________________
૩૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પક્ષને નહિ અતિક્રમતો થકો, વિકલ્પને અતિક્રમતો નથી. તેથી જે સમસ્ત નયપક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે; જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે –અનુભવે છે.
ભાવાર્થ-જીવ કર્મથી “બંધાયો છે” તથા “નથી બંધાયો'-એ બન્ને નયપક્ષ છે. તેમાંથી કોઈએ બંધપક્ષ પકડયો, તેણે વિકલ્પ જ ગ્રહણ કર્યો; કોઈએ અબંધ પક્ષ પકડયો, તેણે પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો; અને કોઈએ બન્ને પક્ષ પકડયા, તેણે પણ પક્ષ રૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું. પરંતુ એવા વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે તેજ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે-રૂપ સમયસારને-શુદ્ધાત્માને-પામે છે. નયપક્ષ પકડવો તે રાગ છે, તેથી સમસ્ત નયપક્ષને છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે.
હવે, “જો આમ છે તો નયપક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે? એમ કહીને શ્રીમાનું અમૃતચંદ્ર આચાર્ય નયપક્ષના ત્યાગની ભાવનાનાં ૨૩કળશરૂપ કાવ્યો કહે છે
ગાથા-૧૪૨ ઉપર પ્રવચન कम्मं बद्धमबद्धं जीवे एवं तु जाण णयपक्खं।
पक्खादिक्कतो पुण भण्णदि जो सो समयसारो।।१४२।। છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે;
પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે “સમયનો સાર' છે. ૧૪૨. ટીકા – એકસો બેંતાલીસ (ગાથાની) ટીકા “જીવમાં કર્મ બદ્ધ છે” એવો જે વિકલ્પ-રાગ અને “જીવમાં કર્મ અબદ્ધ છે એવો જે રાગ એ બને નયપક્ષ છે. નયનો “પક્ષી છે. નાતિકાન્ત અંદરમાં નથી ગયો. આહાહા ! ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ એ વિકલ્પથી પાર, વિકલ્પથી અતીત છે, જે તે નયપક્ષને અતિક્રમ્યો થકો-જે તે (બને) નયપક્ષને અતિક્રમે છે, અધિકાર એવો આવ્યો છે ભાઈ. ' અરે! આ મનુષ્યપણામાં કરવા લાયક હોય તો આ છે. બાકી બધાં થોથાં છે. આ ભવ તે ભવના અભાવ માટેનો ભવ છે. આહાહા ! એ ભવનો અભાવ કેમ થાય? એ કહે છે. જે એ નયપક્ષને અતિક્રમે છે એને ઉલ્લંઘન કરી દે છે. વિકલ્પ-રાગ છે એને છોડી દે છે. આહાહા ! સૂક્ષ્મ વાત છે પ્રભુ. આહાહા! આત્માને તો “ભગવાન” તરીકે બોલાવે છે બોંતેર ગાથામાં ભગવાન તરીકે બોલાવે છે. ભગવાન આત્મા એ તો જ્ઞાનઘન-આનંદકંદ વિકલ્પાતીત, રહિત છે. સૂક્ષ્મ વાત છે ભાઈ લોકો તો બહારથી જાણે કાંઈક દયા–દાન–વ્રત ને ભક્તિ કરે તો જાણે કે તે કલ્યાણ થઈ જશે આ જાત્રા કરે લ્યો ને શેત્રુજાની ને સન્મેદશિખરની એ તો રાગ છે. એય? આ છ ગાઉ ફર્યાને ઉઘાડે પગે રાગ છે, નરેન્દ્રભાઈ, આંહી તો આવી વાત છે પ્રભુ! આહાહા!
એ વિકલ્પ ઊઠે છે એનાથી ભગવાન શૂન્ય છે. એવો રહિત પ્રભુ અંદર છે. આહાહા! ત્રિલોકનાથ વીતરાગ પરમેશ્વર કેવળજ્ઞાની સમોસરણમાં વર્તમાન બિરાજે છે, એ કહે છે એ આ વાત છે. ઈન્દ્રો ને ગણધરોની વચ્ચે મહાવિદેહ જમીન પર છે (એ) ક્ષેત્ર. ભગવાન