________________
૪૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ બદ્ધનો, મૂઢનો, રાગીનો, દ્વેષીનો...આંહી તો હવે અબદ્ધનો, અમૂઢનો, અરાગીનો, અદ્વેષીનોએનો વિકલ્પ છોડાવે છે આંહી. ઈ આવી ગયું ને પહેલું વ્યવહા૨નો પક્ષ તો છોડાવતા આવ્યા છીએ. આહાહા !
કર્તા અકર્તા–એક પક્ષ કહે છે કે રાગનો કર્તા છે વ્યવહારે, નિશ્ચયથી અકર્તા વસ્તુ છે. પણ એ પક્ષપાત અકર્તાપણાનો પક્ષપાત પણ છોડી દેવો, છોડી દઈને કર્તા છે એમ નહીં, ચિદાનંદ જ્ઞાનસ્વરૂપ છે એ અકર્તા છે એવો જે વિકલ્પ છે–રાગ છે એને છોડીને અકર્તાપણાનું વેદન ક૨વું, અકર્તાપણાના સ્વરૂપનું વેદન કરવું. આહાહા ! ભોક્તા અભોક્તા–એક (પક્ષ ) કહે છે કે રાગનો ભોક્તા છે, બીજો કહે છે ભોક્તા નથી. રાગ (નો ) ભોક્તા નથી એ વાત સાચી છે, પણ છતાં એનો જે પક્ષરૂપ વિકલ્પ છે, એને છોડી દેવો. ઓલો વ્યવહા૨નો તો નિષેધ કરતા આવ્યા જ છીએ, એ પહેલું કીધું–ભોક્તા (છે ) એનો તો નિષેધ કરતા આવ્યા છીએ, અભોક્તાનો નિષેધ (કર ) હવે તો આંહી એમ કહે છે. ‘અભોક્તા છે’ પણ એનો વિકલ્પ જે રાગ, એના પક્ષપાતમાં રહેવું, છોડી દેવું. આપે આરે આવું ક્યારે (કરે!) સાંભળવા મળે એવું નથી. આહાહા !
જીવ અજીવ, એક કહે કે જીવ છે, બીજો કહે કે જીવ નથી, ૫૨ની અપેક્ષાએ. ‘જીવ છે’ એવો વિકલ્પ પણ છોડી દેવો, જીવ નથી એ તો વ્યવહારનો વિકલ્પ પ્રથમથી જ છોડાવતા આવ્યા છીએ. જીવ છે, એનો પણ વિકલ્પ છોડી દેવો. આહાહા ! સૂક્ષ્મ સ્થૂલ-સૂક્ષ્મ છે ઈ છે. સ્થૂલ છે ઈ વિકલ્પને તો છોડાવતા આવ્યા છીએ, પણ સૂક્ષ્મ છે એના વિકલ્પને પણ છોડવાનું ( કહે છે ). ‘કા૨ણ અકા૨ણ’ કા૨ણ છે ઈ વ્યવહા૨ કહેવાય છે, અકારણ છે એ નિશ્ચય છે. કોઈનું એ કા૨ણ જ નથી. આહાહા ! એને જ હવે નિષેધ ક૨વા માટે, કા૨ણ તો નથી કોઈનું પણ એ કોઈનું અકા૨ણેય નથી. અકારણ છે એવો એક પક્ષ છે વિકલ્પ છે ( એને ય છોડી દેવો. ) ‘કાર્ય અકાર્ય’ કાર્ય કોઈનું નથી, તેમ અકાર્ય છે, એવો પણ એક વિકલ્પ છે એય છોડવાનો (છે. ) ‘ભાવ અભાવ’–ભાવ છે ખરો ઈ ૫૨થી અભાવ છે. અભાવનો તો નિષેધ છે, પણ ‘ભાવ’ ના વિકલ્પનોય નિષેધ છે. આહાહા ! ‘છે ભાવ’ સ્વરૂપ (પણ ) એના વિકલ્પનો નિષેધ છે. હવે આવું ઝીણું
( કહે છે ) ‘એક અનેક’-અનેકની દૃષ્ટિ તો છોડાવતા આવીએ છીએ, વ્યવહા૨, પણ એક રૂપે છે–એક રૂપે છે, એવો જે વિકલ્પ પણ છોડાવે છે, ઝીણું છે થોડા માણસમાં ઠીક આ ‘સાન્ત અનન્ત’–સાન્ત એટલે પર્યાયથી સાન્ત છે, વસ્તુથી અનંત છે. પર્યાયથી સાન્ત છે, એનો તો નિષેધ છે, પણ વસ્તુ અનંત છે અનંત-અનંત છે. ‘નિત્ય અનિત્ય’–અનિત્યનો તો નિષેધ કરતા જ આવ્યા છીએ, પણ નિત્યના પક્ષનો વિકલ્પ છોડવો. આહાહા ! ‘વાચ્ય અવાચ્ય’-વચનથી કહેવા લાયક છે, એ અપેક્ષા તો છોડતા આવ્યા છીએ, અવાચ્ય-વચનથી કહી શકાય નહીં એવું છે એનો ય પણ વિકલ્પ છોડી દેવો. ‘નાના અનાના’–અનેક પ્રકારે છે એનો તો નિષેધ કરતા આવ્યા છીએ, પણ અનેક પ્રકાર નથી, એક જ પ્રકા૨ છે એવો પણ વિકલ્પ છોડી દેવો. ‘ચેત્ય અને અચેત્ય’–ચેત્ય જાણવા લાયક છે, અચેત્ય-જાણવા લાયક નથી. જાણવાલાયક નથી એ તો નાસ્તિ થઈ, જાણવાલાયક છે પણ છતાં એનો વિકલ્પ છોડવા લાયક છે. ‘દૃશ્ય અદૃશ્ય ’દેખવા