________________
૪૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ કીધું છે એ જ પ્રમાણે છે, પણ વિકલ્પ સહિત જે જાણે છે તેથી એને એનો અનુભવ થતો નથી. વિકલ્પ રહિત થાય તો કેવું છે તેવો જ અનુભવ થાય એને અહીંયા ધર્મ અને સમયસાર
(શ્રોતા પ્રમાણ વચન ગુરુદેવ, સગુરુદેવનો જય હો!)
કહે છે.
પ્રવચન નં. ૨૨૧ શ્લોક ૬૯ થી ૯૧ ઉપર પ્રવચન
મંગળવાર, વૈશાખ સુદ-૧૨, તા.૮/૫/૧૭૯ સમયસાર, ઓગણોસીત્તેરમો જે કળશ છે ને, તેનો ભાવાર્થ છે. છે ને? શબ્દાર્થ આવી ગયો છે ભાવાર્થ. જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહે છે-પરવસ્તુ મારી છે એ વાત તો ક્યાંય રહી ગઈ, પરનું કાંઈ કરવું, એ પણ ક્યાંય રહી ગયું, ફક્ત આંહી તો આત્મા વસ્તુ છે, એમાં નિમિત્ત તરીકે રાગનો સંબંધ છે, સ્વભાવમાં એ નથી પણ કહે છે જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહેહું અબદ્ધ છું, શુદ્ધ છું, એવો પક્ષ પણ રહે રાગ ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. આહાહા ! અંતરમાં નયનો પક્ષ રહે ત્યાં સુધી ચિત્તમાં ક્ષોભ વિકલ્પ છે એ ક્ષોભ છે. આંહીયા તો હજી વ્યવહાર, રત્નત્રય કરે વ્યવહાર, તો નિશ્ચય થાય. આંહી ઊંધે રસ્તે ચડી ગયા છે. એ વ્યવહારેય પણ કહેવાય નહિ, નિશ્ચય વિના.
આંહી કહે છે, જ્યાં સુધી વસ્તુનું સ્વરૂપ છે એવો પણ એક નયપક્ષ જો રહે સ્વરૂપ છે એવું, એવું છે એવો પણ એક નયનો પક્ષ વિકલ્પ રહે, ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. આહાહાહા ! ત્યાં સુધી તેને સમ્યગ્દર્શન થતું નથી એમ કહે છે. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય-બધો પક્ષપાત મટી જાય હું શુદ્ધ છું, પૂર્ણ છું, અખંડ છું એવો પણ એક નયનો પક્ષ, વિકલ્પ છે રાગ એ છૂટી જાય, ત્યારે વીતરાગ દશા થઈ (કહો) આંહી તો એ લીધું હજી તો, વીતરાગ કોઈ કહે તો આગળ થાય સાતમે. આ તો વીતરાગ દશા જ છે, નયપક્ષનો વિકલ્પ છોડી, અને સ્વભાવનો અનુભવ કરે દૃષ્ટિ કરીને એ દૃષ્ટિ વીતરાગ છે, એ અનુભવ જ વીતરાગ છે, ધર્મનું પહેલું પગથિયું આ છે. આરેરે !
નયોનો સર્વ પક્ષપાત મટી જાય. આહાહા ! બીજું તો બધું જાય બીજા મને મદદ કરે, તો મને કંઈક લાભ થાય એ વાત-પક્ષ તો ક્યાંય જાય, એ પક્ષ તો બધાંય ખોટાં છે, પણ વસ્તુ રહે સ્વરૂપ છે એનો પણ નયનો પક્ષ રહે ત્યાં સુધી વીતરાગદશા ન થાય. ત્યાં સુધી તો રાગ દશા છે. આવો મારગ સર્વ નયપક્ષો મટી જાય, ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા (થાય). જોયું? વીતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય (છે.) આહાહા!
છેલ્લામાં છેલ્લું છે. સંપ્રદાયમાં તો છે નહિ આ વાત. લોકોને આકરી લાગે કે આ શું છે? આ તો ધરમ જેને પ્રગટ કરવો હોય ધર્મ વસ્તુ તો છે, વસ્તુમાં તો ધર્મ એટલે સ્વભાવ છે, પણ પર્યાયમાં જેણે પ્રગટ કરવો હોય, એણે તો બધાં નયપક્ષના વિકલ્પો પણ છોડી દેવા પડશે. ત્યારે તેને વીતરાગ દશા થઈને, સ્વરૂપની શ્રદ્ધા, જોયું હુજી તો “સ્વરૂપની શ્રદ્ધા', સ્થિરતા પછી. આહાહા ! ત્યારે તો “સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ' થાય છે. જે ઓલી વિકલ્પવાળી હતી તે રાગવાળી ક્ષોભવાળી હતી. આહાહા !