________________
ગાથા-૧૩૯-૧૪)
૩૮૫ હતા, અને વેદાંતી કબીરવાળા આવ્યા હતા, તો એમની (સાથે) ચર્ચા થઈ હતી, એ પાંસઠછાસઠ (સાલની) વાત છે. તો અમે જૈન લોકો પણ (તેમને) જોવા ગયા તે દી' ઉંમર તો બેયની નાની ઓગણીસ-વીસ વરસની (હશે) તો એ કહે કે, ઈશ્વર, જીવનો કર્તા ઈશ્વર છે ( વિશ્વનો કર્તા ઈશ્વર છે) કબીરપંથી કહે ઈશ્વરે ક્યાં ઊભા રહીને (આ) સૃષ્ટિ બનાવી, ઈશ્વરે
ક્યાં ઊભા રહીને આ સૃષ્ટિ (રચી?) ઊભો ક્યાં રહ્યો ઈશ્વર? પછી અમારી સામું જોયું અમે જૈન! સામે કબીર (પંથી) હો કે કેમ ભાઈ? મેં કહ્યું, વાત બરાબર (કે) ઈશ્વર ક્યાંક ઊભો તો (રહ્યો) હશે ને! તો જગત (વિશ્વ) થાય કે નહીં? કોણે બનાવ્યું ને સામગ્રી ક્યાંથી લાવ્યા? એ મોટી ચર્ચા થઈ હતી પ્રવિણભાઈ ? આ તમારા જનમ પહેલાંની વાત છે. પાંસઠછાસઠ અમને તો પહેલેથી શોખ હતો ને. એ દુકાન ઉપરથી અમે ગયા, ચર્ચા થતી'તી ધર્મશાળાએ બહાર, બતાવી'તી ને ભાઈ. નહિ, ધર્મશાળાએ બહાર છે ત્યાં ચર્ચા થતી'તી તે અમે ગયા જૈન લોકો જોવા કે એમ શું કહે છે મોટા મહાત્મા આવ્યા છે. બે જણા ( એક વેદાંતી, એક કબીરપંથી)
ઓલા કબીરપંથી કહે, ઈશ્વર કર્તા છે નહીં, ઓલો (પરમહંસ) કહે ઈશ્વર કર્યા વિના સૃષ્ટિ થઈ નથી, તો આ કબીર (પંથી) કહે, ઈશ્વર કર્તા હો તો ઈશ્વરને કોણે બનાવ્યા? અને ઈશ્વરે ક્યાં ઊભા રહીને સૃષ્ટિને બનાવી, અને સામગ્રી ક્યાંથી લાવ્યા ઈશ્વર? શેઠ, ઓલો કબીર (પંથી) અમારી સામું જુએ, અમે જૈન હતાને, કેમ ભાઈ? મેં કીધું: વાત બરાબર છે આ હવે. આહાહા ! અમે તો પહેલેથી જ સત્તર-અઢાર વરસની ઉંમરથી આ બધો રસ છે ને, વેપાર કરતા હતા પણ આમાં રસ હતો. (શ્રોતા:- રસ તો આપ ત્યાંથી લઈને જ આવ્યા હતા ને) વાત તો સાચી છે, વાત તો આવી છે. આહાહાહા !
ભાઈ, અમારા કુંવરજીભાઈ હતા, લો, અમારા ફઈના દિકરા, ભાગીદાર! હવે આ વાતની એને ખબર નથી, અમે ત્યાં ગયા'તા, સાંભળ્યું 'તું છતાં ય હીરાભાઈના મકાનમાં મને એક વાર પૂછેઃ મહારાજ, ઈશ્વર કર્તા છે કે નથી? અરે રે! આ શું કહે (છે?) અમારા કુંવરજીભાઈ હતા ને ભાગીદાર, એનાં છોકરાંવ છે ને અત્યારે છોકરાઓ છે એ છોકરાઓ નરમ-છોકરાઓ નરમ ! છે પૈસાવાળા છે ને ! ચાલીસ લાખ રૂપિયા છે ત્રણ-ચારલાખની પેદાશ છે છોકરાંઓની, ત્રણ જુદા પડી ગયા છે ત્રણ, પણ એ બધાં... ઓલો ભાગીદાર! અમે આ કર્તા, કર્તા (નીવાત) સંભળાવતા એને સંભળાવી હતી કે આ લોકો આમ કહે છે ને ખોટી વાત છે એ લોકોની ઈશ્વર કર્તાની, ઈશ્વર કર્તા-હર્તા છે નહીં. જગત સ્વતંત્ર છે. અને પાછા આંહી મને પૂછે છે હીરાભાઈના મકાનમાં એકાણુંમાં ત્યાં હતા ને! ત્રણ વરસ (ત્યાં ને પછી) ચોરાણુંમાં અહીં આવ્યા સ્ટાર ઓફ ઈન્ડીયામાં, હીરાભાઈનું મકાન છે જોયું છે ને, મહારાજ, આ ઈશ્વર કર્તા છે ને, શું તમે કહો છો? કાંઈ ભાન ન મળે બિચારાને, પેદાશમાં ખેંચી જાય આખો દી' બે લાખની પેદાશ વરસની ખેંચી જાય ત્યાં ધૂળમાં ન મળે નહી, મરીને હેરાન થઈને ઢોરમાં ગયો હશે-તિર્યંચમાં ઊપજ્યો હશે. આહાહાહા ! શું આ બાપા!
આંહી પરમાત્મા એમ કહે છે. છે? કે પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ-અજ્ઞાન પરિણામની આપત્તિ આવી જાય. શું કહે છે. કે રાગ-દ્વેષ આત્મા પણ કરે ને કર્મ પણ કરાવે તો બન્નેને રાગદ્વેષ થવાની આપત્તી આવી જાય, તો એવું છે નહીં (પરંતુ ) એવું છે શેઠ?