________________
ગાથા-૧૩૯-૧૪)
૩૮૭ એમાં મદદ કરે છે કષાયની મંદતા-શુભ ઉપયોગ (એ) બિલકુલ નહીં. આહાહાહા ! પણ નિર્ણય કરવાનો અવસર નહિ ને ભાઈ. નરેન્દ્રભાઈ? તમારે છ ભાઈઓમાં વચ્ચે ક્યાં નવરાશ છે? સૌને એમ છે ને બાપા! એમ છે. આહાહા !
અમારે દુકાનમાં (હું હતો ) ત્યારે તો હું એક, એકકોર બેસતો ને હું વાંચું, “ભગત” અને બીજા સૌ ધમાલ કરતા આખો દી', સાધુ ગામમાં આવે તો ય આહાર ઓરાવવા ન આવે એ તો ધંધા ને દુકાનમાં મશગુલ. અને હું તો દુકાન છોડી દઉં, સાધુ આવ્યા છે ગામમાં પછી આપણે એને આહાર-પાણી આ તે (સગવડતામાં લાગી જાઉં) (એ લોકો બીજા) દુકાન છોડે નહીં જાતે એ લોકો તો રાતે આઠ વાગ્યે જાય. આખો દી' સાધુ આવ્યા હોય તો બિચારા સામુંય ન જોવે. કીધું: આ તે શું છે ! તમારા ધંધાની એટલી નિવૃત્તિ ન મળે ધંધા આડે! ધંધા કરે છે, બરાબર ચાલે છે ને સાંજે બર્સે-ત્રણસેંની પેદાશ થાય છે તો ય કે સાધુ આવે તો પછી રાતે આઠ વાગ્યા જાય-નામું-બામું લખી બંધ કરીને દુકાન ને પછી જાય. સાધુ કહે, “રાતડિયા આવ્યા. આહાહા ! ધંધા આડેના પ્રેમ આડે નિવૃત્તિ કયાં એને કરવી. (શ્રોતાઃ-ધંધામાં રૂપિયા મળે ને.) ધૂળમાંય રૂપિયા મળતા નથી, મમતા મળે છે, ત્યાં નહીં ભાઈ પ્રવિણભાઈ ?
આહાહા! (એને) મમતા મળે છે, પૈસા તો દૂર દૂર રહી જાય છે. આંહી ભગવાન કુંદકુંદાચાર્ય ને અમૃતચંદ્રાચાર્યનો પોકાર છે કે આત્મામાં વિકાર થાય છે તો કર્મને આત્મા બેય મળીને વિકાર થાય છે એ બધી (વાત) જૂહી છે. એ તર્ક છે જે સમજણને માટે, એ તર્ક ઉપસ્થિત કરવામાં આવે છે ને ? તો તારી વાત જૂઠી છે. આત્મા એકલો સ્વતંત્ર વિકારનો કર્તા થઈને વિકાર કરે છે-કર્તા, સ્વતંત્ર છે પરની અપેક્ષા છે નહીં. આહાહા ! (શ્રોતા:સિધ્ધાંત છે ને કે પરાશ્રિત વ્યવહાર ને નિશ્વય સ્વઆશ્રિત) પરાશ્રિત વ્યવહાર, નિશ્ચય
સ્વાશ્રય તો સ્વાશ્રય એટલે સ્વરૂપ ચૈતન્ય મૂર્તિ ! (નિજાત્મા) એનો આશ્રય એ સ્વાશ્રય ! વિકાર છે પરાશ્રિત, પરાશ્રિત છે પણ કરે છે પોતાનાથી, વિકાર કરાવે છે કોણ? પરાશ્રિત પર કરાવે છે? પરનો આશ્રય કરે છે–આશ્રય કરે છે સ્વતંત્ર ! પોતાનો આત્મા કરે છે આશ્રય. અરે, એ તો ગુણભેદ કરો તો ય વ્યવહાર છે. વ્યવહારનો અર્થ શું કે “ભેદ કરવો’ એ વ્યવહાર તો એ પરાશ્રય થઈ ગયો. તમે અભેદમાં ભેદ પાડો છો એ તો ભેદ થઈ ગયો. અભેદ ચિદાનંદ પ્રભુ! અખંડાનંદ પ્રભુ છે. આહાહા ! જેમાં વિકાર તો નથી પણ પર્યાય જેમાં નથી એવો જ્ઞાયકભાવ એની દૃષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન ને ધર્મની શરુઆત છે. આહાહા ! બાકી, બધાં થોથાં છે, એ કહે છે જુઓ.
ભાવાર્થ:- જો એમ માનવામાં આવે કે “જીવ અને પુદ્ગલકર્મ ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે.” દેખો ! છે ને? જીવ અને કર્મ મળીને રાગ-દ્વેષ, વિષય-વાસના, મિથ્યાત્વ આદિ ભાવ, બેય મળીને પરિણમે છે તો બન્નેને રાગાદિરૂપ પરિણામ સિદ્ધ થશે તો રાગાદિ પરિણામ બન્નેને સિદ્ધ થાય, જડને પણ રાગાદિ (થાય) ને આત્માને પણ રાગાદિ (થાય), પરંતુ પુગલકર્મ તો રાગાદિરૂપે જીવરાગાદિરૂપે કદી પરિણમી શકતું નથી. પુદ્ગલકર્મ તો રાગાદિરૂપજીવરાગાદિરૂપ કયારેય પરિણમી શકતું નથી–આત્માને રાગ કદાપિ કરાવી શકે નહીં. છે? રાગાદિ શબ્દ પરિણામ રાગ-દ્વેષ, વિષયવાસના, મિથ્યાત્વ આદિ બધાં વિકારભાવ સમજવા.