________________
૪૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૫ અનુભવાય છે).
ભાવાર્થ :- આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે, અને જીવને શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો છે, એ રીતે જીવ-પદાર્થને શુદ્ધ, નિત્ય, અભેદચૈતન્યમાત્ર સ્થાપીને હવે કહે છે કે આ શુદ્ધનયનો પણ પક્ષપાત (વિક૯૫) કરશે તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહિ પામે. અશુદ્ધનયની તો વાત જ શી ? પણ જો કોઈ શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તો, પક્ષનો રાગ નહિ મટે તેથી વીતરાગતા નહિ થાય. પક્ષપાતને છોડી ચિન્માત્ર સ્વરૂપ વિષે લીન થયે જ સમયસારને પમાય છે. માટે શુદ્ધનયને જાણીને, તેનો પણ પક્ષપાત છોડી, શુદ્ધસ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી, વીતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. ૭૦.
શ્લોક-૭૦ ઉપર પ્રવચન एकस्य बद्धो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।७० ।। -જીવ કર્મથી બંધાયેલો છે એવો એક નયનો પક્ષ વિકલ્પ છે. વ્યવહારનો એક વિકલ્પ છે. જીવ કર્મથી બંધાયેલો નથી-એવો બીજો નિશ્ચયનયનો એક વિકલ્પ છે. આમ ચિસ્વરૂપ જીવ ભગવાન -જ્ઞાનસ્વરૂપ પ્રભુ તો છે ચૈતન્યમૂર્તિ, એવો જીવ, એમાં બે નયોના બે પક્ષપાત છે. વસ્તુ સ્વરૂપ તો શુધ્ધ નિર્વિકલ્પ છે. પણ એ વસ્તુના સંબંધમાં, બે નયોના પક્ષપાત છે.
જે તત્ત્વવેદી એટલે કે જે તત્ત્વનો અનુભવનાર તત્ત્વનો વેદી એટલે તત્ત્વનો જાણનાર, એટલે કે ઈ તત્ત્વની વેદનાર પક્ષપાત રહિત છે. અબદ્ધ છું કે અબદ્ધ છું, એના પક્ષથી પણ એ તો રહિત છે. આહાહા ! ક્યાં ધીરજ? ક્યાં લઈ જવી વાત? ને ક્યાં અટક્યો છે બહારમાં, આહા!
તેને પક્ષપાત રહિત છે તેને નિરંતર ચિસ્વરૂપ જીવ- વિવિવેવ' પહેલું કહ્યું'તું ને કે ‘વિતિ' ચિસ્વરૂપ જીવ વિષે એમ હતું-વિતિ-ચિત્ સ્વરૂપ વિષે-વિતિ ચિસ્વરૂપ જીવ વિષે, એમ હતું પહેલાં, એમાં બે નય હતી એમ હતું ને? એને જાણનારી નય અથવા તે પોતે જ શુદ્ધનય-વસ્તુ, એને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે-પહેલું તો એ સિદ્ધ કર્યું કે પહેલેથી વ્યવહારને તો અમે ગૌણ કરીને નિષેધ કરતા આવ્યા છીએ, એટલે એની વાત તો એક કોર રાખ હવે, પણ શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું, કે ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી અનેક થાય છે-એ પક્ષપાતથી ચૈતન્યના પરિણામ, –પરનિમિત્તથી વિકલ્પથી અનેક થાય છે. તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે. આ જીવને શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો છે ભગવાન શુદ્ધ ચૈતન્ય માત્ર અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા છે.