ષ છે; [ કૃતિ ] આમ [ વિત્તિ ] ચિત્સ્વરૂપ જીવ વિષે [āયો: ] બે નયોના [કો પક્ષપાતì] બે પક્ષપાત છે.[ય: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત: ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ તસ્ય ] તેને [ નિત્ય] નિરંતર [વિત્] ચિત્સ્વરૂપ જીવ [ હતુ વિત્ વ અસ્તિ] ચિત્સ્વરૂપ જ છે ( અર્થાત્ તેને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે).
ભાવાર્થ:-બદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ, રાગી અરાગી, દ્વેષી અદ્વેષી, કર્તા અકર્તા, ભોકતા અભોકતા, જીવ અજીવ, સૂક્ષ્મ સ્થૂલ, કા૨ણ અકા૨ણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક, સાન્ત અનન્ત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દેશ્ય અદૃશ્ય, વેધ અવેધ, ભાત અભાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષાપૂર્વક તત્ત્વનો-વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષાપૂર્વક તત્ત્વનો-વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિસ્વરૂપ જીવનો ચિત્સ્વરૂપે અનુભવ થાય છે.
જીવમાં અનેક સાધા૨ણ ધર્મો છે પરંતુ ચિત્ત્વભાવ તેનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિત્સ્વરૂપ કહ્યો છે. ૮૯.
શ્લોક-૮૯ ઉ૫૨ પ્રવચન
બદ્ધ અબદ્ધનો વિકલ્પ છોડવો, તેમ મૂઢ છે ને અમૂઢ છે એનો વિકલ્પ છોડવો, પર્યાયમાં મૂઢ છે ને વસ્તુએ અમૂઢ છે, એવો વિકલ્પ છોડવો. રાગી અરાગી, વ્યવહા૨ે ૨ાગી છે, નિશ્ચયે અરાગી છે. એનોય પક્ષ છોડવો. દ્વેષી અદ્વેષી, પર્યાયમાં દ્વેષ છે, વસ્તુ અદ્વેષી છે, એનો પક્ષ છોડવો. એ તો પહેલું કહેતા આવ્યા છીએ કે વ્યવહારનો પક્ષ તો છોડાવતા આવ્યા છીએ.