________________
૧૮૧
સચ્ચિદાનંદ પ્રભુ–સત્ જ્ઞાન ને આનંદનો ભંડાર ભગવાન આત્મા, એની સમીપ જે ગયા હતા ત્યારે એના ભાનમાં કહે છે કે જે રાગ છે એનું જ્ઞાન અમને થાય છે. એ જ્ઞાન પણ રાગ છે તો એનું જ્ઞાન થાય છે એમ પણ નથી. અમને એનું જ્ઞાન થાય છે ને અમારું જ્ઞાન એ અમારાથી થાય છે. સ્વતઃ એમ આવ્યું ને પહેલું ? દેખનેવાલા ને એમ આવ્યું ને ? સ્વતઃ વ્યાસ થઈને એમ આવ્યું ને, આ સ્વતઃ જાણનારથી વ્યાસ થઈને, સ્વતઃ વ્યાસ થઈને- આહાહા ! ભાષા.. તે કાંઈ ( ઓહોહો ) ટીકા પ્રિયંકરજી ? આવી વાતું આંહી તો મહાવ્રત ને બારવ્રત-રાગ એ માને ધર્મ, મિથ્યાર્દષ્ટિ છે અજ્ઞાન છે. સંસારમાં રખડવાવાળા ભાવ એ છે.
અહીં તો પ્રભુ કહે છે કે રાગ થયો, તો એ જ સમયે રાગનું જ્ઞાન થયું રાગ થયો ને પછી એનું જ્ઞાન થયું એવું છે નહીં. રાગ થયો તે જ સમયે રાગનું જ્ઞાન ને પોતાનું જ્ઞાન થાય છે ધર્મીને–સમ્યગ્દષ્ટિને પોતાનું જ્ઞાન અને રાગ થયો એનું જ્ઞાન, રાગના કાળમાં પોતાનું જ્ઞાન ને પરનું જ્ઞાન, રાગનું જ્ઞાન રાગના કાળમાં થાય છે. આહાહા ! સમજાણું કાંઈ.... ?
ઘણાં ભાવો મગજમાં આવી જાય છે, આવીને પાછા વયા જાય છે–આમ કરતાં કરતાં. ગંભી૨ ને ઘણાં (ભાવો ) મગજમાં આવતાં હોય ને આવી ગયો'તો એક આવી ગયો તો હમણાં (પાછો ) વયો ગયો ! ( શ્રોતાઃ- વિકલ્પનો સ્વકાળ છે ને) પર્યાયનો સ્વકાળ છે ને સ્વકાળ છે. એ રાગને જાણવું એ પણ જ્ઞાનનો સ્વકાળ છે અને રાગને જાણવાની પર્યાય ને પોતાને જાણવાની પર્યાય ( શ્રોતાઃ– પર્યાયનો સ્વકાળ છે) એ ષટ્કા૨કથી પરિમિત થઈને પોતાથી ઉત્પન્ન થાય છે.
ગાથા-૧૦૧
આહાહા ! જેમાં પોતાનું જ્ઞાન થયું હું આનંદ શાન શુદ્ધ ચૈતન્ય છું અને રાગનું જ્ઞાન થયું, એ પર્યાય એક સમયની ષટ્કારક, પર્યાય કર્તા, પર્યાય કાર્ય, પર્યાય કરણ, પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન, પર્યાય આધાર-એ ષટ્કા૨કની પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે. આહાહાહા ! તો રાગથી આત્માની પર્યાય વ્યાસ નથી થતી, રાગનું જ્ઞાન જે પોતાથી પોતાનામાં થયું એમાં વ્યાસ થાય છે. કહો, હસુભાઈ ? આમાં યાદ રહેવું મુશ્કેલ, પ્રવિણભાઈ પૂછે કે હસુભાઈ, શું સાંભળીને આવ્યા ? શું કહેવું આમાં, કોણ જાણે ? કહે, બહુ ઝીણી વાત. ( શ્રોતાઃ– અભ્યાસ કરે તો બધી ખબર પડે ) અરે, એની તાકાત છે એ સમજવાની પોતાની તાકાત છે. પોતાને અને પરને જાણવાની એ તો પોતાની તાકાત છે. આહાહા !
એ તો બપો૨ના ચાલે છે ને કે પોતાના જ્ઞાન સિવાય બધા દ્રવ્યો જે છે એ બધા દ્રવ્યોને જાણવાની પર્યાય—બધા દ્રવ્યપણે નથી પરિણમતી પણ એનાં જ્ઞાનપણે પરિણમે છે. બધા દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન થયું અહીંયાં, એ જ્ઞાનનું પરિણમન એ બધાના જ્ઞાનનું પરિણમન એ આત્મા છે. આહાહાહા ! સર્વને જાણવાવાળો એ આત્મા છે, તો એ સર્વને જાણે એક સમયમાં. એ જાણવાના પરિણામ આત્મા કરે છે માટે એ આત્મા.
“રાગ” –ચાહે તો દયાનો રાગ હો, તો પણ એ તો હિંસા છે, પોતાના સ્વરૂપની હિંસા છે. આહાહાહા ! કેમ કે રાગ છે એ અહિંસા નથી, રાગની ઉત્પત્તિ થવી એ તો સ્વરૂપની હિંસા છે. જ્ઞાની, રાગને જાણે છે, ૫૨ની દયા તો કરી શકતા નથી, પણ રાગનો કર્તા પણ જ્ઞાની નથી. આહાહાહા ! એ રાગ થયો, એનું જ્ઞાન એ જ સમયમાં જ્ઞાનીને પોતાના સ્વપ૨પ્રકાશક (જ્ઞાન )