________________
ગાથા-૧૩૯-૧૪)
૩૮૩ હળદર) બેયનો લાલ રંગ થઈ ગયો ( પરંતુ ) એવું છે નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ? સૂક્ષ્મ વાત છે. વેપારીને નવરાશ ન મળે અને વાત સૂક્ષ્મ રહી ગઈ જૈન ધર્મની....... પ્રવિણભાઈ? વેપારીઓને બધાને નવરાશ ન મળે ધંધા આડે, આખો દી' પાપ! નરેન્દ્રભાઈ ? આ લાદી ને લીધા ને દીધા ને આ કર્યું ને આ કર્યું. આહાહાહા ! (પદાર્થની શોભા શેનાથી વધે?) શેનાથી પણ શોભા? શેઠ! ઠીક કહે છે, અજ્ઞાનની શોભા વધે. આહાહાહા !
દુકાનની સંભાળ રાખવી, બરોબર માલ રાખવો, જોયું છે ને! ફલાણાં આમ કરવું ને આમ કરવું ઘરનો માલ હોય ઈ મોઢા આગળ મૂકવો, જેથી લોકો દેખે. શું છે પણ કોણ મૂકે મોઢા આગળ? કહો, કાંતિભાઈ, શું તમારે છે ઓલો લોટ-ચૂરણ-ચૂરણ ! શું કહેવાય છે ? પ્લાસ્ટીકનો ભૂક્કો! પ્લાસ્ટીકનો ભૂક્કો! રાગ પણ કરે ને પ્લાસ્ટીકના ભૂક્કા પણ દઈ શકે, એવું છે નહીં. અને પ્લાસ્ટીકનો ભૂક્કો રાગ કરાવે ને આત્મા પણ રાગ કરે, એમ છે નહીં એમ કહે છે. કહો, સુજાનમલ્લજી? ( શ્રોતા:- બે વચ્ચે કંઈ સંબંધ તો ખરો કે નહીં? નિમિત્ત સંબંધ છે-નિમિત્તનિમિત્ત સંબંધનો અર્થ શું છે? કોઈ, કોઈનો કર્તા નહીં ! આહાહા ! એ તો કહ્યું ને કે નિમિત્ત છે. કહ્યું ને જુઓ.
જીવને રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત” –અજ્ઞાન પરિણામ જીવમાં, એમાં નિમિત્તભૂત કર્મનો ઉદય પણ કર્મનો ઉદય વિકાર કરાવે ને આત્મા વિકાર કરે એવું છે નહીં. નિમિત્ત તો કહ્યું એ તો પુદ્ગલના બંધમાં પણ અજ્ઞાનીના રાગદ્વેષ નિમિત્ત કહ્યાં પણ નિમિત્ત કરાવે છે પર પરિણામમાં એમ છે નહીં. નિમિત્ત તો અકિંચિત્કર છે–પરના પરિણામમાં અને કર્મ પણ પોતાને વિકાર કરાવવામાં અકિંચિત્કર છે.
અહીં પ્રશ્ન એ આવ્યો હતો શેઠ આવ્યા” તા ને હુકમીચંદજી! એકની સાલમાં એ જીવણધરજી હતા સાથે, તો કહેઃ પચાસ ટકા કર્મના અને પચાસ ટકા જીવના એમ લ્યોને. ૫૦ % ઉપાદાનના ને પO% નિમિત્તના-કર્મના એમ લ્યો ને કીધું: એક ટકોય નિમિત્તનો નહીં ને એક ટકોય ઉપાદાનનો નહીં–સોએ સો ટકા નિમિત્તના નિમિત્તમાં ને સોએ સો ટકા ઉપાદાનના ઉપાદાનમાં ! શેઠ? આવ્યા શેઠ પહેલાં એકની સાલમાં પછી અમારે દામોદર શેઠ એ વળી એમ કહેતા હતા, દામોદર શેઠ આગળ ચર્ચા થઈ ત્યારે દામોદર શેઠ કહે ૫૧% પુરુષાર્થના રાખો ને ૪૯% કર્મના રાખો. આહાહા!મોટી ચર્ચા, ઘણી (ચર્ચા) થતી હતી. એક ગૃહસ્થ હતા (દામોદર શેઠ દામનગરના) સીત્તેરવર્ષ પહેલાં દશ લાખ રૂપિયા હતા, ચાલીસ હજાર રૂપિયાની ઉપજ હતી, દામોદર શેઠ આંહી દામનગરના હતા, આવ્યા હતા દામોદર શેઠ! દષ્ટિ વિપરીત તન્ન એની તો એ કહેતા હતા કે તમે પુરુષાર્થ કહો છો વિકારમાં તો વિકારમાં પુરુષાર્થના ૫૧% રાખો અને ૪૯% કર્મના રાખો. શેઠ? આમ બોલ્યા હતા. જીવણધરજી બિચારા વળી કહે કે ૫૦% નિમિત્તના ને ૫૦% ઉપાદાનના રાખો. બીજો કહેતો'તો એક પંડિત હતો, આવ્યો તો પણ હું બોલું મહારાજની સામે?
મૂળ, એ વાત ચાલતી નથી ત્રણેય સંપ્રદાયમાં મૂળ આખી પ્રથા જ ફરી ગઈ-ઊલટી થઈ ગઈ. સ્થાનકવાસી, શ્વેતાંબરમાં તો કર્મ-ઉપાદાન જ કથન છે અને આંહી દિગમ્બરમાં તો સત્ય વાત પડી છે અંદરમાં–શાસ્ત્રમાં. આ શું લખ્યું છે? આ શાસ્ત્ર શું કહે છે? કે કર્મનો ઉદય નિમિત્ત