________________
ગાથા-૧૪૨
૪૦૩ વિકલ્પ છોડયો. પણ બદ્ધ છું એવા વિકલ્પમાં રહ્યો. આવું આકરું કામ બહુ. અને જે જીવમાં કર્મ અબદ્ધ છે. કર્મ અને આત્મા વચ્ચે તો અત્યંત અભાવ છે, તેથી ભગવાન આત્મા તો અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે તે પણ જીવમાં કર્મ બદ્ધ છે એવા એક પક્ષને છોડતો હોવા છતાં, વ્યવહારને એણે છોડયો, પણ આ નિશ્ચયનો પક્ષ છોડ્યો નહીં. અબદ્ધ છે એ નિશ્ચયનો પક્ષ છે પક્ષ હોં. આહાહા! આકરું કામ ગાથા એવી છે જરી જીવમાં કર્મ અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, તે પણ જીવમાં કર્મ બદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં “બદ્ધ છે” એને છોડે છે ભલે છતાં વિકલ્પને છોડતો નથી. અબદ્ધ છું અબદ્ધ છું મુક્ત છું મુક્ત છું, એવી વૃત્તિ અંદરમાં અને આશ્રયે
અને લશે, એટલે કે આ અબદ્ધ છે તેના લક્ષે, એવો વિકલ્પ કરે છે. આહાહાહા ! પણ તો એ રાગ છે એ બંધનનું કારણ છે, ત્યાં સુધી આત્માનો પત્તો, એને ન ખાધો. આહાહાહા!
વળી જે “જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે' –એ વિશેષ નાખ્યું છે” ગાથા કર્તાએ, એમ વિકલ્પ કરે છે તે બન્ને પક્ષને નહિ અતિક્રમતો થકો-બેય પક્ષને છોડતો નથી, તેથી (તેપણ) વિકલ્પને અતિક્રમતો નથી-બે પક્ષ લીધા. પેલા બદ્ધ લીધો પછી અબદ્ધ લીધો અને આંહી (હવે) બદ્ધ ને અબદ્ધ બેય છે એ પણ એક વિકલ્પ છે. આહાહા! વિકલ્પને અતિક્રમતો નથી તેથી જે સમસ્ત નયપક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે, ઈ અબદ્ધનોય વિકલ્પ છોડી દે અબદ્ધ છું એટલે કે મુક્ત છું- અબદ્ધનો અર્થ મુક્ત છું...મુક્ત છું એવો એક વિકલ્પવૃત્તિ, એનો પક્ષ છે, પક્ષાતિક્રાન્ત થયો નથી, એ પક્ષ છે એને છોડી દે. આહાહાહા !
છે? તે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે. જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે. આહાહા ! –સૂક્ષ્મ જ્ઞાનનો ઉપયોગ થઈ ને વિકલ્પ છે એ સ્થળ ઉપયોગ છે. એ સ્થૂળ ઉપયોગ વડે, સૂક્ષ્મ વસ્તુ આત્મા અનુભવમાં ન આવે. આહા ! સૂક્ષ્મ ઉપયોગ કરે, કે જે વડે એ જણાય-એ વડે જણાય એનું નામ સમયસાર (છે.) તે સમયસારને પ્રાપ્ત કરે છે એટલે અનુભવે છે. એટલે? અબદ્ધસ્વરૂપ છું, મુક્તસ્વરૂપ છું તે આંગણે આવીને વિકલ્પ આવ્યો કે આ આ આ મુક્તસ્વરૂપ છે, કેમકે વસ્તુ છે વસ્તુ છે એ બદ્ધ ન હોય, આવરણ ન હોય વસ્તુને પરની હારે સંબંધ ન હોય. એ પર્યાયને પર હારે નિમિત્ત-નિમિત્તિ સંબંધ છે. વસ્તુ છે એ સંબંધ વિનાની છે. એવો પણ એક વિકલ્પ ઊઠ્યો એને છોડે આહાહાહા... આવી વાતું હવે.
(શ્રોતા- વિકલ્પ છોડે તે શૂન્ય ન થઈ જાય?) શૂન્ય થઈ જાય ને.વિકલ્પથી વિકલ્પથી શૂન્ય સ્વભાવથી ભરેલો. આહાહા ! કેમ કે અસ્તિ તત્ત્વ છે ને મોજૂદગી તત્ત્વ વસ્તુ છે ને- વસ્તુ છે તો તે કંઈ ખાલી નથી. એની શક્તિઓના ગુણથી ખાલી નથી. એવી અનંત શક્તિઓનો સંગ્રહ છે એનું એકરૂપ દ્રવ્ય છે. એને વિકલ્પ...અબદ્ધ છું, એવો પણ વિકલ્પના પક્ષમાં ઊભો રહે, ત્યાં સુધી અનુભવ એને સમયનો આત્માનો ન થાય. આહાહા! વિકલ્પથી શૂન્ય થાય ત્યારે આ હાથ આવે. ઓલા એમ કહે છે કે શૂન્ય થઈ જાવ શૂન્ય થઈ જાવ, એ એમ નહીં વિકલ્પથી શૂન્ય થઈ જાવ. (શ્રોતા – એ તો પણ આત્માનો આશ્રય નિર્વિકલ્પ કરે ત્યારે થાય) ઓલા કહે છે ને રજનીશને કે શૂન્ય થઈ જાવ, શૂન્ય થઈ જાય તો શૂન્ય થાય તો અસ્તિ છે કે નહીં કોઈ ચીજ છે તો વિકલ્પથી શૂન્ય થાય, પણ વસ્તુથી તો વસ્તુનો અનુભવ થાય. આહા..હા..હા ! ઝીણી બ.