________________
સમયસાર સિદ્ધિ ભાગ-૫ આવો મારગ છે બાપા, બહુ ઝીણો અત્યારે તો ચાલતો નથી, અત્યારે તો બધું આમ વ્યવહાર કરો, આ કરો ને આ કરો ને આ કરો, ધર્મનો પ્રચાર કરો, હજી તને ખબર નથી ધર્મ શું ને ધર્મનો પ્રચાર ક્યાંથી કરતો'તો ? આહાહા ! પ્રચાર તો તારામાં થાય કે બહા૨માં થશે ? આહાહા ! લોકોને બહારની હો'હા એવી રૂચે કે અંદરમાં આ શું ચીજ છે ? ( શ્રોતાઃ– બહા૨મેં બોજા કમ પડતા હૈ. ) બહા૨માં બોજો ઓછો પડે છે ? બહારમાં બોજા વધે છે. આહાહા ! એમ કે ‘આ’ બોજો લાગે ને આકરી વાત લાગે ને ઓલું હળવું લાગે. (શ્રોતાઃ– એ તો સ્થૂળ વાત હોય ને ! ) આંહી તો કહ્યું કે પ્રભુ તું એકરૂપ છો વિજ્ઞાનન છો, અબદ્ધ છો–મુક્ત છો, સ્વરૂપ તો મુક્ત જ છે, અબદ્ધ કહો કે મુક્ત કહો પણ મુક્ત છે એવો જે વિકલ્પ ઊઠાવે છે રાગ, એનાથી તને મુક્તનો લાભ નહીં થાય. આહાહા ! કાલ આવ્યું’તું પ્રવચનમાં શુભઉપયોગ, દેવ ગુરુ જતિ ને એની પ્રતિમા એની પૂજા ભક્તિ વિનય, એ બધો શુભઉપયોગ છે એ આત્માનો સ્વભાવ નહિ. આહાહા !
૪૦૦
ત્યાં વિશેષ સમજાવવામાં આવે છે કે ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એમ વિકલ્પ કરે છે તે, ‘જીવમાં કર્મ અબદ્ધ છે' એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં–બદ્ધ છે એવો વિકલ્પ કરે છે તો અબદ્ધ છે એવા વિકલ્પને તજે છે. ( છતાં ) વિકલ્પને અતિમતો નથી–એક પક્ષના વિકલ્પનું અતિક્રમણ કરતો હોવા છતાં ‘વિકલ્પ ’નું અતિક્રમણ કરતો નથી. એ ‘બદ્ધ’ છે એવા વિકલ્પમાં આવ્યો એ ‘અબદ્ધ’ના વિકલ્પને છોડે છે પણ ‘વિકલ્પ’ને છોડતો નથી ઈ, અબદ્ધનો વિકલ્પ છોડે છે ( પરંતુ ) વિકલ્પનું અતિક્રમણ કરતો નથી. શું કહ્યું સમજણમાં આવ્યું ? કે હું કર્મ બદ્ધ છું એવો વિકલ્પ કરે છે, હું કર્મબંધનરહિત છું એવા વિકલ્પને તજે છે ( છતાં ) એ ( એવા ) વિકલ્પને છોડતો હોવા છતાં વિકલ્પને છોડતો નથી. સમજણમાં આવ્યું ?આહાહા ! ત્યાં આવું કાંઈ નૈરોબીમાં મળે તેવું નથી રાયચંદભાઈ ? ( શ્રોતાઃ– માટે તો આપને ત્યાં તેડી જાય છે. ) ( અન્યશ્રોતાઃ- આંઠી જેવો એક શબ્દ પણ ક્યાંય મળે એમ નથી. ) મળે એમ નથી. આહાહાહા ! બે લાખ આપ્યા છે એમણે ત્યાં, આફ્રિકામાં મંદિર બને છે ને જેઠ સુદ અગિયા૨સે, બે લાખ એમણે આપ્યાં, બે લાખ બે હજાર ઉપરાંત એક લાખ અગિયાર હજા૨ તીર્થ ફંડમાં આપ્યાં, ત્રણ લાખ આપ્યાં. પણ વાત ઈ ( એમાં ) રાગની મંદતા હોય તો પુણ્ય છે ધર્મ નથી. ( શ્રોતાઃ– એક તો રૂપિયા ય જાય ને ધ૨મ થાય નહીં ! ) રૂપિયા પણ ક્યાં એના હતા ? રૂપિયા તો જડ છે. શેઠ ! તમારી દલીલ કરે છે. એક તો પૈસા ય જાય ને વળી પુણ્યબંધન થાય. (ધર્મ ન થાય ! ) ( શ્રોતા:- પુણ્ય ભલે થાય ત્યારે ) એ તો અજીવ તત્ત્વ છે, અજીવતત્ત્વ, જીવતત્ત્વનું આત્માનું થાય છે ? આંહી તો વિકલ્પ-પુણ્ય તત્ત્વ એ પણ જીવતત્ત્વનું નથી થતું-હું અબદ્ધ છું એવો વિકલ્પ તે પુણ્યતત્ત્વ છે, શુભરાગ છે એ પણ આત્માનો નહિ. આહાહાહા !
આહાહા ! મારગ બાપુ ૫રમેશ્વરનો વીતરાગનો કોઈ અલૌકિક છે અને એ વીતરાગ ૫૨મેશ્વ૨ સિવાય બીજે ક્યાંય છે નહીં જૈન પરમાત્મા સિવાય આ મારગ ક્યાંય નથી. બધે કલ્પિત કહ્યો છે બધાએ–કોઈ ઈશ્વર કર્તા ને કોઈ આ કર્તા ને-કોઈ ક્ષેત્રપાલને કોઈ દેવી-દેવલા ને કોઈ હનુમાનને ફલાણાને માનો ને ભ્રમણા બધી ભ્રમણા. આહાહા !
આંહી તો ૫રમાત્મા-આત્મસ્વરૂપે ૫૨મસ્વરૂપ વિજ્ઞાનઘન એનો ‘હું આવો છું' એવો