________________
શ્લોક-૬૯
૪૧૧ જઈ શકે” નો અર્થ એ છે કે વસ્તુની સ્થિતિ જ એવી છે. આહાહા
ભાવાર્થ :- જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહે છે ત્યારે કોઈ એમ કહે કે આ પરમાત્માએ આમ કહ્યું કે હજી પક્ષ છે, માટે પક્ષ છોડી દે તો કાંઈ બીજી ચીજ હશે? એમ નથી. આંહી તો ફક્ત ઓલો વિકલ્પને જ પક્ષપાત (કહ્યો છે) વસ્તુ તો જે વિકલ્પ નિર્ણય કર્યો ને જોઈ એ તો વસ્તુ બરાબર તેવી જ છે. એમ કે આ વિકલ્પ ઊઠયો ને જે નિર્ણય કર્યો છે એથી કાંઈ બીજી ચીજ હશે તો? પક્ષપાત છોડી દેપક્ષને છોડી દે બીજી કોઈ ચીજ અંદર હશે, ઓલો કહે છે! જિનેન્દ્ર વર્ણી કહે છે. આહાહાહા ! અરરર! ભણી ભણીને આ કાઢયું.
બાપુ આંહી તો ફક્ત, એ પર તરફનો વિકલ્પ છે તેને છોડી, વસ્તુ તો વિકલ્પમાં જે જાણી છે, ઈ તો એવી જ છે. પણ વિકલ્પ તોડ્યો નહોતો માટે તું વિકલ્પના બંધમાં બાકી હતો, વિકલ્પ તોડ્યો તો જે વિકલ્પ નિર્ણય કર્યો હતો કે વસ્તુ આવી છે–આવી છે, એવી જ વેદનમાં આવી છે. સમજાણું કાંઈ? પક્ષ છોડ્યો માટે કોઈ બીજી રીતે વેદનમાં આવી છે કે બીજી રીતે આત્માનું સ્વરૂપ અંદર જણાયું છે, એમ નથી. આહાહાહા !
જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહે, ઓલા કહેતા'તા ઈ ગોંડલના, ગોંડલનો હતો ને બનારસીભાઈ ‘દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે' –કોઈપણ “દર્શનનું લક્ષ ન રાખવું કહે, એ વળી એવો અર્થ કરતા, કાંઈ ખબર ન મળે “દર્શન મોહ વ્યતીત થઈ, ઉપજ્યો બોધ જે' -એની દિકરી હતા ને આપણે આંહી રહેતા ને બનારસીદાસ, ત્રિભોવનભાઈના મકાનમાં રહેતાં નીચે, આંહી સોનગઢ એ “દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે” એ “દર્શન' કોઈપણ દર્શનનો પક્ષ ન રાખવો. ( શ્રોતા- એતો બધુંય સરખું છે એ તો અજ્ઞાન છે.) પણ આંહી તો ‘દર્શનમોહ' ની વ્યાખ્યા છે –“દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે' જે દર્શનમોહ વિપરીત પ્રતીત છે (શ્રદ્ધા છે) એનાથી વ્યતીત થયો-દર્શનમોહ એનાથી વ્યતીત થયો,એથી કરીને જે કાંઈ ( વિકલ્પસહિત) જાણ્યું તું કહયું'તું ઈ વસ્તુમાંથી કંઈક (આત્મવસ્તુ ) બીજી નીકળશે-બીજી કોઈ ચીજ એક વ્યાપક ને ફલાણું ને ઢીકણું ને-અંતરમાં કોઈ પક્ષ રહી ગયો એમાં કોઈ બીજી ચીજ જણાઈ જાય એમ નથી. વસ્તુ તો છે એ જ રીતે (વિકલ્પમાં) જાણી છે એ રીતે જ છે. આહાહા !
ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જયારે નયોનો સર્વ પક્ષપાત છૂટી જાય છે ત્યાં સુધી ‘ચિત્તનો ક્ષોભ” મટતો નથી, એને માટે છે વસ્તુ કોઈ અંદર બીજી છે, એમ નહીં. સમજાણું કાંઈ? ચિત્તનો ક્ષોભ મટતો નથી, જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય છે પણ એનો અર્થ એવો નથી, કે જૈનનું તત્ત્વ છે-અનંત આત્માઓ છે-આત્મા છે અનંત ગુણનો પિંડ, એ પાછું પક્ષપાત છૂટી જાય ને બીજું નીકળે પાછું એમાંથી ? એમ નથી. એવો અર્થ કરે છે કેટલા’ક. | સ્વરૂપમાં પ્રવૃતિ થાય છે પક્ષપાત મટી જાય ત્યારે વીતરાગદશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, આ વાત છે. સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે. વાત આમ છે. પક્ષપાત છોડી દે એટલે બીજી ચીજ અંદરથી નીકળે જિનેન્દ્રવર્ણી એમ કહે છે, ભગવાને કીધું એમાંથી કેટલુંક આવ્યું છે ને બાકી ઘણું બાકી છે તેથી બીજું પણ હશે કાંઈકબીજી જાતનું.