________________
ગાથા-૧૩૯–૧૪૦
૩૮૧
આવી છે ને હમણાં નવી આંહી હમણાં (અમારા વ્યાખ્યાન ) સાંભળી ગયા' તા ને પંદર દિવસ. આહાહાહા ! એમ કે આ સોનગઢનો મા૨ગ છે એમ નહીં, આ તો સનાતન મારગ છે. એ સોનગઢ કહે છે ને. ( શ્રોતાઃ- આપેન સત્યનું ઉદ્દઘાટન કર્યું ) કહે છે ને મારગ તો આવો છે. આહાહાહાહા ! હું તો ( સંવત ) એકોતે૨થી કહેતો' તો કે કર્મથી વિકાર થતો નથી. મોટી તકરાર થઈ સંપ્રદાયમાં સ્થાનકવાસીમાં, ત્યાંથી તકરાર થઈ પછી દિગંબરમાં આવ્યા તો ન્યાં તક૨ા૨ થઈ, કઢે નહીં ? કર્મથી વિકાર થાય છે, કહે છે કે વિકાર પોતાથી થાય તો તે સ્વભાવ થઈ જાય. તકરાર મચાવી દીધી છે (પણ ) વાત તો આવી જ છે–મારગ તો આવો જ છે ભગવાન ! એ તો ૫રમાત્મા (સીમંધરનાથ ) સમોસરણમાં બિરાજે છે મહાવિદેહમાં એ કહે છે એ જ અહીં કહે છે. ત્યાંની વાત અહીં આવી છે. સમજાણું કાંઈ ?
ત્રણ લોકનો નાથ ૫૨માત્મા સીમંધર ભગવાન ( ની ) વાણીમાં આવે છે, એ વાણી આ છે, આવી દિવ્ય વાણી ભરતક્ષેત્રમાં આવી ગઈ. દેવ, ગામમાં આવી ગયા. દેવ-ક્ષેત્રમાં આવી ગયા. અત્યારે લોકોને આ ‘ચીજ’ શું છે? આહાહા ! આ (પં.) ફૂલચંદજીએ લખ્યું છે. આ સોનગઢની વાત છે એ સનાતન મારગની (યથાર્થ-સત્ય ) વાત છે, એ કોઈ ઘ૨ની વાત છે નહીં. આહાહા ! આ નવામાં નાખ્યું, પહેલાં જૂના (પુસ્તકમાં ) નથી, જૂની આવૃત્તિમાં નથી.
આહાહા ! શું કહે છે ? ટીકાઃ- ૧૩૯, ૧૪૦ ની ટીકા.
ટીકાઃ- જો જીવને, રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્ગલકર્મ તેની સાથે જ –પુદ્ગલકર્મની સાથે એટલે કે પુદ્ગલકર્મ અને રાગ બન્ને એકત્ર થઈને, રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે, એવો કોઈ તર્ક કરે– ‘રાગાદિ-અજ્ઞાન પરિણામ થાય છે એમ વિતર્ક કરવામાં આવે તો...’ મોટો આ વાંધો હતો ત્યાં આમ. કર્તા નો ઈસરીમાં આ વાંધા. ( તે કહે ) કર્મથી વિકા૨ થાય છે. (મેં કીધું: ) બિલકુલ નહીં-કર્મથી વિકાર નહીં, ‘પંચાસ્તિકાય’ ની બાસઠ ગાથા જુઓ ! ( વિકાર થવામાં ) કર્મના કા૨કોની કોઈ અપેક્ષા છે નહીં. ન બેઠી આ વાત આ વાત ચાલતી નહોતી, એટલે કાંઈ દોષ નહીં. સારા સંપ્રદાયમાં ત્રણેયમાં કર્મથી વિકા૨ થાય છે–કર્મથી વિકાર થાય છે બસ, એ જ ચર્ચા ચાલતી' હતી. ( તેમની દલીલ )વિકાર સ્વભાવમાં નથી તો ક્યાંથી થાય, કર્મથી થાય. આ વાતનો અહીંયા નિષેધ કરે છે અહીં. આહાહા !
‘જો જીવને, રાગ-દ્વેષ-અજ્ઞાનપરિણામ એ નિમિત્તભૂત એવું જે ઉદયગત-ઉદયમાં આવેલું પુદ્ગલકર્મ તેની સાથે જ' એટલે બન્ને મળીને, રાગ-દ્વેષ આત્મા પણ કરે અને પુદ્ગલ પણ રાગ-દ્વેષ કરાવે. જીવને અજ્ઞાનભાવ બેય મળીને થાય. પહેલાંની ગાથામાં એ હતું કે પુદ્ગલપરિણામ ને જીવના પરિણામ, બન્ને મળીને પુદ્ગલના પરિણામ કરે, અને અહીં આવ્યું કે રાગદ્વેષના પરિણામ અને કર્મનો ઉદય એ બન્ને મળીને રાગ-દ્વેષના પરિણામ કરે, એમ છે નહીં. આહાહા ! સૂક્ષ્મ તો વાત છે શું કરીએ ? આહાહા !
છે ? બન્ને ભેગાં મળીને જ રાગાદિ-અજ્ઞાન પરિણામ થાય છે.’ આવો તર્ક ઉપસ્થિત ક૨વામાં આવે તો, દેખો ! આવો તર્ક ઉપસ્થિત કરવામાં આવે એ તર્ક અહીં થયો હતો ત્યાં (ઈસરીમાં ) કે કર્મ વિકાર કરાવે, કર્મ વિના વિકાર થાય છે ? કીધું: હા, જુઓ ! બાસઠ ગાથા‘પંચાસ્તિકાય’ કર્મ–કા૨ક વિના વિકાર પોતાથી થાય છે, કર્મ તો નિમિત્ત-માત્ર છે, નિમિત્ત