________________
ગાથા-૧૪૨
૪૦૧ વિકલ્પ છોડે છે, તો વિજ્ઞાનઘનને પ્રાપ્ત કરે છે, બાકી કહે છે કે કર્મ બદ્ધ છે એવો વિકલ્પ કરે છે, “કર્મબદ્ધ નહીં” એ વિકલ્પને છોડે છે પણ આ વિકલ્પને છોડતો નથી, એક વાત છે?
“જે જીવમાં કર્મ અબદ્ધ છે' બીજી (વાત) “કર્મ જીવમાં અબદ્ધ છે એવો વિકલ્પ કરે છેરાગ કરે છે, તે પણ “જીવમાં કર્મ બદ્ધ છે' એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં “જીવમાં કર્મ બદ્ધ છે” એને તો છોડે છે-કર્મનો સંબંધ છે એવા વિકલ્પને છોડે છે પણ અબદ્ધ છે એ વિકલ્પને અતિક્રમતો નથી (એટલે કે ) વિકલ્પને છોડતો નથી. આહાહા! આવી વાતું હવે, સાંભળવા મળે નહિ. આહાહા!
છે? હું અબદ્ધ છું એવો વિકલ્પ આવે છે તો કર્મનો બંધ છે એવો વિકલ્પ એણે છોડ્યો પણ અબદ્ધ છું એવો વિકલ્પ છોડતો નથી. સમજાણું કાંઈ ? એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં, વિકલ્પને અતિક્રમતો નથી. આહાહા! “જીવમાં કર્મ બદ્ધ છે' એવા એક પક્ષને અતિક્રમ્યો હોવા છતાં, વિકલ્પને અતિક્રમતો નથી.
વળી જે “જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે” એમ વિકલ્પ કરે છે તે, તે બન્ને પક્ષને અતિક્રમતો થકો, વિકલ્પને અતિક્રમતો નથી. આહાહા! બદ્ધ છું ને “બદ્ધ નથી” –એવો એક વિકલ્પ છે એ. સમજાણું? “જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે” એવા બન્ને પક્ષનું
અતિક્રમણ કરતો હોવા છતાં..વિકલ્પનું અતિક્રમણ નથી કરતો, બદ્ધ નથી અબદ્ધ નથી એવો વિકલ્પ કરે છે પણ વિકલ્પ છોડતો નથી. આહાહા ! સમજાણું કાંઈ? પાઠમાં બે અર્થ કહ્યા છે, ટીકામાં ત્રણ લીધા. બદ્ધનો વિકલ્પ છોડે પણ બીજો અબદ્ધનો નથી છોડતો, અબદ્ધનો છોડે છે તે છોડતો નથી ને બદ્ધનો, બદ્ધનો ને અબદ્ધનો બન્નેનો વિકલ્પ કરે છે, છતાં એ વિકલ્પને છોડતો નથી. આહાહા ! એવી વાત છે.
તેથી જે સમસ્ત નયપક્ષને અતિક્રમે છે. આહાહા ! તે જ સમસ્ત વિકલ્પનું અતિક્રમણ કરે જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે, જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે. આહાહા! હું અબદ્ધ છું એવા વિકલ્પને છોડે છે. તે આત્માને પ્રાપ્ત કરે છે, તેને સમ્યગ્દર્શન થાય છે, બીજાને સમ્યગ્દર્શન થતું નથી. વિશેષ કહેશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૨૨૦ ગાથા-૧૪૨ તથા શ્લોક-૬૯
સોમવાર, વૈશાખ સુદ-૧૧, તા.૦૭/૫/૭૯ ૧૪૨ ગાથા, માથે આવ્યું છે ૧૪૧ ગાથામાં કે જીવને કર્મનો સંબંધ છે, બંધ છે. એ પણ એક વ્યવહાર પક્ષ છે અને કર્મ બંધ નથી એવો એક નિશ્ચયનયનો પક્ષ છે.
અહીંયા હવે કહે છે, પણ તેથી શું? અહીં સુધી આવ્યા તેથી શું? પરનું તો કરી શકતો નથી કાંઈ, પરથી તારામાં કાંઈ થતું નથી. એ ઉપરાંત અહીંયા તો પોતાની સ્થિતિ છે પર્યાયમાં, બંધ, કર્મના બંધનો સંબંધ છે એ વ્યવહાર છે–અહીં એ વ્યવહારનો પક્ષ તો નિષેધ કરતા આવ્યા છીએ છતાં અહીંયા અબદ્ધ છે, આત્મા અબદ્ધ છે એવો જે વિકલ્પ છે, તેથી શું? તેથી આત્માનું કાર્ય શું સિધ્ધ થયું એમ કહે છે. આહાહાહા ! આ તો પરના કરી દે કામ ત્યારે કામ થાય. અહીંયા