________________
૩૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ શું? (શ્રોતા- એ વિકલ્પનું શું કરવું) ઈ જ કહે છે વિકલ્પને તોડી નાખ, તો તને લાભ-કલ્યાણ થશે. કોણે પૂછયું? (શ્રોતા:- નવલચંદભાઈએ) આ ઈ જ કહે છે. આહાહા ! (શ્રોતા:- એકલા એકલા શું કરવું?) એકલા આ કરવું અંદર, વિકલ્પ તોડીને (નિર્વિકલ્પ)સ્વરૂપમાં એકાગ્ર થવું. આહાહા! ભગવાન આનંદપ્રભુ આત્મા, સચ્ચિદાનંદ સત્ એટલે શાશ્વત જ્ઞાન ને આનંદનો પિંડ પ્રભુ અંદર એનો પણ નિશ્ચયનયના પક્ષનો વિકલ્પ ઊઠાવે છે, તેથી શું? ત્યાં સુધી આવ્યો તેથી શું તારે લાભ શું છે એમાં તારે? આહાહા ! સમજાણું કાંઈ?
1 ઝીણી વાત છે પ્રભુ! આહા! ભગવાન અંદર આત્મા, કર્મબંધનના સંબંધ રહિત છે, પરનો તો સંબંધ છે જ નહીં, પણ કર્મબંધનનો સંબંધ જે એકક્ષેત્રાવ ગાયું છે, એનાથી પણ હું સંબંધ રહિત છું, એવો એક સ્વાશ્રિત વિકલ્પ ઊઠાવે છે, રાગની વૃત્તિ, નિશ્ચયનયથી હું અબદ્ધ છું પરથી રહિત છું એવો વિકલ્પ એટલે રાગની વૃત્તિ ઊઠે છે એને આંહી કહે છે કે એનાથી શું? ત્યાં સુધી આવ્યો તોય તારું કલ્યાણ નહિ થાય. ઝીણી વાત આ તો પ્રભુ. આહાહા !
પ્રભુ ચૈતન્યમૂર્તિ ભગવાન અંદર આનંદસ્વરૂપ છે, એના નિશ્ચયના પક્ષમાં તું આવ્યોઅને ઊભો રહીને ત્યાં રોકાઈ જઈશ તો તને લાભ નહિ થાય. આહાહાહા! અરે, ચોરાશીના અવતારમાં રખડતાં પ્રભુ, કહે છે કે અહીંયાં સુધી આવ્યો કેટલીય વાર. આહાહા ! સમજાણું કાંઈ ? મારી ચીજ અંદર વસ્તુ છે, એને કર્મનો સંબંધ છે એનો તો નિષેધ કરતા આવ્યા છીએ, આગળ કહેશે. પણ અહીં તો કર્મસંબંધ રહિત છે, એવી એક વિકલ્પ વૃત્તિ ઊઠે છે, નિશ્ચયનયના પક્ષની સ્વાશ્રયે, પ્રભુ ત્યાં સુધી આવ્યો તેમાં તારું કલ્યાણ શું થયું? સમજાણું કાંઈ?
દેવગુરુ શાસ્ત્રની ભક્તિવિનય એ તો વિકલ્પ છે એની તો અહીં વાત છે નહિ, આહાહા ! એનાથી તો તારું કલ્યાણ થશે, એવું છે નહિ, પણ તું અંદર વસ્તુ કર્મના-જડના સંબંધરહિત વસ્તુ છે, કેમકે એ કર્મ પણ દ્રવ્ય છે ને તે પણ એક વસ્તુ છો, તો એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે સંબંધ છે નહીં, આ રીતે આવ્યો અંદર કે હું તો અબદ્ધ છું–કર્મના સંબંધના બંધથી રહિત છું છે એવું પણ આવો વિકલ્પ ઊઠાવે છે. આહાહાહા ! પ્રવિણભાઈ ! તમારે ત્યાં પૈસા બૈસામાં આ સાંભળવા મળે તેવું નથી ત્યાં ક્યાંય. પૈસાને તો કાંઈ સંબંધ નથી કહે છે તારે ને શરીરને તો કાંઈ સંબંધ નથી. આ તો જડ-માટી–ધૂળ છે પણ અંદર કર્મબંધન જે છે, તારા ભાવથી કર્મબંધન જે થયું કર્મના કારણથી હું બંધસહિત છું એ પણ વ્યવહારનયનો પક્ષ વિષય છોડી દે, એ તો છોડી દે, પણ હું બંધરહિત છું–કર્મના સંબંધથી હું રહિત છું (અબદ્ધ છું) એવો નિશ્ચયનયમાં આંગણે આવીને વિકલ્પ ઊઠાવે છે, તેથી શું? આહાહાહા!
આવો પ્રભુનો મારગ છે ભાઈ. દુનિયામાં તો કંઈક-કંઈક રોકાઈને ક્યાંય પડ્યા છે. (શ્રોતા - શરૂઆતમાં તો એવો વિકલ્પ આવતો જ હશેને ) આવે પણ કહે છે કે તેથી શું? એ તો કહે છે. અહીં સુધી તું આવ્યો તેથી શું થયું તારે? ભગવાન તારી ચીજ (આત્મા) તો જે એ નિશ્ચયનયનો વિકલ્પ છે, તેનાથી રહિત છે અંદર એ વિકલ્પ તારો હોય તો ક્યારેય છૂટે નહીં. એ તારો છે નહીં. આહાહાહા! હું કર્મબંધન રહિત છું એવી જે વિકલ્પની વૃત્તિ ઊઠે છે ત્યાં સુધી આવ્યો પણ કહે છે પરમાત્મા, તેથી શું થયું તારે? એનાથી તને લાભ શું થયો? આહાહાહા! (શ્રોતાઃ- સમ્યક એકાંતનો પક્ષ એ હું નહીં?) એ આ છું એવો ભેદ કરે છે ને વિકલ્પ ઊઠે છે