________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભાવાર્થ :- જીવ કર્મથી બંધાયેલો છે તથા નથી બંધાયેલો–એ બન્ને નયનો પક્ષ છે. બંને જ્ઞાનના અંશનો પક્ષ છે. તેમાંથી કોઈએ બંધપક્ષ પકડયો વ્યવહાર–તેણે વિકલ્પ જ ગ્રહણ કર્યોકોઈએ અબંધપક્ષ પકડયો, તેણે પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો. આહાહા ! અને કોઈએ બન્ને પક્ષ પકડયા, તેણે પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું. આહાહા ! એમ કે બેય માનવું જોઈએ અનેકાન્ત છે. બદ્ધ પણ છે ને અબદ્ધ પણ છે. અનેકાન્ત અમે માનીએ, નહિ તો એકાંત થઈ જશે. એમ કરીને એ બેયના પક્ષનો વિકલ્પ કરે છે. વિકલ્પ કરે છે, બાકી નિશ્ચય તો નિર્વિકલ્પ અબદ્ધ જ છે નિશ્ચયથી તો નિર્વિકલ્પ અબદ્ધ જ છે.પણ અબદ્ધનો વિકલ્પ અને બદ્ધનો વિકલ્પ એ અનેકાંત છે એમ જે માને ને બેને અમે માન્યું માટે અનેકાન્ત, એ અનેકાન્ત નથી. મિથ્યા અનેકાન્ત છે.
૪૦૪
સમ્યક્ એકાંત-વિકલ્પ વિનાની ચીજ છું, અબદ્ધ સ્વરૂપનો અનુભવ, તે સમ્યક્ એકાંત છે. અને સમ્યક્ એકાંત થયું, એ પછી પર્યાયનું જ્ઞાન કરે એને વ્યવહાર અને પ્રમાણજ્ઞાન કહેવામાં આવે છે. પણ આ સમ્યક્ દ્રવ્ય તરફના વલણવાળું જ્ઞાન થાય એ જ્ઞાન પર્યાયને જાણે પછી, એ વ્યવહા૨ થયો એ અનેકાન્ત થયું. એક આ અને એક આ બે અનેકાન્ત. આહાહા ! આવી વાતું
છે.
કોઈએ બન્ને પક્ષ પકડયા, તેણે પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું પરંતુ એવા વિકલ્પોને છોડી, આહાહા ! આખો સંસાર, ૫૨ ત૨ફના લક્ષવાળો વિકલ્પ એ પણ સંસાર છે, જે વિકલ્પની દશા ખરેખર તો ઈ મનના સંગની-૫૨ ત૨ફની છે. એ સ્વરૂપ નથી. આહાહા ! એ બન્ને પક્ષને છોડી, જે કોઈ પણ પક્ષ ન પકડે, તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી શુદ્ધ પદાર્થનું સ્વરૂપ ‘જાણી’, તે–રૂપ સમયસારને એટલે શુદ્ધાત્માને પામે છે. તે અંદર સમ્યગ્દર્શનમાં શુદ્ધાત્માને પામે છે. આહાહા !
ને
આંહીથી પહેલું આવ્યું'તું ને. તેથી શું ? આંહી સુધી આવ્યો તેથી શું ? આહાહાહા ! વ્રત પૂજા ને ભક્તિ ને નિયમ ને પંચકલ્યાણક ને ધમાધમ, ઓહોહો ! એમાં તો એ એકદમ રાજી– રાજી થઈ જાય છે આપણે કાંઈક ધ૨મ કર્યો. એ તો ક્યાં'ય રહી ગ્યું પણ અંતરમાં સ્વ તરફના વલણવાળો વિકલ્પ જે રાગ એ પણ બંધનું કા૨ણ છે. અહીં કર્તા કર્મમાં એ વિકલ્પ તેનો કર્તા, વિકલ્પ તેનું કર્મ એ તો મિથ્યાત્વ ભાવ છે. આહાહાહા ! નિર્વિકલ્પ ચીજ જે અંદર છે એનો અનુભવ દૃષ્ટિ લઈને કરવો તે જ એક સમયસાર ને આત્મા છે. આહાહા !
નયપક્ષ પકડવો તે રાગ છે, જોયું ? ચાહે તો નિશ્ચયનયનો હો, પણ એ નય ઉ૫૨ લક્ષ રાખવું તે રાગ છે, આંહી રાગવાળી નય લીધી છે. આમ ‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો, પ્રાપ્તિ કરે નિર્વાણની’ –એ ( જે કહ્યું ) એ વિકલ્પ નહીં ત્યાં, ત્યાં એમ છે, આંહી તો વિકલ્પનો પક્ષ લીધો છે. અને બાકી તો ‘શુદ્ઘનય’ અને આમેય આવ્યું છે ને..વિદ્વતજનો ભૂતાર્થ તજી, વ્યવહા૨નું વર્તન કરે ત્યાં ભૂતાર્થનો આશ્રય કરે તો કલ્યાણ થાય એમ આવ્યું એમાં વિકલ્પ નહીં. વિદ્વતજનો વિદ્વાનો ભણી–ભણીને વ્યવહાર કાઢે એમાંથી, લખાણ વ્યવહા૨નાં ઘણાં, ભણનારાં આગમના અભ્યાસીઓ, ઈ એમાંથી વ્યવહાર કાઢે, પણ ભૂતાર્થને છોડે એમ કહે. આહાહા ! વિદ્વતજનો ભૃતાર્થ તજી ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ, પૂર્ણાનંદ પ્રભુ તેનો આશ્રય છોડી અને વ્યવહા૨માં