________________
३८८
સમયસાર સિદ્ધિ ભાગ-૫
આહાહા!
એ જીવરાગાદિરૂપ ક્યારેય પરિણમાવી શકતું નથી, કોણ ? પુદ્ગલકર્મ ! પુદ્ગલકર્મ જીવના રાગદ્વેષરૂપ કદી પરિણમાવી શકે નહીં. આહાહા ! એટલા માટે પુદ્ગલકર્મનો ઉદય જો કે રાગાદિ પરિણામનું નિમિત્ત છે, ભલે હો ! કર્મનો ઉદય નિમિત્ત છે. એનાથી ભિન્ન જ-ઉદયથી ભિન્ન જ પોતાના રાગાદિ પરિણામ છે. કર્મથી થતા નથી ને કર્મે કરાવ્યા નથી. આહાહા ! મોટો વાંધો આ ‘ઇસરીમાં' (શ્રી ગણેશપ્રસાદ વર્ણીજી સાથે ) આ ચર્ચા મોટી ચાલી હતી–મોટી ચાલી'તી ! ( i ) ફૂલચંદજીએ કબૂલ કર્યું હતું કે સ્વામીજી ( સદ્ગુરુ શ્રી કાનજીસ્વામી ) કહે છે કે વિકાર નિશ્ર્ચયથી, ૫૨ના કા૨ક વિના, (પોતાથી ) થાય છે એમ બોલ્યા. એક ફૂલચંદજી નીકળ્યા. આંહી આપણા બેઠા'તા રામજીભાઈ ને હિંમતભાઈ બધાં હતા, (સંવત ) તે૨ની સાલ, કેટલા વરસ થયા ? બાવીસ, બાવીસ !
અહીં એ કહે છે, રાગ-દ્વેષ વિકાર પોતાની પર્યાયમાં પોતાથી થાય છે સ્વતંત્ર અજ્ઞાનપણે કર્મ મળીને થાય છે તો બન્ને મળીને થાય છે તો તો બન્નેને રાગ આવ્યો, બન્ને મળીને જ, જડ ને ચૈતન્યના પરિણામ ભિન્ન એકદમ ભિન્ન. કર્મના પુદ્ગલથી રાગાદિ અજ્ઞાનભાવ, કર્મથી ભિન્ન છે તો ભિન્નને ભિન્ન (વિકાર ) કરાવે એવું ક્યારેય હોતું નથી. તેથી એનાથી ભિન્ન જ જીવના પરિણામ છે. લ્યો ! આહાહાહાહા!
હવે અહીં નયવિભાગથી કહે છે કે આત્મામાં કર્મ બદ્રસૃષ્ટ છે કે અબદ્ધસૃષ્ટ છે–તે હવે કહે છે ગાથા-૧૪૧ છે જરી સૂક્ષ્મ વાત આવશે, વિશેષથી......
( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ !)
અહીં તો કરવાલાયક છે જે નિર્મળપર્યાય એ પણ જેમાં નથી. આહા... હા ! આત્મા ‘કર્તા’ અને નિર્મળપર્યાય ‘કર્મ’ –એ પણ ઉપચાર છે, (એમ કહે છે). સમજાણું કાંઈ ? “તો પછી તે ધ્યાનાવલી આમાં કઈ રીતે ઉપજી”ભાષા જોઈ ? “થય સા થમત્ર નાતા” -પાઠ એમ છેઃ આ કેમ ઉત્પન્ન થઈ ! આ પર્યાયની, મોક્ષમાર્ગની વાતો બધી કથન (માત્ર છે), વસ્તુમાં નથી; (તો ) ઉત્પન્ન ક્યાંથી થઈ– “આમાં કઈ રીતે ઉપજી.” પછી અર્થ કર્યોઃ “અર્થાત્ ધ્યાનાવલી આ પરમાત્મતત્ત્વમાં કેમ હોઈ શકે.” ઉપજી એટલે પર્યાયમાં નિર્વિકલ્પ (ધ્યાનાવલી ) ઊપજી ને...! ( એ ) વસ્તુમાં ક્યાં છે? આહા... હા ! ભારે વાત આવી છે!
(પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૩૦૫, નિયમસાર શ્લોક-૧૨૦)