________________
૩૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૫
છે કર્મ જીવમાં બદ્ધસૃષ્ટ-કથિત નય વ્યવહા૨નું; પણ બદ્ધસૃષ્ટ ન કર્મ જીવમાં–કથન છે નય શુદ્ધનું. ૧૪૧.
ટીકા :– એકસો એકતાલીસની ટીકા, જીવના અને પુદ્ગલકર્મના, ભગવાન આત્મા જીવ અને પુદગલકર્મ જડ, એ એકબંધપર્યાયપણાથી, બેયને બંધ સંબંધ છે નિમિત્ત નિમિત્ત, પરની સાથે તો કોઈ સંબંધ છે જ નહિ, પણ આંહી કર્મની સાથે (જે ) સંબંધ છે એ વ્યવહા૨નયથી છે. છે ? એકબંધ પર્યાયપણાથી જોતાં, તેમને તે કાળે ભિન્નતાનો અભાવ છે. કર્મ જડ છે અને આત્મા ચેતન ભગવાન આનંદસ્વરૂપ છે, બેય એક સમયમાં...બંધપર્યાયની એમાં દૃષ્ટિથી જુઓ, તો વ્યવહા૨નયથી એને છે, બંધ છે. આહાહા ! એવો વ્યવહારનયનો પક્ષ છે. સૂક્ષ્મ છે ભાઈ ભગવાન આત્મા, ચૈતન્યસ્વરૂપ અંદર આનંદસ્વરૂપ પ્રભુ, એની પર્યાયમાં કર્મજડનો સંબંધ, બંધની પર્યાયદૃષ્ટિથી જોવાથી, વ્યવહારનયથી છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ?
જીવના અને પુદ્ગલકર્મના અનેક દ્રવ્યપણાથી જોવામાં આવે તો ભગવાન આત્મા દ્રવ્ય ભિન્ન છે, કર્મ૨જકણ એ ભિન્ન ચીજ-ભિન્ન ચીજ છે, બહારની તો વાત શું ક૨વી ? તો આત્મતત્ત્વ જે અંદર સચ્ચિદાનંદ પ્રભુશુદ્ધ આનંદધન આત્મા, એને કર્મનો સંબંધ નિશ્ચયથી છે નહીં, વર્તમાન પર્યાયદેષ્ટિથી જોવાથી વ્યવહારર્દષ્ટિથી પક્ષ છે એમ કહેવાય છે. આહાહા! નિશ્ચયથી જુઓ. છે ? જીવના અને પુદ્ગલકર્મના અનેકદ્રવ્યપણાથી જો તો જીવ ભિન્ન તત્ત્વ છે, કર્મ ભિન્ન તત્ત્વ છે, બેય દ્રવ્ય એક નથી. કર્મ જડ અને પ્રભુ ચૈતન્ય આત્મા ભગવાન એ બેય દ્રવ્ય જ ભિન્ન છે. બહા૨ની તો વાત શું કહેવી ? આહાહા !
બધાં ભિન્ન પદાર્થ, પોતપોતાને કા૨ણે છે બધા, પણ અહીંયાં કર્મનો સંબંધ જે છે અંદરમાં નિશ્ચયદૃષ્ટિથી દેખો તો ભગવાન આત્મા અને કર્મનો સંબંધ છે જ નહીં. આહાહા ! સૂક્ષ્મ વાત છે ભાઈ. અનંતકાળમાં ક્યારે'ય કર્યું નથી. ઓહો..ચોરાશી લાખ યોનિઓમાં પરિભ્રમણ કરતાં-કરતાં અનંત ભવ વીત્યા પણ આ આત્મા અંદર કર્મના સંબંધ વિનાની ચીજ છે, એવો નયનો પક્ષ પણ કદી કર્યો નહિ. આહાહા ! સમજાણું કાંઈ... ?
ઘણી સૂક્ષ્મ વાત છે, અધિકાર. આહાહા ! આ શરીર તો માટીજડ ધૂળ છે એ તો આત્મામાં છે નહીં. અહીંયા તો આઠ કર્મ જે અંદર છે, એ પણ આત્માની ચીજમાં એ ચીજ નથી. કેમકે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ છે. આહાહા ! આવી વાત છે. વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ ૫૨માત્મા, ઈન્દ્રો ને ગણધરોની વચ્ચે આ કહેતા હતા. પ્રભુ બિરાજે છે મહાવિદેહમાં સીમંધ૨ ભગવાન, ત્યાંથી આ વાણી આવેલી છે. ભગવાન એમ કહે છે કુંદકુંદાચાર્ય, કે ભગવાન એમ કહેતા હતા, કે આત્મા અંદર વસ્તુ છે ભગવાન અંદર, એને કર્મનો સંબંધ કહેવો એ વ્યવહા૨ છે, ઉપચાર છે આરોપિત કથન છે. પણ એ તો કર્મના સંબંધ રહિત જીવ ભિન્ન ચીજ છે. એ નિશ્ચયનયનો પક્ષ છે.
પક્ષનો અર્થઃ– હું કર્મ બંધનથી રહિત છું એકલો, એવો એક નયનો એક વિકલ્પનો પક્ષ છે, સૂક્ષ્મ વાત છે ભાઈ. ૫૨માત્મા જિનેશ્વર વીતરાગ પરમાત્માનું કથન અત્યારે બહુ ગૂમ થઈ ગયું છે. આંહી ૫૨માત્મા કહે છે એ...કુંદકુંદાચાર્ય આડતીયા થઈને ભગવાનની વાત કરે છે. આહાહા!