________________
ગાથા-૧૪૧
૩૯૩ એ નહીં. મારગ પ્રભુના. એ વિકલ્પ છે એ રાગ છે. હું અબદ્ધ છું અમૂઢ છું શુદ્ધ છું એવો વિકલ્પ ઊઠે છે, એ રાગ છે. એ નિશ્ચયનયના પક્ષનો સ્વની અપેક્ષાથી ઊઠેલો રાગ છે. તો એથી તને લાભ શું થયો? સમજાણું કાંઈ ? બીજાથી તો લાભ નહીં. આહાહા ! દેવગુરુશાસ્ત્રની ભક્તિ કરવી, એ તો રાગ છે એનાથી તો તને લાભ નથી. આહાહા ! પરમાત્મા એમ ફરમાવે છે, ત્રિલોકનાથ જિનેશ્વરદેવ, એની આજ્ઞા પ્રમાણે કુંદકુંદાચાર્ય જગતને જાહેર કરે છે. પ્રભુ તું અંદર છે ને ચીજ સચ્ચિદાનંદ પ્રભુ. “સિદ્ધસમાન સદા પદ મેરો” આહા! ચેતનરૂપ અનૂપ અમૂરત “ચેતનરૂપ અનૂપ અમૂરત' એને કોઈ ઉપમા નથી અમૂર્તિક વસ્તુ છે, “સિદ્ધ સમાન સદા પદ મેરો' આહાહા ! આવો વિકલ્પ આવે છે ત્યાં સુધી ક્યાં તારું કાર્ય થયું? આવી વાત છે ભગવાન! આહાહા !
ભાગ્યશાળીને તો કાને પડે એવી વાત છે, એવી ચીજ અત્યારે બહુ ગુપત થઈ ગઈ પ્રભુ શું કરીએ? સંપ્રદાયમાં તો આ વ્રત કરો ને અપવાસ કરો ને ભક્તિ કરો ને પૂજા કરો ને (તેથી) કલ્યાણ થાશે ને તારી દેશે, એ તો ક્યાંય વાત રહી ગઈ. પણ આંહી તો હું આત્મા અબદ્ધ એટલે છે એ અબદ્ધ એટલે મુક્તસ્વરૂપી જ છે આત્મા, પણ મુક્તસ્વરૂપ છું, અબદ્ધ છું એવો વિકલ્પ જે વૃત્તિ ઊઠે છે, એ બંધનું કારણ છે. આહાહા ! છે? ગાથા બહુ સારી આવી ગઈ છે. અમારા રમણીકભાઈ આવ્યા છે ને રમણિકભાઈ પાલેજ હિંમત બહુ કરી છે. વખાણ બહુ કરતા.
આ બાપુ થાય છે (થવા યોગ્ય ) શું થાય તે બધું, આ સંસારમાં શું ન બને? એ કહ્યું ને. એ તો આમ લગન થતા'તા મંડપમાં હતા, નીચે સર્પ આવ્યો, ડંખ માર્યો તો મરી ગયો (વરરાજા) તો લગન કરતા-કરતા મરી ગયો, ઢળી ગયો. આહાહા!દેહની સ્થિતિ પુરી થવાની બાપા એને કોણ રોકે ? એક સમય પણ અધિક જિનેન્દ્રદેવ પણ ફેરવી ન શકે, પ્રભુ! આહા!
આંહી તો કહે છે પ્રભુ. હું અબદ્ધ છું, જ્ઞાન છું, શાંતિ છું, આનંદ છું, સ્વચ્છ છું, પ્રભુ છું મારી ચીજ પરમેશ્વર સ્વરૂપ છે. એવો વિકલ્પ ઊઠાવે છે રાગ, પ્રભુ એથી તને શો લાભ છે? આહાહા! ઝવેરીની દુકાનમાં અંદર આવ્યો પણ અંદર આવીને આવું કરવા (લાગ્યો) કે આ ઝવેરાત છે ને આ છે ને આ છે ને, એથી તને શો લાભ થયો? આંગણું છોડીને અંદરમાં જા. આહાહા! આવી વાત છે. છે? તેથી શું? અર્થાત્ આંહીં સુધી તું આવ્યો તેથી તારા આત્માનો લાભ શું છે? તેથી ધર્મ શું થયો? એ વિકલ્પ છે તે આસ્રવ છે, બંધનો ભાવબંધ છે. આહાહા! બંધરહિત છું એવો વિકલ્પ પણ ભાવબંધ છે. આ વીતરાગ આમ કહે, વીતરાગ એમ કહે, કે અમારી ભક્તિ કરવાથી પણ તને તો રાગ થશે. તમારા દ્રવ્યનો આશ્રય લે, તો તને ધર્મ થશે. આહાહા! દ્રવ્યના આશ્રયમાં પણ નિશ્ચયનયના વિકલ્પમાં ઊભો રહીશ, તો પણ આત્માનો આશ્રય નહીં લઈ શકે. શાંતિભાઈ ! આવું છે પ્રભુ! આહાહા!
જે આત્મા તે બને નયપક્ષોને ઓળંગી ગયો છે-પાર થયો છે દેખો. છે જે આત્મા બને નયપક્ષો-વ્યવહારનો પક્ષ તો છૂટી ગયો, પણ નિશ્ચયનયના પક્ષને પણ છોડીને જે છોડી ચૂક્યો છે એને, પાર થયો છે તે જ સમયસાર છે. એ આત્મા છે. શું કહ્યું સમજાણું? હું અબદ્ધ છું મુક્ત છું, એવો વિકલ્પ નયપક્ષનો છે એ પણ છોડીને અંદરમાં આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરે છે સમયસાર આત્મા છે. ત્યારે એને સમ્યગ્દર્શન થાય ને કલ્યાણ થાય છે. આહાહા ! (જુઓ ને!).