________________
શ્લોક-૬૯
૪૧૩ આ રીતે વિકલ્પ તોડીને અંદરમાં સ્વરૂપ છે તેનો અનુભવ કરે, ત્યારે નિર્વિકલ્પ દશા થાય, ત્યારે સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે. ઓલો વિકલ્પ હતો ત્યાં સુધી પરમાં પ્રવૃત્તિ હતી. આહાહાહા ! પરની દયા પાળું કે વ્રત પાળું કે ભક્તિ કરું એ તો વળી ક્યાંય રહી ચું, એ તો બધાં સ્થૂળ રાગ, આહાહા ! આ તો અંતર ભૂમિકામાં એ એની જાત છે જેવી, તેનો પણ વિકલ્પ, એનાં પક્ષને પણ છોડી, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે ત્યારે એને સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે. જ્યાં સુધી નયપક્ષ ને રાગ હતો, ત્યાં સુધી રાગમાં પ્રવૃત્તિ અને ક્ષોભ હતો. એને છોડીને સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે, ત્યારે અતીન્દ્રિય સુખ અનુભવાય છે. આહાહા ! બહુ ટુંકૂ.
શાંતિથી આવું સાંળભવાનું ય મળે નહીં, એ બિચારા શું કરે ક્યાં જાય? આટલી ત્રણ લીટીમાં તો કેટલું નાખ્યું છે, જોયું? આહાહા !( શ્રોતા:- આખુ જૈન શાસન આવી ગયું ) આખું આવ્યું વસ્તુ છે વસ્તુ, એ પોતે છે એ નિરાવરણ છે, નિર્વિકલ્પ છે, અભેદ છે, એવી વસ્તુમાં પણ વિકલ્પ કરવો કે આવો છું આવો છું આવો હું છઉં, એવો વિકલ્પ કરવો એ ક્ષોભ છે કહે છે. આહાહા ! એ આકુળતા છે એ દુઃખ છે. આહા !તેને છોડી, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય એ શુદ્ધસ્વરૂપમાં અંદર રમે-એકાગ્ર થાય, અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે–સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે ત્યારે સ્વરૂપ અતીન્દ્રિય છે તેથી અતીન્દ્રિય અનુભવ થાય છે. સ્વરૂપ અતીન્દ્રિય છે, અતીન્દ્રિય આનંદસ્વરૂપ પ્રભુ છે, એમાં પ્રવૃત્તિ થતાં, અતીન્દ્રિય સુખ અનુભવાય છે. ત્રણ લીટીમાં તો કેટલું મૂક્યું. કંઈકનો નિષેધ થઈ ગયો.
હવે એના ૨૦ કળશમાં નયપક્ષને વિશેષ વર્ણવે છે અને કહે છે કે આવા સમસ્ત નયપક્ષોને જે છોડે છે તે તત્ત્વવેદી (એટલે ) તત્ત્વનો જાણનાર, તત્ત્વનો અનુભવનાર સ્વરૂપને પામે છે.
શ્લોક-૭૦
(૩૫નાતિ) एकस्य बद्धो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।७०।। (શ્લોકાર્થ :-)(વર્લ્ડ:) જીવ કર્મથી બંધાયેલો છે ( ) એવો એક નયનો પક્ષ છે અને (ન તથા) જીવ કર્મથી બંધાયેલો નથી (૫૨) એવો બીજા નયનો પક્ષ છે; (રૂતિ) આમ (વિતિ) ચિસ્વરૂપ જીવ વિષે (દ્રિયો) બે નયોના (દ્વ પક્ષપાતી) બે પક્ષપાત છે. (ય: તત્ત્વવેલી વ્યુતપક્ષપાત:) જે તત્ત્વવેદી (વસ્તુ સ્વરૂપનો જાણનાર) પક્ષપાત રહિત છે (તસ્ય) તેને (નિત્ય) નિરંતર (વિત) ચિસ્વરૂપ જીવ (રવતુ વિત ઇવ સ્ત) ચિસ્વરૂપ જ છે ( અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર