________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ‘સાક્ષાત્ અમૃત પીવન્તિ' એટલે ? પ્રભુ અમૃતસ્વરૂપ તો હતો પણ, વિકલ્પને તોડીને સાક્ષાત્ વર્તમાન અમૃતને પીએ છે. અમૃતસ્વરૂપ તો હતો, ત્રિકાળ અમૃતસ્વરૂપ ભગવાન છે. આહાહા ! એથી કીધું કે સાક્ષાત્ વર્તમાનમાં અમૃતને અનુભવે છે–એ વિકલ્પ તોડનાર સાક્ષાત્ આનંદને અનુભવે છે. અમૃતને અનુભવે છે. આહાહા ! એ વિકલ્પ છે તે ‘ઝે૨’ છે. એમ યું કે નહીં ? મહાવ્રતના પરિણામ તો ઝેર છે પણ હું અબદ્ધ છું એવો વિકલ્પ પણ પ્રભુ, અમૃતના સાગર પાસે એ ઝેર છે. આહાહા !
૪૧૦
કેટલી ધી૨જ જોઈએ ? એને સંકેલવા માટે કેટલી અંદર ધગશ જોઈએ. આહા ! આહાહા ! સાક્ષાત્ અમૃત પીએ છે. આહાહા ! ઓલામાં આવ્યું છે ને ત્યાં પુણ્ય-પાપ ( અધિકા૨માં ) કે આ તમે બધું કાઢી નાખ્યું વ્રત મહાવ્રત આદિ તો પછી એને શરણ શું ? (મુનિરાજને શ૨ણ શું ?) એ આવી ગયું છે, એ શ૨ણ આત્મા, એ –આનંદનો અનુભવ કરે એ શ૨ણ છે. ક૨વાનું કંઈ છે નહીં, એની તો તમે ના પાડી વ્રત નેતપ નેઅપવાસ ને આ ને આ, વિનય ને ભક્તિ ને પૂજા ને ભગવાનનો વિનય કે ‘ના’ એ વિકલ્પ બધાંય. આહાહા!
ત્યારે આ બધું કરવાનો નિષેધ કર્યો તો એને છે હુવે છે શું ? છે અણકરાયેલો ભગવાન અમૃતસ્વરૂપ છે, એનું વેદન કરે ઈ સાક્ષાત્ અમૃત પીએ છે, એમ કહેવાય છે. આહાહા ! જેમ શે૨ડીના રસને ઘૂંટડે ઘૂંટડે જેમ પ્રેમથી પીએ છે, એમ ભગવાન આત્મા અમૃતનો સાગર પ્રભુ, રાગની વિકલ્પની વૃત્તિ તૂટીને સાક્ષાત્ અમૃતના ઘૂંટડા પીએ છે કો' આનું નામ સમ્યગ્દર્શન ને સમ્યગ્નાન છે. આહાહા ! ( શ્રોતાઃ- સાક્ષાત્ એટલે ?) કીધું ને આંહી પર્યાયમાં જેવું છે એવું પર્યાયમાં આવ્યું એમ કીધું'તું–આમ તો ( વસ્તુ ) અમૃતસ્વરૂપ જ છે એમ કહ્યું હતું અમૃતસ્વરૂપ છે જ. પણ પર્યાયમાં સાક્ષાત્ અમૃત પીએ છે. આહાહા ! આવી વાતું. સાંભળવી ય કઠણ પડે વીતરાગ ૫રમાત્મા આમાં કાંઈ સંખ્યાની કાંઈ જરૂર નથી આને કે બહુ સંખ્યા ઝાઝી હોય તો સાચું. આહા !
વિકલ્પજાળથી ભિન્ન રહિત શાંત થયું થકું એવા થયા થકા, એમ કહે છે ને થયા થકા એટલે પોતાના પુરુષાર્થથી, સ્વભાવરૂપ થયા થકા, વિભાવને તોડીને–તૂટીને, સ્વભાવરૂપ થયા થકા એટલે કર્મ ખસ્યું માટે થયા એમ કાંઈ નહીં. – પોતાના પુરુષાર્થથી શાંત ચિત્ત થયા થકા, સાક્ષાત્ પર્યાયમાં અમૃત એ આનંદને પીએ છે. એ દ્રવ્ય ને ગુણરૂપે તો અમૃત હતું અંદ૨, પણ
-
આ વિકલ્પ તોડયો ત્યારે સાક્ષાત્ પર્યાયમાં અમૃતને પીએ છે. આહાહાહા ! નિર્વિકલ્પ રસ પીજીએ, આહાહા !વિકલ્પની જાળ ! આ તો શાંત ને ધી૨જનાં કામ છે ભાઈ, આ કોઈ પક્ષ ને વાડો બાંધીને લાખો માણસને તેને માને તો સાચું ને વિદ્વાનો માને તો સાચું, એવું કાંઈ નથી. વિદ્વાનો તો કીધું ને, વિદ્વાનો ભૂતાર્થ તજીને વ્યવહારમાં વળગ્યા છે, એ વિદ્વાનો, એ એ વખતે કીધું છે ભગવાને-કુંદકુંદાચાર્ય ભગવાને. આહાહા !
ભૂતાર્થ તજી વ્યવહા૨માં વર્તન કરે, પણ મુક્તિ તો નિશ્ચયઆશ્રિત આત્માને છે. આહાહા ! જેનું હજી જ્ઞાન જ સાચું નથી વ્યવહારનું, ને એ સાચા જ્ઞાન વિના ૫૨મ સત્યસ્વરૂપ ત૨ફ કેમ ઢળી શકશે ? પરમ સત્ય પ્રભુ છે અંદર-સત્ સાહેબ પૂર્ણાનંદનો નાથ એનાં બાહ્યલક્ષવાળા જ્ઞાનમાં પણ હજી ભૂલ છે, વિપરીત છે, એ અંદ૨માં નહિ જઈ શકે. વસ્તુનું સ્વરૂપ એમ છે. ‘નહિ