________________
3८४
સમયસાર સિદ્ધિ ભાગ-૫ છે વિકારમાં પણ કર્મનો ઉદય વિકાર કરાવે છે એવું બિલકુલ છે નહીં, કહો, પંડિતજી? આમ છે કે નહીં એમાં આ પ્રોફેસર છે. આહાહાહા ! અમારા કર્મનો ઉદય આવ્યો આકરો એમાં (તેથી) વિષય-વાસના થઈ. જૂઠ છે એમ કહે છે. કર્મ, વિષય-વાસના કરાવે ને તું વિષય-વાસના કર, એવું બન્ને મળીને થાય છે? ના. ના. એકલાથી થાય છે, કર્મથી બિલકુલ નહીં. આહાહાહાહા ! સમજાણું કાંઈ?
એ ઓલાએ હમણાં મૂકયું” તું સુલતાનસિંહે બુલંદશહેરનો છે ને!એણે મૂકયું” તું કે જુઓ, કોઈ વખતે પાણીનું જોર હોય તો ચાલવું પડે ને કર્મનું જોર હોય તો આત્મા ચાલી નહિ શકે. કર્મની મંદ અસર થઈ... કઈ અપેક્ષાની વાત છે? એ તો અંદર કર્મ-વિકારની તીવ્રતા હો તો આત્મા જોર નહિ કરી શકે, મંદતા હો તો એ સમયમાં આત્મા પુરુષાર્થ કરી શકે.
કર્મનું શું? “કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત, લોહકી સંગતિ પાયી” –એ તો ભક્તિમાં આવે છે. પણ વિચાર કોને કરવો છે? બધાં “જે નારાયણ'
છે? ટીકા, એ પ્રકારે જીવ અને પુદ્ગલકર્મ બન્નેમાં બન્નેને રાગાદિ-અજ્ઞાનપરિણામની આપત્તિ આવી જાય, તો એવું છે નહીં. પરંતુ એક જીવને જ રાગાદિ-અજ્ઞાન પરિણામ તો થાય છે. એને પુદગલકર્મનો ઉદય જો કે જીવના રાગાદિ-અજ્ઞાન પરિણામ નિમિત્ત છે. નિમિત્ત હોય પણ એ કરાવે છે એવું છે નહીં. આહાહા ! મોટો આ વાંધો ત્રણેય સંપ્રદાયનો. શ્વેતાંબરમાં તો કર્મની વ્યાખ્યા જ કર્મથી થાય છે. વ્યવહાર નહિ, કર્મથી વિકાર... કર્મથી વિકાર... પહેલાંથી જ એમ, એટલા માટે બિચારા શું કરે? રામવિજય એ (જ) કહે છે.
એક ખેડાવાળા છે ને આપણા જેઠાભાઈ, ખેડાવાળા નહિ. એ શ્વેતાંબર હતા પણ અહીંયાનું સાંભળીને એને શંકા પડી ગઈ કે આ મારગ કંઈક જુદો લાગે છે, તો પ્રશ્નો-પચાસ પ્રશ્ન કાઢયા, શ્વેતાંબરમાં દીધા (અને તેમણે) એમ કીધું આપણા શ્વેતાંબરમાં આ પ્રશ્નોનું સમાધાન નીકળે તો મારે માર્ગ બદલવો ન પડે. પચાસ પ્રશ્ન કાઢયા, અહીં સાંભળીને, કોઈએ જવાબ ન દીધો, એકે દીધો તો જૂઠા. પછી રામવિજય સાથે ચર્ચા કરવા ગયા, જેઠાભાઈ આવે છે ને પાઘડીવાળા–લાલ પાઘડી (પહેરે છે) જેઠાભાઈ, રામવિજય હારે (ચર્ચા માટે ) ગયા હતા, તો રામવિજયે પહેલાં જ કહ્યું (કે) કર્મથી વિકાર થાય છે એવું માન્ય છે તમારે (તો ચર્ચા કરીએ) આ કહે, મારે માન્ય નથી. આંહીનું સાંભળ્યું” તું ને. રામવિજયે પહેલાં કહ્યું ચર્ચા કરીએ પણ તમારે આ માન્ય છે કે કર્મથી વિકાર થાય છે કર્મથી વિકાર થાય છે એવી માન્યતા છે, તો આપણે ચર્ચા કરીએ, તો આ (જેઠાભાઈ ) કહે કે અમારી માન્યતા છે નહીં હજી ચર્ચા (તો થઈ નથી ને તેની સાથે ) ચર્ચા શું કરવી ?
પરદ્રવ્યથી વિકાર થાય છે (એવી પરાધિન શ્રદ્ધા છે) આહાહાહા ! પોત-પોતાના અપરાધથી, પોતાને ભૂલીને હેરાન થઈ ગયો (છે) “અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા' - પોતાની ભૂલથી પોતાનામાં રાગને અજ્ઞાન થાય છે, પરથી થતા નથી. આહાહા! અરે રે, વાણિયાને નવરાશ નહિ ને સત્ય નિર્ણય કરવાનો વેપાર-ધંધા આડે, છે? વાત સાચી છે, વાત સાચી ભાઈ ! (પણ) ગળથૂથીમાંથી મળ્યું છે એ વાત સાચી છે. આહાહાહા !
ત્યાં તો અમારે દુકાન ઉપર અમે હતા તો ત્યાં એક વેદાંતી આવ્યા'તા. પરમહંસ આવ્યા