________________
उ४४
સમયસાર સિદ્ધિ ભાગ-૫ અજ્ઞાનજાતિના છે- અજ્ઞાનજાતિનું ઉલ્લંઘન નહિ કરવાથી, એટલે રાગ એ અજ્ઞાન છે રાગમાં આત્મા નહિ. આહાહાહા !
શુભ-અશુભ-વ્રત-તપના ભાવ પણ શુભરાગ છે, એ કોઈ ધર્મ નથી, એ રાગની ચિમાં અજ્ઞાનીને, શુભાશુભ રાગ (છે તે) અજ્ઞાનમય જાતિને ઉલ્લંઘતા નથી. એ અજ્ઞાનમય ભાવમાં રહે છે. આહાહાહા ! આવી ઝીણી વાત હવે. શેઠ?
વ્રત-તપ-ભક્તિ-પૂજાના ભાવ, શુભરાગ એની રુચિ અજ્ઞાનીને છે. અજ્ઞાનીને રુચિ છે. થાય છે અજ્ઞાનીને રુચિ છે, આ ઠીક છે. આહાહાહા ! ઝીણી વાત ભાઈ ! એ કહે છે ને દેખો, તેથી અજ્ઞાનીના ક્રોધ-માન-વ્રત-તપ-ક્રોધ, માન અશુભ ભાવ છે, વ્રત, તપ શુભભાવ છે પરંતુ એ સમસ્ત ભાવ અજ્ઞાનજાતિના છે. આહાહા ! એ વિકારભાવ છે એ બધા અજ્ઞાનજાતિના છે, આત્માનું જ્ઞાન એમાં છે નહિ, એ તો વિકાર છે-વિભાવ છે-અશુદ્ધ છે. અશુદ્ધભાવમાં અજ્ઞાનીને પ્રેમ ને રુચિ છે એને સ્વભાવની દૃષ્ટિ છે નહીં. હું જ્ઞાન ને આનંદ છું એવું તો ભાન છે નહીં એ અજ્ઞાની, પોતાના શુભ-અશુભ ભાવની જાતને ઉલ્લંધતો નથી–એ શુભ-અશુભ ભાવ મારો છે એવું માનીને પરિણમે છે. આહાહા ! આવો મારગ છે. આકરો લાગે લોકોને શું થાય.
અનંત કાળમાં અનંત અનંત અનંત કાળથી, જેની આદિ નથી એવા અનાદિ કાળથી શુભ-અશુભ ભાવ તો અનંતવાર કર્યા છે, એ તો રાગભાવ છે, એ આત્મભાવ નહીં, એ સ્વભાવ ભાવથી વિરુદ્ધ ભાવ છે. તો અજ્ઞાનીઓને શુભ-અશુભનો પ્રેમ હોવાથી, અજ્ઞાનજાતિને એ ઉલ્લંઘતા નથી–એ અજ્ઞાન જાતિને છોડતા નથી. આહાહાહા ! છે અંદર છે કે નહિ? આકરી વાત ભાઈ ! વીતરાગ જૈનદર્શન! જૈન પરમેશ્વર ત્રિલોકનાથ સીમંધરસ્વામી ભગવાન બિરાજે છે મહાવિદેહમાં, ત્યાં કુંદકુંદાચાર્ય ગયા હતા સંવત-ઓગણપચાસ, બે હજાર વર્ષ પહેલાં, દિગમ્બર મુનિ કુંદકુંદાચાર્ય. ત્યાંથી આવીને આ સંદેશ લાવ્યા. આહાહાહા!
(કહે છે) કે અજ્ઞાની, પોતાના શુભ-અશુભભાવની રુચિવાળા, એ શુભાશુભભાવ અજ્ઞાનભાવ છે. એ આત્મસ્વભાવ નહીં, તો અજ્ઞાની, પોતાના અશુભભાવને અને શુભભાવની રુચિને છોડતા નથી અજ્ઞાનજાતિને છોડતા નથી. છે કે નહિ શેઠ? (શ્રોતાઃ- આપને દેખા હું તો હૈ) આ તો અર્થ હજાર વર્ષ બે હજાર વરસ પહેલાંના છે. આહાહાહા!
“મુનિવ્રત ધાર અનંત બૈર રૈવેયક ઊપજાયો–પંચ મહાવ્રત લીધા, પાંચ સમિતિ-ગુતિ આદિ બધો વ્યવહાર કર્યો પણ એ તો બધો રાગ છે. આહાહા ! રાગની રુચિથી મને ધર્મ થશે, એવું અજ્ઞાનીને રાગની અજ્ઞાનજાતિ છોડતા નથી. આહાહાહા! સૂક્ષમ વાત છે ભાઈ ! છે કે નથી? ક્રોધ, માન ને વ્રત ને તપ બધા વિકલ્પ છે-રાગ છે બધા ઇત્યાદિ સમસ્ત ભાવ અસંખ્ય પ્રકારના શુભભાવ અને અસંખ્ય પ્રકારના અશુભ ભાવ-સમસ્ત ભાવ, અજ્ઞાનજાતિનું ઉલ્લંઘન ન કરવાથી, એ અજ્ઞાનની જાત છે એ બધા, અજ્ઞાની એને છોડતા નથી. અજ્ઞાનમય જ છે-એનાં તો બધા ભાવ અજ્ઞાનમય જ છે. આહાહાહા !
અને...જ્ઞાનીના સમસ્ત ભાવ, જ્ઞાન જાતિનું ઉલ્લંઘન નહિ કરતા. ધર્મીના ભાવ આનંદમય-જ્ઞાનયમ-શાંતમય-અવિકારમય એવા ભાવ થવાથી એ જ્ઞાનમય ભાવને એ ઉલ્લંઘતા નથી. જ્ઞાનમય ભાવને છોડીને અજ્ઞાનભાવ(ને) પોતાના માનતા નથી. આહાહાહા !