________________
ગાથા-૧૪૨
४०७
સમજાણો કીધો–એમાં મર્મ છે, બહારની પ્રવૃત્તિ જોઈને તું કહે છે કે આ જૈન નથી, એમ નથી. અને બહા૨ની નિવૃત્તિ દેખીને તું એમ કહે કે આ જૈન છે એમેય નથી. આહાહાહા ! અંદરમાં સચ્ચિદાનંદ પ્રભુ,અસ્તિપણે પૂર્ણાનંદ વીતરાગ, એને જેણે વિકલ્પ રહિત વીતરાગભાવે જોયો જાણ્યો તે જૈન છે. અને જૈન કોઈ વાડો ને સંપ્રદાય નથી. જૈન કોઈ એક પક્ષ ને પંથ નથી. તે વસ્તુનું સ્વરૂપ છે. જે વસ્તુ જિનસ્વરૂપ છે–વસ્તુ જિનસ્વરૂપ છે તેને તેના વિકલ્પ રહિત થઈને વીતરાગભાવપણે સમયસારને પ્રાપ્ત કરવો એ જૈન. એટલે એમાં કોઈ પક્ષ કે વાડો નથી. એ ૨મેશભાઈએ કહ્યું છે ને જૈન કોઈ પંથ નથી, વાડો નથી, પક્ષ નથી. ધર્મપિતાએ સ્વરૂપ બતાવ્યું છે ઈ તો આંહીથી વાંચી-વાંચીને ! આહાહા !
સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ એણે તો વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે. આ બે આંતરા, આકરા પડે છત્તું હજા૨ સ્ત્રી, કરોડો અપ્સરાઓ તેને ‘જૈન’ કહેવા અને વસ્ત્રનો ટુકડોય ન રાખે, જંગલમાં વસે, પંચમહાવ્રત નિરતિચાર-ચોખ્ખાં પાળે, છતાં તેને અજૈન કહેવું. અ૨૨૨! એ ૨મતું અંદરના રાગ ને રાગ રહિતની અપેક્ષા છે. બહારની હારે કાંઈ સંબંધ નથી. બહા૨થી (સંયોગ ) ઘટાડવા માંડયો માટે રાગ ઘટયો, એમ નથી. રાગને રૂંધ્યો છે, કષાય રૂંધ્યો છે. બહેનમાં વચનામૃતમાં આવે છે ને કષાયને રૂંધ્યો છે–દાબી રાખ્યો છે, ફાટશે ત્યારે કસાઈખાના માંડશે પાછો. આહાહા ! અને આ બહા૨નો સંયોગ હશે ઘણો છતાં અંદ૨માં રાગની એકતા તોડીને જૈનપણું જિનમાંથી પ્રગટ કર્યું, એ દશાએ કેવળજ્ઞાન લેવાના. આહાહાહા ! ઓલા ( એ ) રાગને રૂંધ્યો છે, એકતા તોડી નથી, પ્રવૃત્તિમાં છોડી દીધું ઘણું કામકાજ રાગ એણે દુકાન-ધંધા છોડી દીધા છે પણ અંદ૨માં રાગની એકતા છે, તે જૈન નથી. અરેરે ! આકરું લાગે ને ? નગ્નમુનિ હોય, કપડાં રાખે નહિ, અઠયાવીસ મૂળગુણ પાળતા હોય, કહે છે એ જૈન નથી લે ? ( શ્રોતાઃઅઠયાવીસ મૂલ ગુણને પંચમહાવ્રત તો જૈનમાં જ આવે છે. ) હૈં ? જૈનમાં આવે છે પણ એ તો રાગ છે, રાગ છે એ જૈનપણું નથી કાંઈ. આહાહા ! આકરું કામ છે.
આંહી એમ કહે છે જ્યારે રાગના અભાવની ભાવના એને ખરેખર કોણ પરિણમાવે ? એમ કહીને શ્રીમાન અમૃતચંદ્ર આચાર્ય નયપક્ષના ત્યાગની ભાવનાનાં ૨૩ કળશરૂપ કાવ્યો કહે છે ઃ–
શ્લોક-૬૯
(ઉપેન્દ્રવજ્ઞા)
य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसन्ति नित्यम् । विकल्पजालच्युतशान्तचित्ता
स्त एव साक्षादमृतं पिबन्ति ।। ६९ ।।
શ્લોકાર્થ:- [યે વ] જેઓ [નયપક્ષપાતું મુખ્ત્યા] નયપક્ષપાતને છોડી