________________
૩૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આટલું બધું ઘણું યાદ છે, ઈ કહે મહારાજ મારો મિત્ર બેઠો 'તો (મારી) જોડે ને નખમાં રોગ નહીં ને આ વાત કરતાં ઉંડુ થયું મેં જોયું તો એ મરી ગયો હતો, દેહ છૂટી ગયો'તો દેહની સ્થિતિ પૂરી થવાની હોય ત્યારે થાય ને એમાં એક સમયનો ફેરફાર કોઈ કરી શકે નહીં. આહાહા! કેવળી ફેરફાર ન કરી શકે. સ્વામિ કાર્તિકેય અનુપ્રેક્ષામાં આવે છે ને? જે સમયે જનમ-મરણ જ્યાં જેમ થવાના છે એને ઈન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ ફેરવી ન શકે. આહાહા !
આંહી તો પ્રભુ તારી દેહની સ્થિતિ પૂરી થાય એ પહેલાં આ કરવાનું છે આ ભાઈ બાકી, થોથાં છે બધું ભલે કરોડ, બે કરોડ રૂપિયા મળી જાય ને ધૂળ મળે ને, એય? આહાહા ! વસ્તુ આત્મતત્ત્વ એ નિશ્ચયથી હું મુક્ત છું-અબદ્ધ છું એવો જે વિકલ્પ વૃત્તિ ઊઠે છે એને અતિક્રમીછોડીને અંદર નિર્વિકલ્પ વસ્તુ આત્મતત્ત્વ છે, એને જેને વિકલ્પનો સંબંધ નથી. અભેદ ને એકરૂપ વસ્તુ છે જેમાં વિકલ્પ બે-પણું છે નહીં, એવો નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘન સ્વભાવરૂપ વિજ્ઞાનઘનસ્વભાવ. આહાહાહા !
પહેલાં તો ઘી એવા હતા પહેલાં, પચાસ વર્ષ પહેલાં શિયાળામાં, એવું ઘી હોય કે એમાં તાવિથો માંડ માંડ પેસે અંદર, આંગળી ઘુસાડે તો ફાંસ લાગે, ધીની ફાંસ લાગતી એવાં ઘી હતાં. દગો દગો નહોતો ને ત્યારે, તો હવે તો દગા (થઈ ગયા ભેગ થયાં) એ ઘીની ફાંસ લાગે, (એવું જામેલું કે ) માગશર મહીનાનું ઘી, અમે તો જોયેલું છે ને, ચેલા-ચોરાસી ગામ છે ને જામનગર પાસે એવુ થીનું ઘી કે આંગળી પેસે નહીં એમાં તાવિથો (પેસાડે) તાવિથો પણ માંડ માંડ ખેંચે એમ આ જેમાં તાવિથો ને આંગળી ન પેસે, એમ એવો ભગવાન વિજ્ઞાનઘન છે એમાં રાગ કે વિકલ્પ પ્રવેશ ન થઈ શકે. આહાહાહા! આવી વાત છે. આહાહા!
દેહ તો માંસ, હાડકાં ચામડાં છે પ્રભુ મસાણની રાખ થશે આની તો. આંહી અગ્નિ પડશે ને નીકળશે આંહીથી. હળહળહળ આ તો માટી છે, માટી છે એ આટલી નહીં રહે-મસાણમાં માટી આટલી નહીં રહે થોડીક રહેશે અને એનો પવન આવશે તો (શ્રોતા:- ઈ એ ઊડી જશે.)
રજકણ, રજકણ તારાં રખડશે ને જેમ રખડતી રેત, પણ પછી નરતન પામીશ ક્યાં ચેત ચેત નર ચેત’ –રજકણ તારાં રખડશે, એ રખડશે રાખ થઈ જશે, જેમ રખડતી રેત-રેતી જેમ રખડે છે. આહાહા ! શું કહેવાય છે ? (શ્રોતા:- વંટોળિયો) વંટોળિયામાં તરણા ઊડ ને એમ ઊડી જઈશ બાપા પછી નરતન પામીશ ક્યાં? ચેત, ચેત નર ચેત. આહાહા! પ્રભુ આવા સમયમાં ચેતવાના કાળમાં જો ન ચેત્યો તો પ્રભુ ફરી એવો સમય તને ક્યારે મળશે? આહાહાહા !
વસ્તુ એવી અંદર છે, ભગવાન આત્મા નિર્વિકલ્પ છે. એકરૂપ છે અને વિજ્ઞાનઘન ઘન પિંડ વિજ્ઞાનનો ઘન, એ સ્વભાવ રૂપ થઈને સાક્ષાત્ સમયસાર થાય છે. ત્યારે સમયસાર આત્માનો અનુભવ થાય છે. વિકલ્પને તોડીને નિર્વિકલ્પદૃષ્ટિ કરવાથી નિર્વિકલ્પનો અનભવ થાય તો સાક્ષાત્ સમયસાર એટલે “આત્મા છે” એવો(અનુભવ ) થાય છે. આહાહાહા ! આવી વાત છે ભારે! સમજાણું કાંઈ?
- સાક્ષાત્ સમયસાર થાય છે, જેવો આત્મા છે તેવો પ્રત્યક્ષ અનુભવમાં આવે છે એમ કહે છે. વિકલ્પને તોડીને. આહાહા !
એ તો સત્તરમી ગાથા, રાજકોટ લખી છે. કે આ વાંચવી એ લોકો સત્તરમી ગાથામાં એવું