________________
૩૭)
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ભાવ અને હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગના ભાવ એ “પર” છે. ભગવાન “સ્વ” ભિન્ન છે.
અનાદિથી સ્વ-પરની એકત્વબુદ્ધિને કારણે, આહાહા! અમૃત ને ઝેરની એકતાબુદ્ધિ થઈ ગઈ, ભગવાન અમૃતસ્વરૂપ છે. આત્મા અતીન્દ્રિય આનંદમય પ્રભુ છે અને પુણ્ય-પાપના ભાવ ઝેર છે. આહાહા ! એ અમૃત ને ઝેરની એકત્વબુદ્ધિના અભ્યાસથી, નીચે છે ને છેલ્લી લીટી, ત્યારે જીવ સ્વયમેવ ત્યારે એટલે ? જ્યારે (જીવ) નવું કર્મ બાંધે છે ત્યારે જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના અધ્યાસને કારણે, તત્ત્વ-અશ્રદ્ધાનને કારણે આદિ તત્ત્વનું અશ્રદ્ધાન-હું આનંદ છું જ્ઞાન છું એ નહિ, હું તો પુણ્ય છું- પાપ છું, પુણ્ય-પાપના ફળ હું છું-એવા અતત્ત્વ શ્રદ્ધાનથી પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો –એ પોતાના અજ્ઞાનમય પરિણામ જે અજ્ઞાનીના, એનો એ હેતુ જીવ થાય છે. અજ્ઞાન પરિણામભાવોનો હેતુ જીવ થાય છે-અજ્ઞાનભાવનો હેતુ જીવ થાય છે અને એ પરિણામ નવાબંધમાં હેતુ થાય છે. આટલી વાતું હવે ક્યાં? સમજાણું કાંઈ..?
ભગવાન ત્રિલોકનાથ જિનેશ્વરદેવ વીતરાગ સ્વરૂપ પરમાત્માનો હુકમ આ છે. ઇન્દ્રો ને ગણધરોની વચ્ચે પરમાત્માની વાણી આ નીકળતી હતી. આહા ! પ્રભુ! તને પૂર્વ કર્મનો ઉદય આવીને નવું બંધન થાય છે, પણ તું તારા સ્વયમેવ અજ્ઞાનભાવને કારણે પરિણમે છે–એ પરિણમન થયું કર્મના કારણે એ અજ્ઞાન ને રાગ-દ્વેષ થયા નથી, કર્મને કારણે મિથ્યાશ્રદ્ધા થઈ એવું છે નહીં. આહાહાહા ! આંહી તો કહે, કર્મનો એવો ઉદય આવ્યો તો અમારે રાગ કરવો પડયો? મૂંઢ છે! એ રાગ ને દ્વેષ ને મિથ્યાભાવ સ્વયમેવ અજ્ઞાનથી કરે છે. આંહી તો એમ કહે
(કહે છે કે, પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો હેતુ થાય છે' પોતાના ભાવનો હેતુ થાય છે બંધનો હેતુ તો નિમિત્ત પછી. આત્મા અતીન્દ્રિય આનંદ પ્રભુ નિત્યાનંદ ધ્રુવ એને ભૂલીને, ક્ષણિક પુણ્ય-પાપના કૃત્રિમ–અનિત્ય ભાવ એને સ્વયમેવ અજ્ઞાનભાવ પોતાના પરિણામનો આત્મા હેતુ બને છે. આહાહાહા! એ પરિણામનો હેતુ થતો નથી ને એ પરિણામ નવા બંધમાં હેતુ થાય છે. છે? “પરિણામભાવોનો હેતુ થાય છે” એમ કહ્યું ને ! નવા કર્મમાં હેતુ થાય છે એ પછી, આ તો અજ્ઞાની નવો વિકાર-કર્મ કરે છે એનો હેતુ આત્મા થાય છે. આહાહાહા ! અને એ પરિણામ નવા બંધનમાં નિમિત્ત છે. નવું બંધન સ્વતંત્ર થાય છે. આ વિકાર કર્યો તો નવું બંધન થયું એમ નથી. નવું બંધન પોતાના પરમાણુંની પર્યાયમાં કર્મ થવાની યોગ્યતાથી કર્મ બંધાય છે. આહાહાહા ! એ નિમિત્ત, ત્યારે નિમિત્ત કહેવામાં આવે છે, જ્યારે આત્મા પોતાના અજ્ઞાનપરિણામમાં હેતુ થાય ત્યારે નવા કર્મમાં નિમિત્ત થાય, ત્યારે જૂના કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. નહિતર જૂના કર્મ તો ખરી જાય છે. આહાહાહાહા!
જૂના કર્મ ઉદય હો, પણ આત્મા પોતાના જ્ઞાનસ્વરૂપની દૃષ્ટિ કરે છે તો એ જૂના કર્મનો ઉદય ખરી જાય. પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપમાં હું છું તો સચ્ચિદાનંદ શુદ્ધચૈતન્ય સ્વરૂપ-હું તો જ્ઞાયક જાણન–દેખન સ્વભાવસ્વરૂપ હું, એવી દૃષ્ટિ કરે તો પૂર્વના કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે. પણ પૂર્વના ઉદયમાં પોતાના પરિણામ અજ્ઞાનભાવથી-મિથ્યાત્વભાવથી રાગ-દ્વેષ, પુણ્ય-પાપના કર્તા છે, તો એ પરિણામનો હેતુ આત્મા થાય છે ત્યારે નવા કર્મમાં એ નિમિત્ત