________________
૩૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૫ અકિચિંત્થર છે. આત્માને વિકાર કરાવવામાં કર્મ અકિંચિત્કર છે. આહાહા ! આ વાત એવી છે.
“એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં ફટકડી અને હળદર બનેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ-બન્ને મળીને લાલરંગ થાય છે, તેમ (એ પ્રકારે) જીવ અને પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ–અજ્ઞાનપરિણામ આવી પડે.” –બન્નેને રાગાદિ પરિણામની આપત્તિ આવી પડે. –પુદ્ગલ અને આત્મા બન્ને મળીને વિકાર થાય છે તો પુદ્ગલ પણ વિકાર કરાવે ને આત્મા પણ વિકાર કરે-એમ બેય મળીને ( વિકાર) થાય છે એવું હોતું નથી. આહાહાહા ! સમજાણું કાંઈ?
મિથ્યાત્વભાવ ને અજ્ઞાનભાવ એ કરે છે તો તેમાં દર્શન મોહનું કર્મ ઉદયમાં આવ્યું તો એણે અહીંયા મિથ્યાત્વ કરાવ્યો, તો મિથ્યાત્વભાવ જીવ પણ કરે અને કર્મ પણ કરે-બેય મળીને વિકાર થયો, એમ છે નહીં. આહાહા! ચારિત્રમોહનો ઉદય આવ્યો અને અહીં રાગ થયો, તો ચારિત્રમોહના ઉદયે રાગ કરાવ્યો ને આત્માએ પણ રાગ કર્યો, બન્ને મળીને રાગને કર્યો, એવું છે નહીં. કહો, પંડિતજી? આહા!
આ ચર્ચા તો (સંવત) એકોતેરથી છે, વાંચ્યું નહોતું તે દિ' તો સમયસાર જોયું નહોતું. આહાહા ! સમયસાર તો ૭૮ મી સાલમાં આવ્યું. ૭૮, ૭૮ માં સમયસાર (હાથમાં) આવ્યું હતું, પણ એકોતેરમાં અંદરથી (આવ્યું હતું કે, બિલકુલ કર્મથી આત્મામાં વિકાર થાય છે એ બિલકુલ જૂઠી વાત છે. ( આ વાત ) સાંભળીને તો ગભરાઈ ગયા માણસો. અમારા ગુરુ હુતા તો એ તો સાંભળતા હતા, બહુ ભદ્રિક હતા, બહુ બુદ્ધિ નહીં. પાંચ-પાંચ હજાર માણસની વચ્ચે વ્યાખ્યાન દેતા હતા. ગંભીર હતા, બહુ ગંભીર પણ, દૃષ્ટિની ખબર નહીં અને આ તત્ત્વ પણ હતું જ નહીં ને. પણ આ વાત સાંભળતા હતા, અમે બપોરના બોલતા હતા એક કલાક બપોરના, એકોતેર (માં કહ્યું) પૌષધ કરીને બેઠા હોય ને (કીધું:) કર્મથી વિકાર બિલકુલ થતો નથી. જો કર્મથી વિકાર થાય છે તો બે દ્રવ્યો મળીને વિકાર થાય છે, એવી ચીજ છે નહીં. સમજાણું કાંઈ?
ભ્રાંતિ કરે છે મિથ્યાત્વની-સંશયની વાત હતી તે વખતે, સંશયની વાત હતી મૂળ તો ભગવતી સૂત્રમાં, તો મિથ્યાત્વ કરે છે આ જીવ, એ કર્મ-મિથ્યાત્વનો ઉદય છે-દર્શનનો તો એ મિથ્યાત્વ કરાવે છે, એવું છે નહીં. પુરુષાર્થથી આત્મા વિકાર કરે છે ને પુરુષાર્થથી વિકારને ટાળે છે. પણ એવી ક્યાં નવરાશ મળે માણસને ! હા હો.. હા... હો ! કારણ કે કેટલા માણસ ત્યાં ભેગાં થયા તો શેત્રુજય.. શેત્રુંજય! હતો ને મેળો કાલે-છ ગાઉનો મેળો હતો કાલે, તેરસનો દિવસ હતો ને, પ્રદક્ષિણાનો છ ગાઉની. તો કોઈ કહેતું” તું સાઈઠ હજાર, સીત્તેર હજાર માણસ. પણ એટલા તો નહીં વીસ-પચીસ હજાર માણસ હશે, માણસ બહુ થાય ત્યાં. ત્યાં વાંકાનેર એક ફેરી દિક્ષા હતી-રામવિજયજી, એકલી દિક્ષા અજ્ઞાનની. માણસ ત્યાં ભેગા થયા એ બધાં ત્યાં ગયા હશે. હજુ સમકિત કોને કહેવું એ વાતની ખબર નહીં અને એ તો ચોખ્ખું કહે છે રામવિજયજી-કર્મથી વિકાર થાય છે-કર્મથી વિકાર થાય છે, કર્મ વિના વિકાર થતો જ નથી.
આંહી તો આ વાત કહે છે, કર્મ પણ વિકાર કરાવે ને આત્મા પણ વિકાર કરે- (એમ) બેય સાથે મળીને વિકાર થાય છે? એમ છે નહીં, એમ અહીંયા કહે છે. બેય એક થઈ ગયા, એ તો દાખલા માટે કહ્યું છે એ તો રાગકર્મ ને આત્મા બેય મળીને વિકાર કરે તો (જેમ ફટકડી ને