________________
ગાથા-૧૪૨
૩૯૯
છે, સમયસાર કે આ જ્ઞાનની પર્યાય જે છે ને જ્ઞાનની પર્યાય, રાગ નહીં, વિકલ્પ નહિ જ્ઞાનની પર્યાય જે છે ને વિચાર-પર્યાય એમાં આત્મા જ જાણવામાં આવે છે. અજ્ઞાનીને પણ અનાદિથી જ્ઞાનની પર્યાયમાં આત્મા જ જાણવામાં આવે છે. આહાહા ! પણ એ ત૨ફ નજર નહીં, નજરું રાગ ને પર્યાય ઉપર નજર પડી હોવાથી, પર્યાયમાં જણાનારો આત્મા જણાય જ એવો સ્વભાવ ભગવાન કહે છે. તારી જ્ઞાનની પર્યાયમાં, પર્યાયનો સ્વપ૨પ્રકાશક સ્વભાવ હોવાથી, તારી પર્યાય સ્વને જાણે છે, અંદ૨ દ્રવ્યને જાણે છે. આહાહા ! પણ તારી નજર ત્યાં નથી. સમજાણું કાંઈ ? ઈ સત્તરમી ગાથા, રાજકોટમાં લખી છે ન્યાં શરૂ કરવાની છે. આહાહા !
આ ભગવાન આત્મા...એની જે વિચારધારા છે જ્ઞાનપર્યાય' પર્યાય જ્ઞાન છે ને પર્યાયમાં જ્ઞાન છે–અવસ્થામાં જ્ઞાન છે ને એ જ્ઞાનમાં, આત્મા ત્રિકાળી જણાય છે, એમ ભગવાન કહે છે. એ પર્યાયનો સ્વભાવ જ્ઞાનનો સ્વપ૨પ્રકાશક છે તો સ્વને જાણે જ છે. આહાહાહા ! પણ,એ જાણે છે પર્યાયમાં, શાયકદ્રવ્ય, પણ પર્યાય ઉપર લક્ષ હોવાથી દ્રવ્યનું લક્ષ કર્યું નહીં-જાણવામાં આવે છે એને જાણ્યો નહિ. આહાહા ! સમજાણું કાંઈ ? આવી વાત છે પ્રભુ, વીતરાગ મારગ આહાહા ! એ સિવાય ક્યાંય છે નહીં, જિનેશ્વર પરમાત્મા સિવાય, ક્યાંય મારગ છે નહીં.
આંહી કહે છે કે એવો વીતરાગ તારી પર્યાયમાં, કેમ કે પર્યાય જ્ઞાનપર્યાય છે, તો જ્ઞાનપર્યાયનો સ્વભાવ તો સ્વપ૨પ્રકાશક છે, સ્વ પ્રકાશે છે જ, પર્યાયમાં દ્રવ્ય અખંડ નિર્વિકલ્પ છે એનું જ્ઞાન થાય જ છે, પણ તારી નજર ત્યાં નથી. નજરું રાગ અને પર્યાય ઉપર હોવાથી...પર્યાયમાં ભગવાન દેખાય છે–જણાય છે તો પણ દેખી શકતો નથી. આહાહા! સત્તરમી ગાથામાં એમ કહે છે, ૫૨માત્મા જિનેશ્વરદેવ વીતરાગ ભગવાન એમ કહે છે પ્રભુ, તારી વર્તમાન પર્યાય ભલે અજ્ઞાન હો, પણ એ પર્યાયમાં તારી ચીજ સ્વ એ જાણવામાં આવે છે. તારી પર્યાયનો સ્વભાવ એવો છે કે સ્વને જાણે. પણ જાણે છતાં તારી નજર ત્યાં નથી, તારી નજર પર્યાય ને રાગ ઉ૫૨ હોવાથી પર્યાયમાં જણાતો હોવા છતાં પણ ન જાણ્યો. આહાહાહા ! સમજાણું કાંઈ ? હવે આવી વાત છે. એમાં જુવાન માણસ હોય ને બે પાંચ-પચ્ચીસ લાખ હોય તો જુઓ. હું ‘પહોળો ને શેરી સાંકડી' થઈ ગઈ. આહાહાહા !
પ્રભુ, તું ક્યાં છો ? અંદરમાં છો તું નિર્વિકલ્પ વિજ્ઞાનઘન છો નાથ. આહાહા ! તારામાં હું નિશ્ચયથી અબદ્ધ છું એવો વિકલ્પેય નથી પ્રભુ તારામાં. આહાહા ! સત્તની પરાકાષ્ટા પ્રભુની ‘આ’ છે. અરે સાંભળવા ય મળે નહીં. આહાહા ! એ કે દિ' સમજે, એ ક્યારે સમજે ને ક્યારે અંત૨માં જાય ? આહાહા ! છે ? (વિજ્ઞાનઘનસ્વભાવરૂપ ) થઈને સાક્ષાત્ સમયસાર થાય છે. ત્યારે એને અંતરમાં આનંદનો અનુભવ થાય છે. ઈ તો અતીન્દ્રિય આનંદસ્વરૂપ પ્રભુ છે. તો વિકલ્પને છોડીને અંદરમાં તું જા, તો તને આનંદનો-અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવશે તને. જે અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ ઈન્દ્રના ઈન્દ્રાસનો પણ સડેલાં મીંદડાં ને સડેલા કૂતરાં હોય એવા ઈન્દ્રના ઈન્દ્રાસન ને ઈન્દ્રાણીનાં સુખ સડેલાં મીંદડાં ને સડેલા કૂતરાં જેવાં લાગે તને. આહાહા ! એવો આત્માના સમ્યગ્દર્શનમાં આત્માનો સ્વાદ આવે છે, એ સ્વાદ આગળ તને બધી ચીજો કૂતરાં ને મીંદડાં જેમ સડે મરીને એવાં ઈન્દ્રના ઈન્દ્રાસનના અને ઈન્દ્રાણીનાં સુખ, એ સડેલાં કૂતરાં ને મીંદડાં જેવાં લાગશે તને. આહાહાહા !