________________
૪૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ વ્રત ક૨વાં ને તપ–અપવાસ કરવા ને તેનાથી ધર્મ થાય અધરમ થાય. આંહી તો પક્ષપાત કરે તોય વિકલ્પ ને અધરમ થાય અબદ્ધ સ્પષ્ટ છું સિદ્ધસ્વરૂપ છું, એવો વિકલ્પ ઊઠાવે તો પક્ષ એ પણ દુઃખ ને રાગ છે. આવું છે!
માટે શુદ્ધનયને જાણીને, જાણવી ખરી કે આ વસ્તુ કેવી છે એમ કે...જાણીને–સર્વજ્ઞપરમેશ્વર જે આત્મા કહે છે અને બીજાઓ આત્મા કહે છે એમાં મોટો ફેર છે. આહાહા ! શ્વેતાંબરમાં કહ્યો છે ને સર્વજ્ઞ કહે છે એમાંય ફેર છે આત્માની શૈલીમાં ફેર છે બેયમાં માટે પહેલું શુદ્ધનયને જાણીને, એમ કહે છે. બીજાંઓથી જુદું કહે છે એ શું છે, એને જાણીને, વિકલ્પમાં આવીને એનો પણ પક્ષપાત છોડી દઈને, આહાહા ! શુદ્ધસ્વરૂપનો અનભવ કરી–શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર, ઈ સ્વરૂપાચરણ, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર. આહાહા ! હજી તો આ ચોથાગુણસ્થાનનું સ્વરૂપ–ચારિત્ર, સમકિતીનું. આહાહા ! સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી, વીતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. બહુ ટુંકું ! ક્યાંના ક્યાંય હજી અટક્યા હોય. આહાહા પછી શ્લોક છે આ બધાં છેલ્લામાં લઈ લીધું. છેલ્લામાં છે જુઓ ભાવાર્થ એ બધાં કળશો થઈ ગ્યાને ભાવાર્થ છે બદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ ( આદિ ) બધાંને ભેગાં કર્યાં છે, બધામાં વાત એક જ કરી છે.
શ્લોક - ૭૧ (૩૫નાતિ)
एकस्य मूढो न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।७१।।
શ્લોકાર્થ:-[ મૂઢ: ] જીવ મૂઢ (મોહી ) છે[ VT ] એવો એક નયનો પક્ષ છે અને [ન તથા ] જીવ મૂઢ (મોહી ) નથી [ પરફ્ય] એવો બીજા નયનો પક્ષ છે, [ત્તિ ] આમ [વિત્તિ ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ ધૈયો: ] બે નયોના [ ૌ પક્ષપાતૌ ] બે પક્ષપાત છે. [ ય: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત: ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે[તસ્ય] તેને [ નિયં]નિરંતર [વિત્]ચિત્સ્વરૂપ જીવ[ વસ્તુવિદ્વ અસ્તિ ] ચિત્સ્વરૂપ જ છે( અર્થાત્ તેને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે ). ૭૧.
શ્લોક - ૭૨ (૩૫નાતિ)
एकस्य रक्तो न तथा परस्य चिति द्वयोर्द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।७२।।