________________
ગાથા-૧૪૨
૩૯૭ પાંચસે ધનુષનો દેહ છે, બે હજાર હાથ ઊંચા છે. આહાહા! કરોડપૂર્વનું આયુષ્ય છે. કરોડપૂર્વ? એક પૂર્વમાં સીત્તેર લાખ કરોડ ને પ૬ હજાર કરોડ વરસ જાય એવો એક પૂર્વ (નો કાળ છે) એવા કરોડપૂર્વનું પ્રભુનું આયુષ્ય છે. અત્યારે વર્તમાન છે ને હજુ તો ઘણા વર્ષ રહેવાના છે, બેહજાર વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા, ત્યાંથી આ સંદેશ લાવ્યા. આહાહાહા ! આકરી વાત છે પ્રભુ, આહા! હજી બહારના વેપાર-ધંધામાંથી છૂટવું કઠણ પડે એને. આહાહા !
એને આંહી તો કહે છે કે કર્મબદ્ધ છે એ વ્યવહારનો પક્ષ તો છોડી દે, પણ બંધ રહિત છે એવો નિશ્ચયનયનો પક્ષ પણ છોડી દે, આહાહા ! છે? જે તે નયપક્ષને અતિક્રમે છે-ઉલ્લંઘન કરી દે છે છોડી દે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમ્યો થકો એ સમસ્ત વિકલ્પને છોડીને, સ્વયં નિર્વિકલ્પ પ્રભુ અંદર, અનંત પુરુષાર્થ છે. વિકલ્પને છોડીને વિકલ્પ શબ્દ રાગ, વૃત્તિ છોડીને સ્વયં નિર્વિકલ્પ પ્રભુ છે અંદર-ચૈતન્યમૂર્તિ ભગવાન અંદર બિરાજે છે પ્રભુ, તારા દર્શન કરવા હોય તો ત્યાં જા. આહાહાહા! આ ભગવાનના દર્શન તો અનંત વાર કર્યો, મૂર્તિના ને સમોસરણના ને ભગવાન સાક્ષાત ભગવાનના એ તો રાગ છે. આવે છે પણ રાગ છે. આ તો અંદરમાં પ્રભુ, નિર્વિકલ્પ જ્ઞાનઘન-આનંદકંદ પ્રભુ આત્મા અતીન્દ્રિય આનંદનો ખજાનો છે. અતીન્દ્રિય અનંતગુણરૂપ છે-અનંત ગુણવાળો એવુંય નહિ. અનંત અનંત અનંત અનંત અનંત જેનો અંત નહીં એવો અનંત ગુણનું જેનું એકરૂપ પ્રભુ અંદર છે, એ વિકલ્પથી રહિત નિર્વિકલ્પ છે. આહાહા !
તારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય, ધર્મની પહેલી સીડી ધર્મની પહેલી સીડી, તો ઈ વિકલ્પોને છોડીને પ્રભુ અંદર આનંદસ્વરૂપ નિર્વિકલ્પ છે, એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને
એક', વિકલ્પ છે એતો બીજી ચીજ થઈ ગઈ, એનાથી ભિન્ન થઈને, આહાહા! ભિન્ન થઈને અભેદ નિર્વિકલ્પ એટલે વિકલ્પનો અંશ નહીં જ્યાં, એ નિર્વિકલ્પ અભેદ ચીજ છે. એકરૂપ ચીજ છે એને કર્મનો સંબંધ તો નહીં, પણ વિકલ્પનો ય સંબંધ નહીં. આહાહા ! એકડે એક ને બગડે બે, જો વિકલ્પ ઊઠાવે છે તો આત્મામાં બગાડ થાય છે, કહે છે ને એનાથી રહિત એકરૂપ આત્માને પકડે છે તો નિર્મળતા પ્રગટ થાય છે. ઝીણી વાત બહુ ભાઈ ! આહાહા!
આવું મનુષ્યપણું મળ્યું એમાં આવી સત્ય વાત સાંભળવા ન મળે અરે ઈ કે દિ' સમજે ને કે દિ' કરે? આહાહા! જિંદગી ચાલી જાય છે. જેટલો સમય જાય છે એ મૃત્યુની સમીપ જાય છે, મૃત્યુનો સમય નક્કી છે. હૈ? નક્કી છે, ભગવાને દેખ્યું છે કે આ સમય આ ક્ષેત્રે આ સ્થિતિયે આયુ પૂરું થઈ જશે. આયુષ્ય આ પ્રમાણે આટલું છે. આહાહા ! એ જુવાન હો કે, આહા! કહ્યું હતું ને એક વાર. મલકાપુરમાં એક સ્વરૂપચંદ છોકરો છે, સ્વરૂપચંદ કુંવારો હતો ત્યારે પણ મોક્ષમાર્ગ (પ્રકાશક) છે ને ટોડરમલ્લનું કંઠસ્થ કર્યું હતું અને પછી મોટો વેપારી છે કાપડનોદશહજારનો તો તે દિ' હતો અત્યારે તો મોટો હશે, “તે દિ'દશહજારનો કાપડનો વેપારી કુંવારો હતો ને મોટો ધંધો. મોક્ષમાર્ગ પ્રકાશક મોઢે પછી ઈ પરણ્યો પછી એનો એક મિત્ર હતો, અઠયાવીસ વર્ષનો જુવાન. એ બન્ને વાતુ કરતા'તા. નખમાં રોગ નહીં, સ્વરૂપચંદ કહે મહારાજ...અમે બે બેઠા'તા ને વાતું કરતા'તા એમાં આમ ચ્યું મેં આમ જોયું ત્યાં મરી ગયો, સ્વરૂપચંદ છે છોકરો મલકાપુરમાં. આંહી તો પ્રચારેય ઘણો થઈ ગ્યો છે ને? છોકરો આખું મોક્ષમાર્ગ પ્રકાશક કંઠસ્થ–મોઢે પ્રશ્ન કરતો એના ઉપરથી લાગતું કે, ઓહો ! આ તો આને