________________
ગાથા૧૦૧
૧૭૯ સમ્યગ્દર્શનશાનચારિત્ર જે આત્માના આનંદના પરિણામ છે એનાથી બંધન થાય છે? તો (જે) બંધન થયું તો રાગથી થયું (તેથી) રાગ છે એ તો વિકાર છે અને એ વિકાર છે તો જ્ઞાતાનું શેય છે-જ્ઞાનીને વિકાર જે દેખાય છે એ વિકારનું જ્ઞાન કરે છે, વિકાર મારો છે એમ જ્ઞાની માનતા નથી. આહાહા ! (શ્રોતા:- ષોડશકારણ ભાવના કોણ ભાવે છે?) ભાવે છે ક્યાં? એ ભાષા છે. આવે છે રાગ-વિકલ્પ એને. સમકિતીને એ વિકલ્પ આવે છે. પણ એ વિકલ્પના કાળમાં પોતાના સ્વપ૨પ્રકાશકશાનમાં એ વિકલ્પ નિમિત્ત છે. અને એ વિકલ્પના કર્તા ધર્મી નથી. એનું જ્ઞાન ને પોતાનું જ્ઞાન એનો કર્તા, જ્ઞાનમાં વ્યાપક છે (તેથી) એ કર્તા છે, જ્ઞાનનો! આહાહાહા ! આવું છે!
(શ્રોતા- જ્ઞાનીને રાગ થાય ને એનો કર્તા નહીં?) જ્ઞાનીને રાગ થતો જ નથી. જ્ઞાનીને રાગનું જ્ઞાન થાય છે આવી વાતું બાપુ ! બહુ આકરું કામ છે, આહાહા ! (શ્રોતા:- પર્યાયમાં રાગનું જ્ઞાન થાય છે!) એ રાગ નહિ, એ રાગ મારો એ ય નહિને (હું તો) જ્ઞાનનો કર્તા છું તો રાગ છે તો મારા જ્ઞાનમાં રાગનું જ્ઞાન થાય છે એવું છે નહીં ને એ હજી રાગ(નો બોલ) આવશે ત્યારે કહીશું, આંહી તો હજી “નામ” ને “કર્મ આવ્યું ને ! એટલે જરી લીધું તીર્થકરગોત્ર.
નામકર્મમાં પાંચેય શરીર આવે છે. પાંચેય શરીર, એ પાંચેય શરીરનું આ બંધાય કર્મ, એનો ધર્મી સમકિતી જ્ઞાની, એનો જાણવાવાળો છે. એ પરિણામ થયા બંધનના પાંચ શરીરના નામકર્મમાં, તો એનો તો હું જાણનાર છું, મને જાણું છું ને એને પણ હું જાણું છું એ જાણનારના પરિણામોની સાથે મારે કાર્ય-કર્મ કર્તવ્ય છે. વ્યાપ્ય વ્યાપક એની સાથે છે. આહાહાહા ! વ્યાપ્ય નામ કાર્ય ને વ્યાપક નામ કર્તા. આહાહા ! સમજાણું કાંઈ..? એ પ્રકૃતિ બંધાઈ એવું ખ્યાલમાં આવ્યું, તો એનું જ્ઞાન થયું, તો (એ જ્ઞાન) એનાથી થયું નથી, પોતાના જ્ઞાનનું જ્ઞાન કરવાથી સ્વપરપ્રકાશક જ્ઞાન થયું, એ જ્ઞાનમાં એ નિમિત્ત કહેવામાં આવ્યું, તો નિમિત્ત છે તો અહીં પરનું જ્ઞાન થયું એમ પણ છે નહીં, પોતાથી સ્વપરપ્રકાશકશાન થવામાં જે પરિણામ થયા એમાં આત્મા વ્યાપક છે, આ પરિણામનો કર્તા ને પરિણામ એનું કાર્ય છે. આહાહા ! બહુ ઝીણું સંતોએ દિગમ્બર મુનિ. આહાહા ! કેવળીના કડાય તો કેવળીને ખડા રાખ્યા છે અંદર. આહાહા !
એ વાણી આવી, બીજે ક્યાંય શ્વેતાંબરમાં આવી નથી, સ્થાનકવાસીમાં આવી નથી, અન્યમતમાં તો ક્યાંથી લાવે? આહાહા! આ તો વસ્તુનું સ્વરૂપ ભગવાન ત્રણલોકના નાથ પ્રકાશે છે, એ સંતો કહે છે. એ સંતો, આડતિયા થઈને જગતને સર્વજ્ઞનો માલ બહાર પ્રસિદ્ધ કરે છે. આહાહા ! ભાષા તો સાદી છે પણ ભાવ તો ભાઈ (જે છે તે છે!) ! કહો, આણંદજીલાલ ! આવા હોય ત્યાં ઓલા પતરા, પીતળના વાસણ-ઠામમાં તો આવું કાંઈ આવે નહીં ત્યાં, આહાહા ! (શ્રોતા- પૈસા તો આવે ને !) પૈસાય આવતા નથી, એની પાસે તો મમતા આવે છે, પૈસા તો દૂર રહી જાય છે. પૈસાના અસ્તિત્વમાં (પૈસા છે) આત્માના અસ્તિત્વમાં પૈસાનું અસ્તિત્વ આવે છે? આત્માના અસ્તિત્વમાં આ પૈસા મારા એવી મમતા એના અસ્તિત્વમાંપર્યાયમાં આવી, તો એ મમતા તો દુઃખરૂપ છે. ( શ્રોતા- પૈસા કોના) પેસા જડના, જડના પૈસા જડમાં, આત્માના પૈસા ત્રણ કાળમાં નથી. આંહી તો હજી આમાં (એથી આઘી વાત) આવશે. આહાહાહા !