________________
૪૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ તો કહે છે તારામાં અબદ્ધ છું, શુધ્ધ છું, એક છું. અખંડ એવો તને વિકલ્પ આવ્યો, એ વિકલ્પ આવ્યો, પક્ષ આવ્યો હજી, એ પક્ષ આવ્યો એનાથી તને લાભ શું થયો. આહાહાહા ! આવી વાત છે. તેથી શું?
જે આત્મા તે બંને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે. ઠીક! ચોથે ગુણસ્થાને સમયસાર છે.
कम्मं बद्धमबद्धं जीवे एवं तु जाण णयपक्खं। पक्खादिक्कतो पुण भण्णदि जो सो समयसारो।।१४२।। છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે;
પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે “સમયનો સાર” છે. ૧૪૨. ટીકા :- “જીવમાં કર્મ બદ્ધ છે' વ્યવહાર સંબંધ છે એવો જે વિકલ્પ તથા “જીવમાં કર્મ અબદ્ધ છે” એવો જે વિકલ્પ, રાગ તે બન્ને નયપક્ષ છે, બેય નયનો પક્ષ છે નયનું નિશ્ચય સ્વરૂપ નથી, પક્ષ છે એમ કીધું. જે તે નયપક્ષને અતિક્રમે છે અબદ્ધ છું કે બદ્ધ છું એ તો જાણે વ્યવહારનો નિષેધ કરતાં આવ્યા છીએ, અબદ્ધ છું એવો જે વિકલ્પ છે એને જે ઓળંગી જાય છે, છોડે છે, તે જ સકળ વિકલ્પને અતિક્રમ્યો થકો બધાં વિકલ્પને છોડતો થકો, પોતે નિર્વિકલ્પ, અનુભવમાં નિર્વિકલ્પ અભેદ એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને, વિજ્ઞાનઘન સ્વભાવ થઈ સાક્ષાત્ સમયસાર થાય છે,
આવી વાત છે, હજી લોકોને બહારથી કાંઈક વ્યવહારથી આ કરીએ ને દયા પાળીએ ને આ કરીએ ને વ્રત કરીએ ને ભક્તિ કરીએ ને તપસ્યા કરીએ. (શ્રોતા- પણ નિશ્ચય વિનાનો વ્યવહાર ક્યાંથી આવ્યો ) પણ વ્યવહારેય ક્યાં છે? વ્યવહાર ઈ ક્યાં છે. વ્યવહાર આ છે કે બદ્ધ છે, અબદ્ધ છે. એવો વિકલ્પ છે એ વ્યવહાર છે. ઓલો તો વ્યવહારેય ક્યાં છે? આ પણ વ્યવહાર નિશ્ચય કરે તો થાય નિર્વિકલ્પ એક, એક શબ્દ છે. અબદ્ધ છું એવો પણ વિકલ્પ છે એ બીજા પણું છે. એનાથી રહિત નિર્વિકલ્પ એક વિજ્ઞાનધન સ્વભાવ રૂપ થઈને, આહાહા... છેલ્લામાં છેલ્લો સાર છે. સાક્ષાત સમયસાર થાય છે. ત્યારે તે સમયસાર નિર્વિકલ્પ વેદન થાય વિકલ્પ વિનાનો ત્યારે તે સમયસાર છે અને જેવો છે તેવો અનુભવાયો – આહાહાહા ! અહીં સુધી છે. હજી ઓલા તો કહે વ્યવહારથી નિશ્ચય થાય ને આનાથી આ થાય. અહીં તો કહે કે નિશ્ચયનો વિકલ્પ છે સ્વની અપેક્ષાનો જે વિકલ્પ છે નિશ્ચયનો એય નહીં. બીજા વિકલ્પ દયા દાનના તો બહારની અપેક્ષાની–પર દીશાના આ તો સ્વ તરફના હું અબદ્ધ છું – એ તો સ્વ તરફનો (વિકલ્પ) છે. આહાહા! એવો જે વિકલ્પ છે તેને જે છોડે છે તે નિર્વિકલ્પ વિજ્ઞાનઘન સ્વભાવ થઈને સાક્ષાત સમયસાર છે.
ત્યાં ( વિશેષ સમજાવવામાં આવે છે કે ) –જે “જીવમાં કર્મ બદ્ધ છે” એમ વિકલ્પ કરે છે કર્મનો સંબંધ છે જીવને, સર્વ સંબંધ નિષેધ કર્યા છે છતાં સંબંધ છે વ્યવહારથી એવો કોઈ વિકલ્પ એટલે રાગ કરે છે તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને છોડતો હોવા છતાં, એ અબદ્ધને લક્ષમાંથી છોડે છે. બદ્ધને લક્ષમાં લે છે. આહાહાહા ! જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને છોડતો નથી. હુ અબદ્ધ છું, હું બદ્ધ છું એને અબદ્ધ સ્વભાવનો