________________
શ્લોક-૬૯
૪૦૯ તોડી-તોડી એ તો ભાષા કહેવાય, ન્યાં ભાઈ હતા ને અરૂણભાઈ પ્રોફેસર એણે આ લખ્યું હશે ને ઈ પ્રમાણે ભાષણ આપ્યું હશે, ઈ લખ્યું'તું મને બતાવતો'તો એમ કે મેં આમ લખ્યું આમ સમજે તો તોડી નાખે ને છોડી નાખે ને બંધનો નાશ કરે, કહ્યું ભાઈ, એ તો બધાં અપેક્ષાના કથન છે. પણ છે માણસ નરમ, બહુ ખુશી થયો–બહુ ખુશી થયો, દરરોજ સવારે બપોરે આવતો ને કહેતો કે, ઓહોહો આ વાત! નહિ તો ત્યાં તો પ્રોફેસર છે ભાવનગરમાં મોટી પાઠશાળામાં (શ્રોતાઃ- જેતપુરના રહીશ છે.) જેતપુરનો છે? પણ માણસ ભારે નરમ-સવાર, બપોર, રાત બરાબર આવે સમયસર. આત્મા રાગને તોડી શકે, એ પણ નહીં. આહાહા! બંધનને બંધને આત્મા તોડે એ નહીં, અરે ભગવાન તો બંધનને તોડે તો નહીં પણ ભગવાન તો નિર્જરા કરે નહીં. આહાહાહા ! એ મોક્ષ કરે નહીં, એ તો જાણે, વસ્તુસ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રજ્ઞાબ્રહ્મ છે. આહાહા ! | (સમયસાર,) ત્રણસો વીસ (ગાથામાં) આવ્યું છે ને? ઉદય ને નિર્જરા, ઉદય તો ઠીક, પણ નિર્જરાને જાણે” -નિર્જરાને કરે નહીં એમ કીધું. જ્યારે આખું મૂળતત્ત્વ લ્યો, બંધને “જાણે એ તો ઠીક પણ મોક્ષને જાણે, મોક્ષના મારગને પણ જાણે. એ જ્ઞાનનો પર્યાય, એવો જ ઉત્પન્ન થાય કે એનેય જાણે ને પોતાને જાણે, એ રીતે એનો ઉત્પન્ન થવાનો એનો સ્વકાળ એનો હોય છે. મોક્ષની પર્યાય થઈ માટે આંહી જ્ઞાને તેના અવલંબનથી એને જાણ્યું એમેય નહીં. આહાહા ! એ જ્ઞાનસ્વભાવી ભગવાન નિર્જરાને -કર્મની નિર્જરા અથવા અશુદ્ધતા ટળે, એને જાણે એને ટાળે નહીં “મોક્ષને જાણે મોક્ષને કરે નહીં. (શ્રોતા- ક્યાં ઊભા રહેવુ) ક્યાં ઊતર્યું.આંહી તો હુજી પરની દયા પાળવી ને પરની હિંસા કરવી ને મંદિર બનાવવા ને પૈસા બનાવવાને-એ બધું કરી શકે છે? અરે રે પ્રભુ મારગ બહુ જુદો પ્રભુ છે. આહાહા !
મૂળ મારગ હાથ આવવો ખલાસ થઈ ગયો અને સંસારનો અંત છે. આંહી તો કીધું છે સદા રહે છે-આત્મામાં વસે છે. આહાહા! એમાં (લીન) રહ્યો, રહ્યો એ કેવળજ્ઞાન લેશે. આહાહા!
પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈને સદા રહે છે, તેઓ જ, તેઓ જ. એમ છે ને તે એવ, એવા એટલું કહીને એકાંત કરી નાખ્યું છે. સમ્યક એકાંત છે આંહી. કથંચિત્ આમ ને કથંચિત્ આમ એનું નામ અનેકાન્ત એમ નથી. “આ જ “
વિત્પનીનષ્ણુતાન્તવિતા' જેમનું ચિત્ત, વિકલ્પજાળથી રહિત શાંત થયું છે. આહાહા! વિકલ્પની જાળ આકુળતા છે. પ્રભુ અનાકુળ આનંદ છે. એ વિકલ્પની જાળથી રહિત થઈ શાંત ચિત્ત થયું છે વિકલ્પની આકુળતા ગઈ છે, તેથી નિર્વિકલ્પ શાંત થયો છે. આહાહા ! એવા થયા થકા-શું કીધું? એ શાંત થયું છે એવા થયા થકા,પુરુષાર્થ કીધો છે. પોતે, પોતાથી થયા થકા, આહાહા! કર્મનો અભાવ થયો માટે આમ થયા, કાળલબ્ધિ આવી માટે ધ્યા? (એમ નથી.) આંહી તો “એવા થયા થકા બસ એટલું, એને કાળલબ્ધિ આવી ગઈ ભેગી. આહા! પુરુષાર્થથી ભગવાન આત્માને વીતરાગભાવે જ્યાં જાણો–એવા થયા થકા, સાક્ષાત્ અમૃતને પીએ છે. એ વિકલ્પ છે ઈ ઝેર છે. આહાહા! હું અબદ્ધ છું એવો પણ એક વિકલ્પ છે પક્ષ, એ ઝેર છે. કેમ કે આત્મા અમૃતસ્વરૂપ છે. અમર અમૃતસ્વરૂપ છે અમર અમૃતસ્વરૂપ છે એ અમૃતસ્વરૂપથી રાગ વિરુદ્ધ હોવાથી, એ ઝેર છે. આહાહા ! અબદ્ધ છું એક છું, એવો વિકલ્પ પણ ઝેર છે કહે છે. આહાહાહા ! આવો મારગ વીતરાગનો, વીતરાગ નહીં તારો, તારો સ્વભાવ જ એવો છે. એ તો જે છે એવો કહે છે.