________________
३७६
સમયસાર સિદ્ધિ ભાગ-૫ એ અજ્ઞાન પરિણામથી પરિણમેલો જીવની સાથે -અજ્ઞાન પરિમિત રાગી-અજ્ઞાની છે, તો એની સાથે જ અર્થાત્ બને ભેગાં મળીને જ એ રાગના પરિણામ અને પુદ્ગલના પરિણામ બન્ને મળીને થયા છે, એવું છે નહીં. આવું સાંભળવા ય મળે એવું નથી ત્યાં ક્યાંય. આખો દી' અમે કરીએ... આ કરીએ છીએ. આ કરીએ છીએ નરેન્દ્રભાઈ ? આ પથ્થરામાં શું તમારે કહેવાય એ લાદી. આહાહાહા ! અજ્ઞાનીએ રાગ કર્યો તો પથ્થર જે ઊપડે છે (ઊપાડે છે) એ ક્રિયા એ રાગવાળાએ કરી એવું છે નહીં. એ પરિણમન, પુદ્ગલ પર્યાયથી પુદ્ગલ ઊંચા આમ થયા છે. એ તો બહારની વાત છે. આંહી તો અંદરની વાત છે કહે છે. આહાહા !
જે અજ્ઞાની પુણ્ય ને પાપના ભાવ જે વિકલ્પ-રાગ કરે છે એ પોતાના માનીને અજ્ઞાની રાગને કરે છે, એ નિમિત્ત અને નવું કર્મ બંધાય છે એ પોતાથી બંધાય છે, એ આત્મા નવાં કર્મને બાંધે છે-નવાં કર્મને પરિણાવે છે બાંધવામાં એમ નથી. સમજાણું કાંઈ ? ( શ્રોતા-જેટલા ટકા રાગ થાય તેટલા ટકા કર્મ બંધાય?) જેટલા ટકા કરે એટલા (બંધાય) પણ એનાથી-રાગથી નહીં. આહાહા! આવી વાત છે. જેટલા ટકા રાગ-દ્વેષના પરિણામ કરે પોતાના માનીને અજ્ઞાની, એટલા પ્રમાણમાં સામે કર્મબંધન હો, પણ એ કર્મબંધનમાં એ રાગ તો નિમિત્ત છે, કર્મબંધનના પરિણામ તો કર્મથી થયા છે, રાગથી થયા છે એમ નહીં. આહાહાહા ! આવી વાતું હવે, હેં ? ( શ્રોતા - રાગ ન કરે તો કર્મબંધન થાય?) એ પ્રશ્ન અહીં ક્યાં છે? આ અજ્ઞાની કરે છે. નિમિત્ત, એની વાત છે. રાગના કર્તા નથી ને જ્ઞાની છે એની વાત અહીં છે નહીં. જ્ઞાનીને રાગ આવે છે પણ એ રાગના જ્ઞાતા છે-એ રાગનો જ્ઞાતા કહેવો એ વ્યવહાર છે. એ તો પોતાની પર્યાયનો જાણવાવાળો છે. આવી વાતું આકરી ભાઈ ! સમજાણું કાંઈ?
ધર્મી જીવ તો જ્ઞાયકસ્વરૂપ હું છું, પર્યાયમાત્ર પણ હું નહીં, તો રાગ માત્ર તો ક્યાં? નિમિત્ત તો ક્યાં રહ્યું? આહાહા! જ્ઞાયકમાત્ર હું અભેદ છું. “પંચાધ્યાયમાં તો લીધું છે ને, આંહી “પંચાધ્યાયમાં આત્મા ગુણસ્વરૂપ છે (જો) એમ કહો તો ગુણ ને ગુણી, ભેદ થઈ ગયો, વ્યવહાર થઈ ગયો, એ-પણ હું નહીં. આત્મા સત્તસ્વરૂપ છે એ ય પણ ભેદ થઈ ગયો, એવું ય છે નહીં. આત્મા દ્રવ્ય છે, એ દ્રવ્ય છે એમ કહો તો ભેદ થઈ ગયો, એવું ય છે નહીં. એ દ્રવ્ય કહો, સત્ત કહો, ગુણ કહો-જે છે તે છે. આકરી વાત ભાઈ ! સમજાણું કાંઈ? “પંચાધ્યાય” માં છે.
અહીંયા તો જે આત્મા પોતાનું સ્વરૂપ ચૈતન્યમૂર્તિ-શાયક છે, એવા (આત્માને જે ) જાણતા નથી ને પોતાની પર્યાયમાં પુણ્ય-પાપ-દયા-દાન-વ્રત-ભક્તિ (આદિના) પરિણામ આવે છે એનો કર્તા થઈને અજ્ઞાની થાય છે. એને કર્મબંધન થાય છે એ જીવ (થી) નહીં, કર્મ બાંધે છે જીવ (એમ તો નહીં) જીવ તો પોતાનામાં અજ્ઞાનપરિણામને કરે છે. સમજાણું કાંઈ ? નવાં કર્મ બને છે એ પુગલના પરિણામ છે, એ જીવે કર્યા એવું છે નહીં. જીવ પોતાનામાં રાગ પણ કરે અને પુગલ બંધના પરિણામ પણ કરે એમ હોતું નથી. આહાહા ! સૂક્ષ્મ વાત છે ભાઈ ! વીતરાગ માર્ગ સૂક્ષ્મ છે ભાઈ ! લોકોને સમજવા મળતો નથી અને એને નવરાશે ય નથી ધંધા આડે, પ્રવિણભાઈ ? આહાહા ! આવો મારગ ક્યાં છે?
આહાહા ! અહીંયા તો જ્ઞાયકસ્વરૂપ ભગવાન છે (અભેદ). એ ગુણ છે અને ગુણવાળો છે એવો પણ ભેદ નહીં, વાત બહુ સૂક્ષ્મ છે ભગવાન ! આ ધર્મી છે ને ધર્મવાળો છે-ધર્મ સ્વભાવ