________________
ગાથા-૧૩૭–૧૩૮
3७७ છે ધર્મ, પર્યાય પછી, ધર્મ સ્વભાવવાળો છે એવો ભેદ પણ સભૂત વ્યવહાર (નો) એ પણ નહીં, એનો પણ નિષેધ છે. આહાહા ! આત્મા તો જ્ઞાયકસ્વરૂપ ! સત્ત સ્વરૂપ ! ધૃવરૂપ! દ્રવ્યરૂપ-ગુણરૂપ જે કહો તે તે રૂપ છે, ભેદ નહિ એવી (અભેદ) દૃષ્ટિ કરવાથી, અને સમ્યગ્દર્શનધર્મની પ્રથમ-પહેલી સીઢી ઉત્પન્ન થાય છે. આહાહા !
અહીં તો એ નયમાં એવું જાણે છે અને જે એ રાગ આવે છે, દયા-દાન-વ્રત-ભક્તિ-તપશાસ્ત્રવિનય-ગુરુનો વિનય-દેવનો વિનય, એ બધો રાગ છે. આહાહાહા ! એ રાગનો કર્તા થાય છે, અજ્ઞાની કહ્યો ને? રાગાદિ–અજ્ઞાનપરિણામ કહ્યા. સમજાણું કાંઈ? રાગ છે એ અજ્ઞાન છે, રાગમાં જ્ઞાન નથી. જ્ઞાનસ્વરૂપ ભગવાન છે એ તો રાગથી ભિન્ન છે. પણ રાગાદિ અજ્ઞાન પરિણામથી પરિણમે છે જીવ અજ્ઞાની. આહાહા ! એ પરિણામ જીવની સાથે બન્ને મળીને-જીવ રાગ-દ્વેષના પરિણામ પણ કરે અને નવાં પુદ્ગલના પરિણામ પણ કરે, બન્ને મળીને થાય છે એમ છે નહીં. આહાહા ! સમજાણું કાંઈ?
ખાવાની ઇચ્છા પણ કરે અને દાઢ પણ હલાવે ખાવાના (માટે) એવા બે કામ નથી કરતાએમ કહે છે. આહાહા ! આ તો બહારની વાત (થઈ ) અહીં તો અંતરની વાત, જેટલા ટકા વિકાર કરે એટલા ટકા (પુગલ) બંધાય તો પણ બંધના પરિણામનો કર્તા જીવ નથી. શાંતિભાઈ? આમ છે. આહાહાહા ! બહારની તો વાત શું કરવી? આહાહા! હીરો ઉપાડ્યો હાથમાં, ઇચ્છા થઈ તો એ ઇચ્છાનો કર્તા થયો કે આ મારી ઇચ્છા છે, તો એ ઇચ્છાથી એ હીરો ઊંચો થયો હાથમાં એવું છે નહીં. આત્મા રાગ પણ કરે અને હીરાની ઊંચી થવાની ક્રિયા-પરિણમનની કરે એમ બને નહીં. આહાહાહા ! આવી વાત છે. સાંભળવી જ્યારે કઠણ પડે, કોઈ દી સાંભળી ન હોય ને! નવરાશ
ક્યાં છે અંદર. અરેરે ! સાચું શું છે? આહાહાહા ! (શ્રોતા-જરા સરળ કરોને) આ સરળ જ છે. જેવું છે એવું કહેવું એ સત્ય સરળ છે, કે એનાથી વિરુદ્ધ કહેવું સરળ (સહેલું લાગે) એ તો અસત્ય છે. શેઠ? આહાહાહા! અહીં તો સરળ ભાષાથી કહીએ છીએ આજકાલ.
ભગવંત! તમે રાગના કર્તાપણે-અજ્ઞાનપણે કરો છો તો તમારા પરિણામ રાગ છેઅજ્ઞાનમય છે ને એ સમયે નવાં કર્મ બાંધે છે ઈ તમારા રાગ પરિણામ થયા માટે બંધાય છે, એવું છે નહીં. એ વખતે પુલદ્રવ્યના પરિણામ પોતાથી થયા છે (બંધાયા છે), આત્મા રાગ પણ કરે ને પુદ્ગલના પરિણામ પણ કરે, એમ બને નહીં ક્યારેય. આહાહા! આવી વાત સત્ય તો આમ સરળ છે, એનાથી વિરુદ્ધ કરે તો અસત્ય છે. આહાહાહાહા !
છે? અર્થાત બંને મળીને જ કર્મરૂપ પરિણામ થાય છે–એમ વિતર્ક કરવામાં આવે તો...
કોઈ એમ માને કે હું રાગ પણ કરું અને પુદ્ગલના પરિણામ પણ બંધનના પરિણામ પણ કરું-એવો તર્ક ઉપસ્થિત કરવામાં આવે તો જેમ ભેળાં થયેલાં હળદર અને ફટકડી બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ' –જેમ હળદર અને ફટકડી મળે તો લાલ (રંગ) રૂપ પરિણામ થાય છે ને ! આ (હળદર) પીળી ને (ફટકડી) ધોળી (બન્નેના મળવાથી) લાલ રંગ થઈ જાય ! તેમ પુદ્ગલદ્રવ્ય અને જીવ બન્નેને કર્મરૂપ પરિણામ આવી પડે. –બન્નેને કર્મરૂપ પરિણામની આપત્તિ આવી જાય, (આહા!) પુદ્ગલ અને જીવદ્રવ્ય બન્નેને કર્મરૂપ પરિણામની આપત્તિ આવી જાય. આહાહાહાહા ! જીવ રાગ પણ કરે અને કર્મના પરિણામ પણ કરે એમ થઈ જાય