________________
૩૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫ પરંતુ જીવને એકને જ રાગાદિ–અજ્ઞાનપરિણામ તો થાય છે.” દેખો ! એ ત્યાં પણ ચર્ચા થઈ હતી ઈસરીમાં. કીધુ: કર્મથી વિકાર બિલકુલ થતો નથી, કર્મ તો ષકારક-કારક એના છે નહીં, (૫) ફૂલચંદજીએ કબૂલ કર્યું, બીજા (પંડિતોએ) વિરોધ કર્યો કે, નહીં. એ પ્રશ્ન ત્યાં આવ્યો કલકતા, શેઠ લાવ્યા શેઠ શાંતિપ્રસાદ, કે ત્યાંથી પ્રશ્ન ત્યાં આવ્યો વિકાર કર્મથી નથી થતો? તો કીધું કે ત્યાં જવાબ દઈ દીધો છે, ચાલો ઊઠો, ગજરાજજીને ત્યાં ભોજન ( હતું ) ગજરાજજી છે ને ત્યાં કલકતામાં, ત્યાં ભોજન હતું, ભોજન કરીને બેઠા હતા ત્યાં શાહુજી આવ્યા શાંતિપ્રસાદ આવ્યા, ચાલીશ કરોડના આસામી છે ને તે આવ્યા કે આ પત્ર આવ્યો છે ત્યાંથી ચાલીશ કરોડ (ના આસામી) સીધા કે આ વિકાર જો પોતાનાથી થાય તો તો (જીવનો) સ્વભાવ થઈ જાય, માટે કર્મથી વિકાર (થાય). કીધું: જવાબ દઈ દીધો છે ત્યાં. શેઠ હોય તો અમારે શું છે. શેઠ હોતો તમારે જવાબ દઈ દીધો છે ત્યાં વિકાર પોતાથી થાય છે કર્મથી બિલકુલ (થતો) નથી. ગાથા પંચાસ્તિકાયની બાસઠ ગાથા જુઓ (કાઢો-દેખો કે) અમારી વાત છે નહીં. –કર્મના નિમિત્તને કારણે વિકાર થાય છે એવી અપેક્ષા છે નહીં. આ (સંવત-૧૯૧૩) તેની સાલની વાત છે. આ શેઠિયાય ત્યાં હતા પણ તેને કયાં ભાન હતું ને, આ તમારી કયાં એકની વાત છે. આ તો તમારી વાત કરતા'તા ઓલો દાખલો છે ને, બધાંય એમજ માનતા શેઠ! આહાહા !
આ શું કહે છે દેખો! આ ગાથા એવી આવી ગઈ છે પરંતુ જીવને એકને જ રાગાદિઅજ્ઞાનપરિણામ તો થાય છે. દેખો! છે? તેથી પુલકર્મનો ઉદય કે જે જીવના રાગાદિઅજ્ઞાનપરિણામ નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે. પુગલના ઉદયથી-કર્મના ઉદયથી જીવનું અજ્ઞાનપરિણામ તન્ન ભિન્ન છે. આહાહાહા ! સમજાય છે? અંદર વિકાર થાય છે તો કર્મ નિમિત્ત છે, પણ કર્મના નિમિત્તથી વિકાર તદ્દન ભિન્ન છે. એ કર્મ કરાવે છે એવું છે નહીં. આહાહાહા ! કે ભાઈ, અમને ઈચ્છા થાય છે. આ કર્મ આવ્યું તો આવો ભાવ આવ્યો, બિલકુલ જૂઠ છે. તારી કમજોરીથી વિકાર થાય છે. તારા અપરાધથી તારામાં થાય છે, કર્મ બિલકુલ (વિકાર) કરાવતું નથી. એમ આ ગાથામાં કહે છે ને, પોકાર કરે છે.
પરિણામ એમ કે વિકાર જો કર્મથી ન થતો હોય તો વિકાર સ્વભાવ થઈ જાય. પણ પર્યાયનો ધર્મ છે એ પર્યાય પોતાથી વિકૃત થાય છે, એ સમયનું પરિણામ કમબદ્ધમાં એ આવે છે-પોતાથી થાય છે, પરથી થતું નથી. માનો ન માનો મારગ “આ” છે.
અને છેવટે પછી દયા, દાન ને ભક્તિના પરિણામ ધર્મના કારણ છે. એમ કોઈ કહે તો એ મિથ્યાત્વ છે. પરિણામ થાય છે, પોતામાં પોતાથી દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ પણ (એ) છે. શુભ (ભાવ) એ શુભ (ભાવ) બંધના કારણ છે ને એનાથી ધર્મ થાય છે (એ) બિલકુલ જૂઠ વાત છે. જેમ કર્મ ને આત્મા બન્ને મળીને વિકાર નહીં એમ વિકાર ને આત્મા બન્ને મળીને ધર્મ નહિ. વિકાર પરિણામ ભિન્ન છે ને આત્માનો સ્વભાવ તન ભિન્ન છે. આહાહાહા ! (શ્રોતા-કર્મ પણ વિકાર ન કરાવે ને થાય સ્વાધિન) આત્મા સ્વાધિન છે અશુદ્ધ નિશ્ચયથી પોતાનાથી છે, વ્યવહારનયથી–આ કરે છે. કર્મ, તો નિમિત્ત માત્ર છે. નિમિત્ત કરતું નથી, કરાવતું નથી બિલકુલ. આહાહા ! એમ શુભરાગ સ્વભાવનો આશ્રય લઈને ધર્મ થાય છે. શુભરાગ