________________
ગાથા-૧૪૨
૪/૫ વર્તન કરે, એને મુક્તિ નથી. આહાહા ! (શ્રોતા- અનુભવ પેલા કોઈ સાધન હોય કે નહીં?) કાંઈ સાધન બાધન નથી. તદ્મ નિરપેક્ષ છે. આહાહા ! વિકલ્પ જે અબદ્ધનો આવ્યો તેય સાધન નથી પછી પ્રશ્ન (શું?) હેં? આહાહા ! આ સાધન કહ્યું ને પ્રજ્ઞાછીણી.
જ્ઞાનની જે પર્યાય, પર તરફ જે વળેલી છે તે જ્ઞાનને અંતરમાં વાળવું, વિકલ્પ વિના એ સાધન છે. આહાહાહા ! આકરું કામ છે. પહોંચી ન શકે માટે એને કાંઈ ઢીલું કરી શકાય છે? આહાહા ! સોનાનો ભાવ જે હોય, એ ભાવે ન સોનું લઈ શકે તો એને કાંઈ લોઢાના ભાવે એને કહેવાય? કે આ લોઢાનો ભાવ આ છે માટે સોનાનો (એ ભાવ) ગણી કાઢો. આહાહા !
એમ આત્મા વીતરાગ મૂર્તિ પ્રભુ એને વીતરાગભાવે જ એનો અનુભવ થાય, એના સ્વભાવનું સાધન એ છે. “અલિંગગ્રહણ'માં આવ્યું છે ને. છઠ્ઠો બોલ “પોતાના સ્વભાવથી જ જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે ત્યાં સાધન-ફાધન કાંઈ કહ્યું નથી. “અલિંગગ્રહણ”, વીસ બોલ, એનો છઠ્ઠો બોલ છે. “પોતાના સ્વભાવથી જ જાણવામાં આવે-સ્વભાવથી જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે', એવું એનું સ્વરૂપ જ એવું છે. આહાહા ! તેથી લોકોને એકાંત લાગે છે ને?
તેથી સમસ્ત નયપક્ષને છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે, જોયું? એ ચોથે ગુણસ્થાને વીતરાગ સમયસાર થાય છે. આહા! કેટલાક વળી કહે કે સરોગસમકિત છે ચોથે ઈ તો ઓલો ચારિત્રનો દોષ છે એમ કરીને ગયું છે, ચોથું ગુણસ્થાન સમ્યગ્દર્શન એ વીતરાગ છે, કેમકે પોતે જિનસ્વરૂપ-વીતરાગ છે, અને એનું અવલંબન લઈને વિકલ્પ તોડીને એનો અનુભવ કર્યો એ સમ્યગ્દર્શન વીતરાગ છે. વસ્તુ વીતરાગ સમ્યગ્દર્શન પર્યાય વીતરાગ, સમ્યજ્ઞાન પર્યાય વીતરાગ, અને સ્વરૂપનું આચરણની એકાગ્રતાનો અંશ એય વીતરાગ. આહાહાહા !
આવું છે, જગતને ક્યાં પડી ? જિંદગીયું હાલી જાય છે, આ તત્ત્વ અંદર એવું છે નિર્મળાનંદ પ્રભુ, “ઘટ ઘટ અંતર જિન વસે,અને ઘટ ઘટ અંતર જૈન' –એમ કેમ કહ્યું? કે એ જૈનપણું કાંઈ બહારની ક્રિયાના ત્યાગમાં છે એવું કાંઈ નથી. આહાહા ! બહારમાં ત્યાગી થાય તો એ જૈન છે, એમ નથી. ઘટમાં જૈનપણું વસે છે. એટલે કે એ વિકલ્પના ત્યાગમાં, સ્વભાવની દૃષ્ટિમાં જૈનપણું વસે છે. આહાહાહા! બે શબ્દ લીધા છે ને? ઘટ ઘટ અંતર “જિન વસે” ને “ઘટ ઘટ અંતર જૈન” –જૈન ઘટમાં વસે છે, એનો અર્થ શું થયો? કે આ બહારનો ત્યાગ કરે ને બાયડીછોકરાં છોડે ને દુકાન-ધંધા છોડે તો એ જૈન છે. (એમ નથી) આહાહા !
અંત દૈષ્ટિમાંથી રાગની એકતા તોડી છે અને સ્વભાવની એકતા થઈ છે તે જૈન, જિનનો જૈન થયો. જિનસ્વરૂપ જે હતું ત્રિકાળી, એમાં એકાગ્ર થયો-રાગની એકાગ્રતા તોડી, એ ઘટઘટ અંતર જૈન વસે. આહાહાહા! જૈનપણું આ બહાર ત્યાગ કરે ને...આ પૂજા બહુ કરે ને ભગવાનની ચાર ચાર કલાક, પાંચ-પાંચ કલાક પૂજા કરે, ને આરતી ઊતારે ને બહુ માટે એ જૈનપણું છે એ જૈનપણું છે એમ નથી કહે છે, જૈનપણું ઘટમાં છે-આહાહાહા!
જ્યાં જિનરૂપી પ્રભુ છે, તેમાં એકાગ્રતા તે જૈન છે. બહારમાં તો ચક્રવર્તીનું રાજ પણ હોય, ઈન્દ્રના ભોગ હોય, કરોડો અપ્સરાયું હોય, પણ જૈનપણું એ કાંઈ એને લઈને નથી. અંતર્મા જિનસ્વરૂપી પ્રભુ એને વિકલ્પ રહિત, રાગ રહિત અનુભવવો એ જિનનું જૈનપણું છેજિન એવો જે ભગવાન આત્મા, એની પર્યાયમાં જૈનપણું ‘આ’ છે. આહાહા !