________________
ગાથા-૧૪૧
उ८८
(
ગાથા-૧૪૧
)
किमात्मनि बद्धस्पृष्टं किमबद्धस्पृष्टं कर्मेति नयविभागेनाह
जीवे कम्मं बद्धं पुढें चेदि ववहारणयभणिदं। सुद्धणयस्स दु जीवे अबद्धपुढे हवदि कम्मं ।।१४१।। जीवे कर्म बद्धं स्पृष्टं चेति व्यवहारनयभणितम्।
शुद्धनयस्य तु जीवे अबद्धस्पृष्टं भवति कर्म।।१४१ ।। जीवपुद्गलकर्मणोरेकबन्धपर्यायत्वेन तदात्वे व्यतिरेकाभावाज्जीवे बद्धस्पष्टं कर्मेति व्यवहारनयपक्षः। जीवपुद्गकर्मणोरनेकद्रव्यत्वेनात्यन्तव्यतिरेकाज्जीवेऽबद्धस्पृष्टं कर्मेति निश्चयनयपक्षः। આત્માનાં કર્મ બદ્ધસ્પષ્ટ છે કે અબદ્ધસ્પષ્ટ છે' -તે હવે નયવિભાગથી કહે છે -
છે કર્મ જીવમાં બદ્ધસ્પષ્ટ-કથિત નય વ્યવહારનું;
પણ બદ્ધસ્પષ્ટ ન કર્મ જીવમાં-કથન છે નય શુદ્ધનું. ૧૪૧. ગાથાર્થ-[ની] જીવમાં [ વર્મ] કર્મ [ વધું](તેના પ્રદેશો સાથે) બંધાયેલું છે [૨] તથા [] સ્પર્શાયેલું છે [કૃતિ] એવું વ્યવહારનયમતિમ] વ્યવહારનયનું કથન છે [1] અને [ નીવે] જીવમાં [વર્ષ ] કર્મ [ગવદ્ધસ્કૃષ્ટ] અણબંધાયેલું, અણસ્પર્શાયેલું મવતિ] છે એવું[ શુદ્ધનયW] શુદ્ધનયનું કથન છે.
ટીકા:-જીવના અને પુદ્ગલકર્મના એકબંધ પર્યાયપણાથી જોતાં તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્ધસ્પષ્ટ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. જીવના અને પુદ્ગલકર્મના અનેકદ્રવ્યપણાથી જોતાં તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધસ્પષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે.
પ્રવચન નં. ૨૧૯ ગાથા-૧૪૧ મંગળવાર, ફાગણ સુદ-૧૫, તા. ૧૩/૩/'૭૯
અધિકાર ઘણો સૂક્ષ્મ છે, પણ યથાર્થ છે-અનંતકાળમાં જીવે યથાર્થપણે તો સાંભળી નથી (આ) વાત. ઓહોહો ! એ વાત! સમયસાર ૧૪૧ ગાથા! અહીં જરી સૂક્ષ્મ કહે છે.
હવે અહીં નવિભાગથી કહે છે કે આત્મામાં “કર્મ બદ્ધ સ્પષ્ટ છે કે “અબદ્ધસ્પષ્ટ છે' -એકસો એકતાલીસ (ગાથા છે). આહાહા!
जीवे कम्मं बद्धं पुढें चेदि ववहारणयभणिदं। सुद्धणयस्स दु जीवे अबद्धपुढे हवदि कम्म।।१४१ ।।