________________
४०८
સમયસાર સિદ્ધિ ભાગ-૫ [ સ્વરુપHT:](પોતાના) સ્વરૂપમાં ગુમ થઈને [ નિત્યમ] સદા [ નિવસત્તિ] રહે છે [તે ઈવ] તેઓ જ,[વિત્પનાdવ્યુતરશાન્તવિતા:] જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે એવા થયા થકા, [ સાક્ષાત અમૃd fપત્તિ] સાક્ષાત્ અમૃતને પીએ છે.
ભાવાર્થ-જ્યાં સુધી કોઈ પણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે. ૬૯.
કળશ - ૬૯ ઉપર પ્રવચન य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसन्ति नित्यम्। विकल्पजालच्युतशान्तचित्ता
स्त एव साक्षादमृतं पिबन्ति।।६९ ।। જેઓ નયપક્ષપાતને છોડી–એનો અર્થ એવો નથી કે નયે અબદ્ધ કીધો માટે એ ખોટું છે અબદ્ધ, અને કોઈ બીજું જ હશે. હા, એમ કહે છે ને ઓલો જિનેન્દ્રવર્ણી વાણીમાં આવ્યું પણ બધું આવ્યું નથી માટે કાંઈક બીજું પણ હશે, (શ્રોતા:- પણ આનાથી વિરુદ્ધનું તો ન હોય ને) અરે, ભાઈ આનાથી વિરુદ્ધ અને પ્રભુ, ક્યાં જઈને અટક્યો તું? આ તો ત્રિલોકનાથ પરમાત્માએ જેટલું કહેવાય, તેટલું થોડું કહેવાણું જેટલું કહેવાણું એટલું સત્ છે, એનાથી વિરુદ્ધ હોય નહીં, એનો વિસ્તાર હોય એનાથી, સમજાય છે? કહ્યું તેનો વિસ્તાર હોય, કહ્યું તેનું વિરુદ્ધ (કથન) ન હોય. આહાહાહા ! આવું થોડા ફેરે કેટલો ફેર પડે છે? પણ (શ્રોતા- બધોય ફેર પડે છે) બધોય ફેર થાય છે.
જેઓ નયપક્ષપાતને છોડી, પોતાના સ્વરૂપમાં ગુપ્ત (થઈને), આહાહા ! જ્ઞાન ને આનંદ પ્રભુ, તેમાં ગુપ્ત થાય છે, રાગનું અગુપ્તપણું છોડે છે. આહાહા! “છોડે છે એ પણ એક નાસ્તિથી કથન છે, બાકી “છોડે છે એ કાંઈ નથી, ઉપદેશમાં શું આવે? બાકી સ્વરૂપમાં જાય છે, એટલે વિકલ્પની ઉત્પત્તિ થતી નથી, તેથી તે વિકલ્પને “છોડે છે” એમ કહેવામાં આવે છે, નામમાત્ર કથન. આહાહાહા !
જેઓ નયપક્ષપાતને છોડી, પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈ સચ્ચિદાનંદ પ્રભુ, વીતરાગસ્વરૂપે જિન, ત્રિકાળ જિનસ્વરૂપી પ્રભુ, ત્રિકાળ જિનસ્વરૂપી નિરાવરણ પ્રભુ. આહાહા ! ત્રિકાળ. રાગની સાથે પણ સંબંધ નથી એવો પ્રભુ, રાગને સંબંધ છે એ એક સમયની પર્યાય હારે છે, વસ્તુ છે, દ્રવ્ય છે એને તો કંઈ સંબંધ છે જ નહીં. એવો જે નયપક્ષ રહિત, પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈને સદા રહે છે સદા રહે છે. આહાહા ! કોઈક વાર થઈ જાય ને વળી પાછા પડી જાય ને, એ પ્રશ્ન આંહી નથી લેતાં. આહાહા!
એ વસ્તુમાં સદાય રહે છે એમ કહ્યું ને? સદાય રહે છે. આહાહા ! શું વાણી. જેણે વિકલ્પને