________________
૩૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૫ એવું છે નહીં. આહાહા ! ‘પરંતુ પુદ્ગલદ્રવ્યને એકને જ કર્મપણારૂપ પરિણામ તો થાય છે.’ એ પુદ્ગલ (દ્રવ્યના ) પુદ્ગલ (કર્મરૂપ ) પરિણામ થાય છે, એ આત્માથી ભિન્ન છે. આત્માએ અજ્ઞાનરૂપ રાગ કર્યો પણ એ પુદ્ગલ-પરિણામથી આ અજ્ઞાન પરિણામ ભિન્ન છે. એ અજ્ઞાન પરિણામથી, કર્મ–પરિણામ થયા, એવું છે નહીં. આથી સ૨ળ ભાષા કેવી કરે ? મારગ તો આ છે. અરે રે, અનંતકાળ થયો ફરતાં-ફરતાં-ફરતાં.
પરંતુ પુદ્ગલદ્રવ્યને એકને જ કર્મરૂપ પરિણામ તો થાય છે. ‘તેથી જીવનું રાગાદિઅજ્ઞાનપરિણામ કે જે કર્મનું નિમિત્ત છે' –જોયું ?નિમિત્ત કંઈ કરતું નથી, એ બતાવે છે, એનાથી ભિન્ન જ પુદ્ગલ પરિણામ છે. રાગથી ભિન્ન જ પુદ્ગલપરિણામ છે. આહાહાહા !
ભાવાર્થ:- ‘જો પુદ્ગલદ્રવ્ય અને જીવ ભેળાં થઈને કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને કર્મરૂપ પરિણામ ઠરે. –બન્નેને કર્મપરિણામ સિદ્ધ થાય-આત્માને પણ કર્મ સિદ્ધ થાય અને જડને ય સિદ્ધ થાય. ‘પરંતુ જીવ તો જડ કર્મરૂપ કદી પરિણમી શકતો નથી’ છે ? ( જીવ તો ) પરિણામ (જડનું) નથી કરતો. ‘તેથી જીવનું રાગાદિ-અજ્ઞાન પરિણામ કે જે કર્મનું નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલદ્રવ્ય કર્મનું પરિણામ છે.' આહાહા ! અંત૨માં આમ ભિન્ન છે તો બહા૨ની વાત શું કરવી ? આહાહા !
આ શરીરને હું ચલાવું છું ને હું બોલું છું ને હું બીજાને પૈસા આપી શકું છું ને પૈસા લઈ શકું છું. આહાહા ! હું બીડી બનાવી શકું છું ને' શેઠની વાત છે, શું કહેવાય, ઓલા તમાકુ તમાકુ નહીં, પાંદડા–પત્તા ટિમરુના અને બીજા, ઓલા નહીં નાના-નાના બીડી વાળે છે ને તો બે-ત્રણ પાન ભેગાં કરી બીડી વાળે છે ને, ટીમરૂ-વનસ્પતિના પાન, એની બીડી વાળે છે. બે–ત્રણ પાન ( ભેગાં કરે ) શું કહેવાય ? આપ્યા-આપ્યા ! ભૂલી જાઈએ ભાઈ તમારી ભાષા ! આપ્યા, બે ત્રણ ભેળાં કરીને, તો કહે છે કે અજ્ઞાની રાગ ક૨ે ને એ બીડી કરે એમ બની શકતું નથી. આહાહા ! આ શેઠના ઘ૨નો દાખલો આપ્યો. શેઠને ઘરે ( કારીગરો ) કામ કરે છે ને બીડી વાળવાનું. આહા !
આંહી કહે છે કે આત્મા રાગ પણ કરે અને કર્મબંધનના પરિણામ પણ કરે, એવું ક્યારેય થતું નથી. કર્મના પરિણામ કર્મથી થાય છે ને અજ્ઞાનીના રાગ પરિણામ-અજ્ઞાનથી થાય છે, ભલે, બંધમાં નિમિત્ત હો પણ નિમિત્ત એને કંઈ (પણ ) કરી શકતું નથી. આહાહા ! નિમિત્ત અકિંચિત્કર છે. આહાહા ! સ્વતંત્ર છે એ તો પર્યાય સ્વતંત્ર-એક એક સમયની પર્યાય સ્વતંત્ર છે. કોઈથી ( બીજા ) કોઈની (પર્યાય ) થાય છે એવું છે નહીં.
હવે એ પ્રતિપાદન કરે છે કેઃ– પુદ્ગલદ્રવ્યથી જુદું જ જીવનું પરિણામ છે, હવે બીજું લીધું, ઓલું જીવના પરિણામથી પુદ્ગલ (દ્રવ્યનું ) પરિણામ ભિન્ન છે, હવે પુદ્ગલ-પરિણામથી જીવનું પરિણમન ભિન્ન છે. ( એમ કહે છે. ) પુદ્ગલ કર્મનો ઉદય આવ્યો તો જીવને રાગ-દ્વેષ કરવા પડયા એવું છે નહીં. રાગ-દ્વેષ અજ્ઞાની પોતાનાથી ( સ્વયં ) કરે છે ને પુદ્ગલનો ઉદય પોતાથી આવ્યો, તો પુદ્ગલ પણ પોતાથી પરિણમ્યા અને પુદ્ગલ આત્માને રાગ-દ્વેષ કરાવે, એવું ત્રણ કાળમાં હોતું નથી. આહાહાહા ! આ મોટા વાંધા છે અત્યારે, આ કર્મને લઈને થાય... કર્મને લઈને થાય.