________________
૩૮O
સમયસાર સિદ્ધિ ભાગ-૫ ટીકાઃ-જો જીવને, રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્ગલકર્મ તેની સાથે જ (અર્થાત્ બને ભેગાં મળીને જ), રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે-એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં ફટકડી અને હળદર બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ, જીવ અને પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ-અજ્ઞાનપરિણામ આવી પડે. પરંતુ જીવને એકને જ રાગાદિ-અજ્ઞાનપરિણામ તો થાય છે; તેથી પુદ્ગલકર્મનો ઉદય કે જે જીવના રાગાદિ-અજ્ઞાનપરિણામનું નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.
ભાવાર્થ-જો જીવ અને પુદ્ગલકર્મ ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બનેને રાગાદિ રૂપ પરિણામ ઠરે. પરંતુ પુગલકર્મ તો રાગાદિ રૂપે (જીવરાગાદિ રૂપે ) કદી પરિણમી શકતું નથી; તેથી પુગલકર્મનો ઉદય કે જે રાગાદિપરિણામને નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.
ગાથા-૧૩૯-૧૪૦ ઉપર પ્રવચન. जीवस्स दु कम्मेण य सह परिणामा हु होति रागादी। एवं जीवो कम्मं च दो वि रागादिमावण्णा।।१३९ ।। एक्कस्स दु परिणामो जायदि जीवस्स रागमादीहिं। ता कम्मोदयहेदूहिं विणा जीवस्स परिणामो।।१४०।। જીવના, કરમ ભેળા જ, જો પરિણામ રાગાદિક બને, તો કર્મ ને જીવ ઉભય પણ રાગાદિપણું પામે અરે! ૧૩૯. પણ પરિણમન રાગાદિરૂપ તો થાય છે જીવ એકને,
તેથી જ કર્મોદયનિમિત્તથી અલગ જીવપરિણામ છે. ૧૪૦. આ દુનિયા એમ કહે છે ને (સંવત) એકોતેરથી વાંધા છે કર્મ કરાવે.. કર્મ કરાવે સ્થાનકવાસીમાં ને દેરાવાસીમાં ને દિગમ્બરમાં ય એ નીકળ્યું છે. એ નીકળ્યું છે કે નહીં? કર્મ છે તો વિકાર થાય છે-કર્મ છે તો વિકાર થાય છે. આહાહાહા ! આણે લખ્યું છે ભાઈએ, આ ફૂલચંદજી છે ને, એણે એમાં લખ્યું છે, એમ કે એમ લખ્યું છે “આ કોઈ સોનગઢનું કોઈ વ્યક્તિવિશેષની દૃષ્ટિનું ઉદ્ઘાટન નથી. લખ્યું છે આમ સમય સમયની પર્યાય પોતાથી થાય છે અને જ્ઞાયકભાવ” દૃષ્ટિનો વિષય છે. ભેદ નહીં, આવી સોનગઢની વ્યક્તિવિશેષનું કથન નથી, એ તો વસ્તુના સ્વરૂપનું કથન છે, એમ કહે છે. આ કોઈ સોનગઢ અથવા કોઈ વ્યક્તિ વિશેષની દૃષ્ટિનું. નામ મારું ન લીધું. પરંતુ અનાદિ કાળથી ચાલ્યું આવી રહ્યું છે સનાતન યથાર્થ મારગ છે.
વર્તમાનમાં સોનગઢ એ જ સનાતન અને યથાર્થ મોક્ષમાર્ગનો, માર્ગનું દિગ્દર્શન કરાવી રહ્યા છે. ૩૩ પાનું છે આ તો બીજી આવૃત્તિ છે, પહેલીમાં આ નથી, આ બીજીમાં છે, આ બીજી